No Confidence Motion: મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chouhan )સામે મધ્ય પ્રદેશ એસેમ્બલીમાં પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. સ્પીકર ગિરીશ ગૌતમે (Speaker Girish Gautam)તેને મંજૂરી આપી છે. 2011 પછી શિવરાજ સિંહ ચૌહાણ સામે પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ છે. આ પ્રસ્તાવ કોંગ્રસ લઇને આવી છે. બુધવારે તેના પર ચર્ચા થશે. કોંગ્રેસ નેતા ગોવિંદ સિંહે કહ્યું કે તેમણે 300 પોઇન્ટ્સ ભેગા કર્યા છે. ચર્ચા માટે 51ની પસંદગી કરવામાં આવી છે.
ગોવિંદ સિંહનું કહેવું છે કે તેમાં બધા જ મુદ્દા સામેલ છે. કાનૂન વ્યવસ્થા ધ્વસ્ત થવી, કેન્દ્રની સ્કીમોમાં ગોલમાલ, ભરતીઓમાં હેરાફેરી સાથે બીજા મામલા તેમાં સામેલ છે. ડ્રાફ્ટ પ્રમાણે સરકારે દારૂના ગેરકાયદેસર વેચાણ ઉપર પણ વિપક્ષના સવાલો સામે પસાર થવું પડશે. મહાકાલ લોકને લઇને પણ કોંગ્રેસ હુમલાવર છે. પાર્ટીનું કહેવું છે કે તેમાં મોટા પ્રમાણમાં ગોટાળો કરવામાં આવી રહ્યો છે. સરકારે આ મુદ્દા પર જવાબ આપવો જ પડશે.
બીજા જે મુદ્દા ડ્રાફ્ટમાં સામેલ છે તેમાં વિપક્ષના નેતાઓ સાથે અણગમતો વ્યવહાર, આદિવાસીઓ પર અત્યાચાર સાથે કાઉ શેલ્ટર્સની દયનીય હાલત પણ સામેલ છે. કોંગ્રેસનું કહેવું છે કે શિવરાજ સરકારના મંત્રી પૂરી રીતે ભ્રષ્ટાચારમાં લિપ્ત છે.
આ પણ વાંચો – ભાજપના ઘરમાંથી એક કૂતરો પણ મર્યો નથી, મલ્લિકાર્જૂન ખડગેના નિવેદન પર બબાલ
પૂર્વ સીએમ કમલનાથનું કહેવું છે કે છેલ્લા 18 મહિના દરમિયાન સરકાર દરેક મોરચે પર નિષ્ફળ રહી છે. ભ્રષ્ટાચાર ચરમ પર છે. જોકે સરકાર પોતાની ભૂલો સુધારવાના બદલે કોંગ્રેસના નેતાઓને નિશાન બનાવી રહી છે. ઇકોનોમિક ઓફેંસ વિંગને ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
બીજી તરફ શિવરાજ સરકારના મંત્રી નરોત્તમ મિશ્રાનું કહેવું છે કે તે ચર્ચા માટે તૈયાર છે. જોકે કોંગ્રેસે અવિશ્વાસ પ્રસ્તાવ કમલનાથ સામે લાવવો જોઇતો હતો. તેમનું કહેવું હતું કે રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરી હતી. ચર્ચા એ વાત પર કરવી જોઈએ કે આવું કેમ થયું?
ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશ એસેમ્બલીમાં કોંગ્રેસના 96 ધારાસભ્ય છે. બે ધારાસભ્ય સદનમાં આવી રહ્યા નથી. એક અસ્વસ્થ છે તો બીજા સામે મધ્ય પ્રદેશ પોલીસે કેસ નોંધેલો છે.