ખેડૂત વિરોધ, આંદોલન અને રાજકારણ : પંજાબ અને દિલ્હી બે છેડે AAP સરકાર, બીજેપીના નેતૃત્વ સાથે હરિયાણા વચ્ચે

ખેડૂત વિરોધ સાથે રાજકારણ પણ ગરમાવા લાગ્યું છે, હરિયાણાના બંને છેડે પંજાબ અને દિલ્હીમાં આપ સરકાર, હરિયાણામાં બીજેપી, ખેડૂતોને દિલ્હી જતા રોકવાકરી રહી પ્રયત્ન.

Written by Kiran Mehta
Updated : February 14, 2024 14:00 IST
ખેડૂત વિરોધ, આંદોલન અને રાજકારણ : પંજાબ અને દિલ્હી બે છેડે AAP સરકાર, બીજેપીના નેતૃત્વ સાથે હરિયાણા વચ્ચે
ખેડૂત વિરોધ અને રાજકારણ (Express photo by Jasbir Singh Malhi)

કંચન વાસદેવ : ભાજપ શાસિત હરિયાણાએ વિરોધ કરી રહેલા ખેડૂતોને દિલ્હી તરફ જતા રોકવા પંજાબ સરહદે બેરિકેડ લગાવ્યા, પરિણામે અથડામણ, લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ, તેની સાથે ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો.

હરિયાણા સાથેના બે બોર્ડર પોઈન્ટ શંભુ અને ખનૌરી ખાતે બેરિકેડ્સને ટક્કર મારતા પહેલા ખેડૂતો પંજાબમાંથી સરળતાથી પસાર થઈ ગયા હતા, અને તેમને રોકવા માટે પોલીસ દ્વારા કોઈ પ્રયાસો કરવામાં ન આવ્યા. તમને જણાવી દઈએ કે, AAP, જે પંજાબ અને દિલ્હી બંને પર શાસન કરે છે, તે રેખાંકિત કરે છે કે આપ ખેડૂતોની માંગણીઓ સાથે ઉભી છે, હરિયાણામાં ભાજપ સરકાર કિસાન મજદૂર સંઘર્ષ સમિતિ અને સંયુક્ત કિસાન દ્વારા આપવામાં આવેલા દિલ્હી ચલો આહ્વાહનના રસ્તામાં ઉભી છે.

શું છે ખેડૂતોની માંગ?

અન્ય બાબતોની સાથે, ખેડૂતો 23 પાક માટે MSP ની ગેરંટી, તેમની લોન માફી કરવા અને 2020-21ના ખેડૂતોના આંદોલન દરમિયાન તેમની સામે નોંધાયેલા કેસ પાછા ખેંચવાની માંગ કરી રહ્યા છે. કેન્દ્ર, જેણે દિલ્હીની સરહદો પર એક વર્ષ સુધી ચાલેલા આંદોલનથી પોતાના હાથ બાળી નાખ્યા અને ત્રણ કૃષિ કાયદાઓ રદ કર્યા પછી જ આંદોલન સમાપ્ત થયુ, ખેડૂતોની આ કૂચને રોકવા માટે ખેડૂત નેતાઓ સાથે બે રાઉન્ડ બેઠકો કરી, પરંતુ ભાજપને સફળતા મળી નહીં.

મંગળવારે, ખેડૂત અને પોલીસ વચ્ચે અથડામણ ફાટી નીકળી અને વિરોધ પક્ષોએ કેન્દ્રની ટીકા કરી, કેન્દ્રીય કૃષિ પ્રધાન અર્જુન મુંડાએ કહ્યું કે, એમએસપી કાયદો ઉતાવળમાં લાવી શકાય નહીં અને ખેડૂતોએ સરકાર સાથે વાટાઘાટો માટે આગળ આવવું જોઈએ.

ભાજપ ઇચ્છતું નથી કે, લોકસભા ચૂંટણીની નજીક ખેડૂતોનો વિરોધ વેગ પકડે. ખેડૂતોમાં વચ્ચે પોતાના આધારને જોતાં, RLD સાથે તેના તાજેતરના ગઠબંધનનું એક કારણ અગાઉના વિરોધ પર બાકીના ખેડૂતોના ગુસ્સાને શાંત કરવાનું હતું. કેન્દ્રએ સ્વર્ગસ્થ ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપીને હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ખેડૂતોને બીજો સંદેશ પણ મોકલ્યો.

2020 માં, પણ જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળની પંજાબ સરકારે ખેડૂતોને દિલ્હી પહોંચતા રોકવા માટે કોઈ પ્રયાસો કર્યા ન હતા, ત્યારે ભાજપે તત્કાલિન મુખ્યમંત્રી અમરિંદર સિંહ પર મિલીભગતનો આરોપ લગાવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે, 2022 માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ ખેડૂતોને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહી છે.

