કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ફાઇનાન્સિયલ એક્ટ ટાસ્ક ફોર્સનો એક રિપોર્ટ અંગે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા ઉપર નિશાન સાધ્યું હતું. તેમણએ આરોપ લગાવ્યો હતો કે યશ બેન્કના કો ફાઉન્ડર રાણા કપૂરે પ્રિયંકા ગાંધીની એક પેન્ટિંગ ખરીદવા માટે મજબૂર થવું પડ્યું હતું. તેમણે પ્રશ્ન કર્યો હતો કે પદ્મ એવોર્ડ અને પેન્ટિંગ વેચીને પૈસા એકઠાં કર્યા હતા.
રિપોર્ટમાં આરોપ છે કે એક ભારતીય બેંકરે રાષ્ટ્રીય પુરસ્કારો માટે લાંચના રૂપમાં કોંગ્રેસના સભ્યના નજીકના સંબંધી પાસેથી ઊંચી કિંમતે ચિત્રો ખરીદ્યા હતા. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રીએ એક નિવેદનમાં કહ્યું, “કોંગ્રેસના ભ્રષ્ટાચારનું એક નવું મોડલ સામે આવ્યું છે. હવે FATF એક કેસ સ્ટડી સાથે આવ્યું છે જે દર્શાવે છે કે કેવી રીતે UPA સરકારમાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીએ એક વ્યક્તિ પર પ્રિયંકા ગાંધી વાડ્રાની સરેરાશ પેઇન્ટિંગ 2 કરોડ રૂપિયામાં ખરીદવા દબાણ કર્યું હતું.
તેમણે ‘મની લોન્ડરિંગ એન્ડ ટેરરિસ્ટ ફાઇનાન્સિંગ ઇન ધ આર્ટ્સ એન્ડ ધ એન્ટિક માર્કેટ’ નામના FATF રિપોર્ટને ટાંકીને આ વાત કહી. રિપોર્ટ અનુસાર, બેંકરે સ્વાર્થ માટે મોંઘા ભાવે એક સાદી પેઇન્ટિંગ ખરીદી હતી. જોકે રિપોર્ટમાં બેન્કર કે નેતાનું નામ નથી.