કેરળના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓમાન ચાંડીનું મંગળવારે નિધન થયું છે. તેમણે 79 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. બેંગ્લુરુમાં તેમની સારવાર ચાલી રહી હતી. ઓમાન ચાંડીના નિધનની જાણકારી તેમના પુત્રએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને આપી હતી. તેમણે ઓમાન ચાંડીના ફેસબુક પેજ ઉપર લખ્યું કે અપ્પા નહીં રહે.. ઓમાન ચાંડીએ 2004,2006, 2011, 2016 વચ્ચે કેરળના મુખ્યમંત્રીના રૂપમાં કાર્યભાર સંભાળ્યો હતો. તેમની તબિયત વર્ષ 2019થી બગડી હતી. ચાંડીને ગળાના સંબંધિત બીમારી વધ્યા બાદ જર્મની લઇ જવાયા હતા.
કેરળના મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ
કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને પૂર્વ મુખ્યમંત્રી ઓમન ચાંડીએ નિધન પર ઉડું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે અમે એક જ વર્ષમાં વિધાનસભા માટે પસંદ થયા હતા. આ તબક્કે અમે વિદ્યાર્થી જીવનના માધ્યમથી રાજનીતિક ક્ષેત્રમાં આવ્યા હતા. અમે આ સમયમાં સાર્વજનિક જીવનજીવ્યું હતું.
વિધાનસભા ચૂંટણીમાં જીતનો રેકોર્ડ બનાવ્યો હતો
ઓમાન ચાંડી કોટ્ટાયમ જિલ્લામાં પોતાના ગૃહ નગર પુથુપલ્લીથી ચૂંટણી લડતા હતા. તેમણે સતત 12 વકથ વિધાનસભા ચૂંટણી જીતી હતી. મુખ્યમંત્રીના રૂપમાં તેમના કાર્યકાળ દરમિયાન આયોજિત જન સંપર્ક કાર્યક્રમમાં સેંકડો લોકોની લાંબા સમયથી પડતર ફરિયાદોનું તાત્કાલિક સમાધાન થયું હતું. કેરળમાં એખ વિધાનસભા પર આટલા લાંબા સમય સુધી ચૂંટણી જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
કેવી રહી રાજકીય ચૂંટણીની સફર
તેમણે વર્ષ 1970થી રાજ્ય વિધાનસભામાં પુથુપલ્લી નિર્વાચન ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ઓમન ચાંડીનો જન્મ કેરળના કોટ્ટાયમ જિલ્લાના કુમારકોમમાં થયો હતો. પુથુપપલ્લીમાં સેંટ જોર્જ હાઇસ્કૂલથી પોતાની સ્કૂલની શિક્ષા પુરી કરી હતી. ત્યારબાદ સીએમએસ કોલેજ અને ચંગાનાસારીમાં સેંટ બર્કમેન કોલેજમાં એડમિશન લીધું હતું.
આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ 18 જુલાઇ: નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિન, ભારતમાં પહેલીવાર ટેલિવિઝન પર રંગીન પ્રસારણ થયું
ઓમાન ચાંડીએ સરકારી લો કોલેજ એર્નાકુલમથી એલએલબીની ડિગ્રી લીધી હતી. ઓમાન ચાંડીએ કરુણાકર અને એ કે એન્ટની સરકારોમાં પણ મંત્રીના રૂપમાં કાર્ય કર્યું હતું.નાણા, ગૃહ અને શ્રમ વિભાગ સંભાળ્યો હતો.