પંજાબ સરકારના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે, આ વખતે પણ ખેડૂતોની તાજેતરની કૂચને રોકવા અંગે પોલીસને કોઈ સૂચના આપવામાં આવી નથી.

મુખ્ય પ્રધાન ભગવંત માન પણ શાંત છે, જોકે તેમણે અગાઉના વિરોધ દરમિયાન ટ્રેનો રોકવા અને લોકોને અસુવિધા પહોંચાડવા બદલ ખેડૂતો પર પ્રહાર કર્યા હતા.

સંજોગવશાત, ખેડૂત સંગઠનો અને મંત્રીઓ પીયુષ ગોયલ, અર્જુન મુંડા અને નિત્યાનંદ રાય વચ્ચે શુક્રવારે યોજાયેલી વાટાઘાટોમાં મધ્યસ્થી તરીકે કામ કરવા માટે માનને કેન્દ્ર દ્વારા સામેલ કરવામાં આવ્યા હતા. મીટિંગ પછી, માને કહ્યું કે, તેમણે ઉકેલ સુધી પહોંચવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો.

સોમવારે માને તેમના કેબિનેટ સાથીદાર કુલદીપ સિંહ ધાલીવાલને બીજા રાઉન્ડની વાતચીત માટે મોકલ્યા, પરંતુ આ બેઠક પણ અનિર્ણિત રહી હતી.

મંગળવારે ખેડૂત વિરોધ, તથા સ્થળો પરનો ગુસ્સો ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર માટે આરક્ષિત હતો. કેટલાક લોકોએ પૂછ્યું કે, હરિયાણા પાકિસ્તાન જેવું વર્તન કેમ કરી રહ્યું છે. “બહુ-સ્તરવાળી બેરિકેડ્સને જુઓ, ત્યાં પત્થરો, ખીલીઓ, કાંટાળી તાર, સ્ટીલની દિવાલો અને પછી ટીયર ગેસના શેલ છે.” એક ખેડૂતે કહ્યું.

ભારતી કિસાન યુનિયન (સિધુપુર)ના અને સંયુક્ત કિસાન મોરચા (બિનરાજકીય)ના કન્વીનર જગજીત સિંહ ડેલેવાલે કહ્યું: “અમે શું કરી રહ્યા છીએ? અમે માત્ર દિલ્હી પહોંચીને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવા માંગીએ છીએ. અમે વચન આપ્યું છે કે, અમે કોઈને નુકસાન નહીં પહોંચાડીએ. શા માટે તેઓ અમને મુક્તપણે શાંતીથી જવા દેતા નથી?

હરિયાણાના સંસદીય બાબતોના પ્રધાન કંવર પાલ ગુર્જરે AAP સરકાર પર ખેડૂતોને “ઉશ્કેરવા” નો આરોપ મૂક્યો અને કહ્યું કે, આ બધું રાજનીતિ જ છે. “આપ હકીકતમાં ખેડૂતોના અધિકારોની વાત નથી કરી રહી. માત્ર ભાજપ જ હંમેશા ખેડૂતોના હીતની વાત કરે છે.”

આ વાતને નકારી કાઢતા AAPના મુખ્ય પ્રવક્તા માલવિંદર સિંહ કંગે કહ્યું કે, અમે શા માટે કોઈને ઉશ્કેરીશું? શું ખેડૂતોને ખબર નથી કે, તેમની માંગણીઓ સંતોષવામાં આવી નથી? આ એક પ્રતિબદ્ધતા હતી જે ખુદ વડાપ્રધાને બે વર્ષ પહેલા કરી હતી, અને ક્યારેય પૂર્ણ થઈ નથી.

આ પણ વાંચો – Gujarati news today live : શંભુ બોર્ડર પર મોટી સંખ્યામાં ખેડૂતો હાજર, દિલ્હીની તમામ બોર્ડર સીલ, ઈન્ટેલિજન્સ યુનિટ એલર્ટ

માલવિંદર સિંહ કંગે એમ પણ કહ્યું કે, સીએમ માને શાંતિ જાળવી રાખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમણે જોયું કે ભાજપ કઈ પણ વિચારવા તૈયાર નથી. ખેડૂતોની માંગણીઓ સંતોષવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો… હવે કેન્દ્રીય મંત્રીઓ પહેલા જેવું વર્તન કરી રહ્યા છે, જેવું તે પહેલા કરતા હતા.

માલવિંદર સિંહ કંગે કહ્યું કે, પંજાબ પાસે ખેડૂતોને રોકવાનું કોઈ કારણ નથી. “તેમની પાસે સાચી માંગ છે. જો હવે તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો, તેઓ ચૂંટણી દરમિયાન તેને ઉઠાવશે જ.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