Farmers Protest Updates : ખેડૂત વિરોધ પ્રદર્શન વચ્ચે મોદી સરકાર ફરી એકવાર વાતચીતના ટેબલ પર આવી રહી છે. રવિવારે ખેડૂતો સાથે ચોથા રાઉન્ડની વાતચીત થઈ રહી છે. કેન્દ્ર તરફથી કૃષિ મંત્રી અર્જુન મુંડા, પીયૂષ ગોયલ અને નિત્યાનંદ રાય હાજર છે. બીજી તરફ કિસાનના પ્રતિનિધિ હાજર છે.
ખેડૂતોની કુલ 12 માંગણી છે
ખેડૂતોની કુલ 12 માંગણી છે જેમને લઇને તેમનું આંદોલન ચાલી રહ્યું છે. સૌથી મોટી માંગણી એમએસપી પર કાનૂની ગેરંટીની છે. જેના માટે સરકાર હજુ તૈયાર નથી. તે ચોક્કસપણે એક કમિટી બનાવીને મંથન કરી શકે છે, પરંતુ તાત્કાલિક કોઈ પણ પ્રકારનો કાયદો બનાવવાનું ટાળી રહી છે. સાથે જ ખેડૂતો સંપૂર્ણ લોન માફીની માંગ પર અડગ છે. અહીં પણ સરકારનું વલણ બહુ સકારાત્મક જણાતું નથી. આ સિવાય પેન્શનની માંગને લઈને કોઈ સહમતિ નથી.
આ પણ વાંચો – ખેડૂત વિરોધ પ્રદર્શન : કહાની એ 2 ખેડૂત નેતાઓની, જેમણે ઉભું કર્યું છે આંદોલન 2.0
ખેડૂત આંદોલન : ખેડૂતોનું શું કહેવું છે?
ખેડૂત આગેવાનો પણ કહી રહ્યા છે કે તેઓ સકારાત્મક માનસિકતા સાથે જઈ રહ્યા છે અને કંઈક હાંસલ કરવા માંગે છે. એવા સમાચાર છે કે સરકાર ખેડૂતોને MSP પર સમિતિ બનાવવાનો પ્રસ્તાવ આપી શકે છે. આ ઉપરાંત ખેડૂતોને પૂછીને જ તે સમિતિમાં સભ્યોનો સમાવેશ કરી શકાશે. પરંતુ ખેડૂતો આ દરખાસ્ત સ્વીકારે છે કે કેમ તે જોવું રહ્યું.
હવે એક તરફ સરકાર વાતચીત દ્વારા ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ પંજાબ અને હરિયાણામાં તણાવ છે. પંજાબ અને હરિયાણાના ઘણા જિલ્લાઓમાં ઈન્ટરનેટ બંધ છે. ફરી એકવાર ટોલ ફ્રી કરી વિરોધ પ્રદર્શન કર્યા હતા.





