scorecardresearch

મહારાષ્ટ્ર : રેલવે ફૂટઓવર બ્રિજનો એક ભાગ ધરાશાયી, 60 ફૂટની ઊંચાઈએથી લોકો નીચે પડ્યા

મહારાષ્ટ્રમાં ફૂટઓવર બ્રિજ દુર્ઘટના : રેલવેએ ગંભીર રીતે ઇજાગ્રસ્ત મુસાફરોને 1 લાખ રૂપિયા અને સામાન્ય ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી

મહારાષ્ટ્ર : રેલવે ફૂટઓવર બ્રિજનો એક ભાગ ધરાશાયી, 60 ફૂટની ઊંચાઈએથી લોકો નીચે પડ્યા
ઘટના મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં બની છે (Photo: Twitter/@arpitalokmishra)

Foot Over Bridge Collapses In Maharashtra: મહારાષ્ટ્રમાં ફૂટઓવર બ્રિજ દુર્ઘટના સામે આવી છે. આ ઘટના મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં બની છે. ચંદ્રપુરમાં ફૂટઓવર બ્રિજનો એક ભાગ તુટી પડ્યો છે. જેમાં કેટલાક 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. બ્રિજની ઊંચાઇ 60 ફૂટ હતી અને જે સમયે આ દુર્ઘટના બની તે સમયે પુલ પર ઘણા લોકો હાજર હતા. બ્રિજ તુટવાના કારણે ઘણા લોકો 60 ફૂટની ઊંચાઇથી નીચે પડ્યા હતા.

આ બ્રિજ બલ્લારશાહ રેલવેના પ્લેટફોર્મ નંબર એકથી પ્લેટફોર્મ ચાર સુધીના બધા પ્લેટફોર્મને કનેક્ટ કરતો હતો. તસવીરોમાં જોવા મળે છે કે બ્રિજની વચ્ચેનો ભાગ તુટવાના કારણે આ ઘટના બની છે. રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.

રેલવેના સત્તાવાર નિવેદન પ્રમાણે 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તમામને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બલ્લારશાહ સ્ટેશન પર ઘણા મુસાફરો પ્લેટફોર્મ નંબર એકથી પ્લેટફોર્મ નંબર ચાર તરફ જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. અચાનક પુલની વચ્ચેના સ્લેબનો એક ભાગ ધરાશાયી થયો હતો, જેના કારણે ત્યાંથી પસાર થતા મુસાફરો પાટા પર પડી ગયા હતા.

આ પણ વાંચો – આગામી પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ઇજિપ્તના રાષ્ટ્રપતિ બનશે મુખ્ય અતિથિ

સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ શિવાજી સુતારે કહ્યું કે નાગપુર મંડલના બલ્લારશાહમાં સાંજે લગભગ 5.10ની આસપાસ ફૂટ ઓવર બ્રિજનો પ્રી-કાસ્ટ સ્લેબનો ભાગ તૂટી ગયો હતો. ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. રેલવેએ ગંભીર રીતે ઇજાગ્રસ્ત મુસાફરોને 1 લાખ રૂપિયા અને સામાન્ય ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

Web Title: Foot over bridge collapses in chandrapur maharashtra

Best of Express