Fire In Six-Storey Building In Greater Noida: ગ્રેટર નોઇડામાં શનિવારે (3 ડિસેમ્બર) ના રોજ છ માળની ઇમારતમાં આગ ફાટી નીકળી હતી, ત્યારબાદ 50 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આગ એટલી ભીષણ હતી કે, તેને બુઝાવવા માટે ફાયર બ્રિગેડની 12 ગાડીઓને બોલાવવામાં આવી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
સમાચાર એજન્સી પીટીઆઈ દ્વારા ટાંકવામાં આવેલા વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ગ્રેટર નોઈડા (પશ્ચિમ)માં બિસરાખ વિસ્તારના શાહબેરી ગામમાં સ્થિત ઈમારતના ભોંયરામાં લાગેલી આગમાં કોઈને ઈજા થઈ નથી. બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગને બુઝાવવા માટે ફાયર બ્રિગેડના 12થી વધુ વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોઈન્ટ પોલીસ કમિશનર રવિશંકર છવીના જણાવ્યા અનુસાર, શાહબેરીમાં એક ઈમારતના બેઝમેન્ટમાં આગ લાગી હતી. એડિશનલ લો એન્ડ ઓર્ડર કમિશનર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
ફાયર બ્રિગેડના 12 વાહનો આગ ઓલવવામાં રોકાયા : એડિશનલ પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) રવિશંકર છવીએ જણાવ્યું હતું કે, આગને કારણે બિલ્ડિંગમાં 50થી વધુ લોકો ફસાયા હતા. ફાયર બ્રિગેડ અને પોલીસ અધિકારીઓ જેઓ સ્થળ પર દોડી આવ્યા હતા તેઓએ બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બચાવ્યા હતા. તેમણે કહ્યું કે, પોલીસ કંટ્રોલ રૂમને શનિવારે સવારે માહિતી મળી કે નોઈડાના શાહબેરી ગામના આશ્રમ વાલી ગલીમાં સ્થિત છ માળની ઈમારતના ભોંયરામાં આગ ફાટી નીકળી છે. તેમણે જણાવ્યું કે, ઘટનાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યોઃ અધિક પોલીસ કમિશનરે જણાવ્યું કે, લગભગ બે કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. તેમણે જણાવ્યું કે, આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. એડિશનલ ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે, આગ ઓલવ્યા બાદ આખી ઈમારતની શોધખોળ કરવામાં આવી હતી. આગની ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને બિલ્ડિંગનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) ફાયર વિભાગ પાસેથી મેળવ્યું હતું કે, કેમ તે શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.હાલ આ ઘટનામાં કોઈ જાનહાની કે જાનમાલના નુકસાનની કોઈ માહિતી નથી.
આ પણ વાંચો – શું લોકસભા ચૂંટણીમાં 2024માં G20ની અધ્યક્ષતાનો મળશે રાજકીય ફાયદો? આગામી સપ્તાહમાં ચર્ચા કરશે બીજેપીના રણનીતિકાર
નોઈડા સ્ક્રેપ વેરહાઉસમાં આગ: ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના કોટ દરીન ગામમાં શુક્રવારે રાત્રે એક ભંગારના વેરહાઉસમાં પણ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દરમિયાન કોઈ જાનહાનિ થઈ ન હતી. ચીફ ફાયર ઓફિસર પ્રદીપ ચૌબેએ જણાવ્યું હતું કે, મોડી રાત્રે આગ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.