ભારતની જી 20 સમિટ ચાલું થઈ ગઈ છે. તેની સંપૂર્ણ તૈયારી દુનિયાએ જોઈ લીધી છે. હવે એટલે કે આજે શનિવારે તેની દિશામાં એક મહત્વનો દિવસ સાબિત થવા જઇ રહ્યો છે. રાજધાની દિલ્હીમાં દરેક 20 દેશોના નેતા એક મંચ ઉપર એક સાથે આવનારા છે. બધાની ભેગી ફોટોગ્રાફી થવાની છે. અનેક દેશોની દ્વિપક્ષીય બેઠક પણ જોવા મળશે. આ કાર્યક્રમથી આખી દુનિયા સામે ભારત પોતાની તાકાત દેખાડશે.
શું છે આજનો આખો કાર્યક્રમ?
આજે શનિવારે જી 20 સમિટ યોગ્ય રીતે શરુ થશે કારણ કે તમામ પ્રકારના કાર્યક્રમ આજથી શરુ થશે. જેની શરુઆત સવારે 9.30 વાગ્યાથી થશે. દરેક મહેમાનોની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે વેલકમ ફોટોગ્રાફી થશે. માનવામાં આવી રહ્યું છે કે સવારે 9.30 વાગ્યે બધા મહેમાન ભારત મંડપમ પર પહોંચી જશે. આ એ જગ્યા છે જ્યાં જી20ના બધા કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. ફોટોગ્રાફી બાદ એ જગ્યા પર લીડર્ડ લાઉંચમાં નેતાઓની મુલાકાત પણ શરુ થશે.
ત્યારબાદ સવારે સાડા દસ વાગ્યે ભારત મંડપમમાં બનાવવામાં આવેલા ભવ્ય સમિટ હોલમાં જી 20નું પહેલું સશન આયોજિત કરવામાં આવશે. આ સેશનનું નામ વન અર્થ રાખવામાં આવ્યું છે. થીમ પ્રમાણે જ આ મુદ્દા પર વિચારોનું આદાન-પ્રદાન જોવા મળશે. ત્યારબાદ નેતાઓ માટે એક શાનદાર લંચની વ્યવસ્થા કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે લંચ બપોરે દોઢ વાગ્યા સુધી ચાલશે અને પછી નેતાઓની દ્વિપક્ષીય મુલાકાતોનો સમય થશે. હજી સુધી એ નક્કી નથી થયું કે કોણ કોણ નેતા કોને મળશે. પરંતુ એ જાણકારી શેર કરવામાં આવશે.
મુલાકાતો બાદ ત્રણ વાગ્યે સમિટ હોલમાં બીજું સેશન શરુ થશે. આ સેશનનું નામ વન ફેમિલી રાખવામાં આવ્યું છે. સેશન ખતમ થતાં મહેમાનોને આરાામ કરવા માટે સમય મળશે. દરેક મહેમાનોને બાદમાં તેમની હોટલ મોકલી દેવાશે. ત્યારબાદ મહેમાનો ફરી સાંજે સાત વાગ્યે કાર્યક્રમ પહેલા એકવાર ફરીથી વેલકમ ફોટોગ્રાફી થશે. ત્યા મહેમાનો માટે ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે.
માનવામાં આવી રહ્યું છે કે ડિનર દરમિયાન ભારતના રાજ્યના સીએમ પણ હાજર રહેનારા છે. એ સમયે પણ અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે. ત્યારબાદ નેતાઓ ફરીથી લીડર્સ લોન્ઝમાં એકઠાં થશે અને પછી પોતાની હોટલ જશે.
મોદી બાઈડનની મુલાકાતમાં શું થયું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે મુલાકાત કરી છે. ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ છે, વેપાર પર પણ ઊંડી ચર્ચા થઈ છે. મોટી વાત એ છે કે બંને નેતાઓની બેઠક ઉષ્માભરી રહી હતી. એક વીડિયો સામે આવ્યો છે જેમાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ બિડેન હાથ પકડીને ચહેરા પર સ્મિત સાથે સાથે ચાલી રહ્યા છે.
પીએમ મોદીએ પણ તે મીટિંગ વિશે ટ્વિટ કર્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિ બિડેનનું સ્વાગત કરીને ખૂબ જ ખુશ છે. અમારી બેઠક ફળદાયી હતી. અમે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી, ભારત-અમેરિકા સંબંધોને કેવી રીતે મજબૂત કરવા. વિશ્વની સમૃદ્ધિ માટે ભારત અને અમેરિકાની મિત્રતા આવી જ ચાલુ રહેશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે મીટિંગ દરમિયાન રાષ્ટ્રપતિ જો બિડેને પીએમ મોદીને ચંદ્રયાન 3 માટે અભિનંદન આપ્યા હતા. તેમણે એ વાત પર ખુશી વ્યક્ત કરી કે ભારત પ્રથમ વખત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું છે. આ સિવાય બંને નેતાઓ વચ્ચે ક્વોડ પર પણ ચર્ચા થઈ હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં આ સંગઠન જે રીતે મજબૂત બન્યું છે.





