G20 Summit Declaration : નવી દિલ્હી યોજાયેલા જી20 સમિટમાં નેતાઓની ઘોષણાને શનિવારે સંપૂર્ણ સર્વસંમતિ સુધી પહોંચાડવા માટે ભારતીય વિદેશ સેવાના ચાર રાજદ્વારીઓને સભ્ય દેશો સાથે ઘણા મહિનાઓ સુધી મહેનત કરવી પડી છે. 3 સપ્ટેમ્બરથી તેઓ સતત જાગી રહ્યો છે. આ ચાર અધિકારીઓના નામ છે – અભય ઠાકુર, આશિષ સિંહા, નાગરાજ નાયડુ કાકાનુર અને એનમ ગંભીર.
ચારેય રાજદ્વારીઓ હિન્દી અને અંગ્રેજી ઉપરાંત વિદેશી ભાષાઓના જાણકાર
અધિક સચિવ અભય ઠાકુર ભારતના જી20 શેરપા અમિતાભ કાંતના નંબર 2 સૂસ-શેરપા છે. તેઓ મોરેશિયસ અને નાઈજીરીયામાં ભારતના રાજદૂત રહી ચુક્યા છે અને વિદેશ મંત્રાલયમાં નેપાળ અને ભૂતાનને સંભાળી ચુક્યા છે. ઠાકુર વિદેશ મંત્રીની ઓફિસમાં ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. તેઓ રશિયન ભાષા પણ બોલે છે, જે તેમણે પોતાની તાલીમના ભાગ રૂપે શીખી હતી. જે અહીં તમેને બહુ કામ લાગી છે. કાકાનુર ટીમમાં સંયુક્ત સચિવ નાગરાજ નાયડુ ચીની ભાષાના નિષ્ણાત છે. નાયડુ, જેઓ યુક્રેન સંઘર્ષમાં મુખ્ય વાટાઘાટકાર હતા, યુએન જનરલ એસેમ્બલીના 76માં સત્રના પ્રમુખના શેફ ડી કેબિનેટ તરીકે વ્યાપક બહુપક્ષીય અનુભવ ધરાવે છે. તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નાયબ સ્થાયી પ્રતિનિધિ હતા અને યોગમાં નિષ્ણાત હોવાને કારણે યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું હતું.
આ અધિકારીઓ વિદેશ મંત્રાલયમાં ઉચ્ચ રાજદ્વારી વિભાગમાં કામ કરવાનો અનુભવ
1998 બેચના IFS નાયડુ એક અસ્ખલિત ચીની વક્તા સ્પીકર છે અને તેમણે બેઈજિંગ, હોંગકોંગ અને ગુઆંગઝૂમાં ચાર અલગ-અલગ પદો પર સેવા આપી છે. તેમણે વિદેશ મંત્રાલયના ઈકોનોમિક ડિપ્લોમસી ડિવિઝનની જવાબાદી સંભાળી છે અને યુરોપ વેસ્ટ ડિવિઝનનું નેતૃત્વ કર્યું છે. જ્યાં તેઓ યુકે ફ્રાન્સ, જર્મની, ઇટાલી, સ્પેન અને યુરોપિયન યુનિયન સહિત મુખ્ય G7 દેશો સાથેના સંબંધોનો હવાલો સંભાળતા હતા. તેમણે ફ્લેચર સ્કૂલ ઓફ લો એન્ડ ડિપ્લોમસીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી છે.
4 અધિકારીઓની ટીમમાં એક માત્ર મહિલા
ભારતના આ 4 રાજદ્વારીઓની ટીમમાં સામેલ એકમાત્ર મહિલા અધિકારીનું નામ છે ઇનામ ગંભીર. એનમ ગંભીર હાલમાં સંયુક્ત સચિવ G20 અને 2005 બેચની IFS અધિકારી છે. તેમણે ન્યુયોર્કમાં યુનાઈટેડ નેશન્સ હેડક્વાર્ટર ખાતે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના 74મા સત્રના પ્રમુખના કાર્યાલયમાં શાંતિ અને સુરક્ષા મુદ્દાઓ પર વરિષ્ઠ સલાહકાર તરીકે સેવા આપી છે.
એનમ ગંભીર મેક્સિકો અને આર્જેન્ટિના સહિત લેટિન અમેરિકાના દૂતાવાસોમાં પણ કામ કરી ચૂક્યા છે. અસ્ખલિત સ્પેનિશ વક્તા એનમ ગંભીરે વર્ષ 2011 થી 2016 દરમિયાન નવી દિલ્હીમાં કામ કરતી વખતે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાન સાથે સંબંધિત મુદ્દાઓ સંભાળ્યા છે. તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનમાં પણ સેવા આપી છે. તેમની પાસે દિલ્હી યુનિવર્સિટીમાંથી ગણિતમાં અને જીનીવા યુનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીય સુરક્ષામાં બે માસ્ટર ડિગ્રી છે. તેઓ સ્પેનિશ, અંગ્રેજી અને હિન્દીમાં કવિતા લખે છે.
2005 બેચના અન્ય IFS અધિકારી આશિષ સિન્હા પણ સ્પેનિશ ભાષાના જાણકાર છે અને તેમણે મેડ્રિડ, કાઠમંડુ, ન્યૂયોર્ક અને નૈરોબીમાં સેવા આપી છે. નવી દિલ્હીમાં તેમણે વિદેશ મંત્રી અને પાકિસ્તાનના કાર્યાલયમાં ડેસ્ક ઓફિસર તરીકે કામગીરી કરી છે. G20માં સંયુક્ત સચિવ બનવાની પહેલા તેઓ છેલ્લા સાત વર્ષથી બહુપક્ષીય સેટિંગ્સમાં ભારત માટે વાટાઘાટો કરી રહ્યા છે.
નાયડુ અને ગંભીરને યુક્રેન સંઘર્ષના મુદ્દા પર વાટાઘાટો કરવાનું મુશ્કેલ કાર્ય સોંપવામાં આવ્યું હતું. જ્યારે તેમણે જી20 શેરપા બેઠકો માટે વિવિધ સ્થળોનો પ્રવાસ કર્યો હતા. રાજદ્વારીઓથી ભરેલા રૂમમાં પોતાના મનની વાત કહેવાનો બહુ અવકાશ ન હતો તે જાણીને, તેમણે કોફી પર એક – પર એક સેશન યોજ્યા. એક વાટાઘાટકારે કહ્યું કે, “તમામ પક્ષો આમાં વધુ વાજબી હતા.” બાલી પછી તરત જ પડકાર સામે આવ્યો. “નવેમ્બરમાં છેલ્લી સમિટના માંડ એક મહિના પછી ડિસેમ્બરમાં સર્વસંમતિ (યુક્રેન પર) પડી ભાંગી ગઈ,” એક વાટાઘાટકારે કહ્યું. આનાથી નવી ફોર્મ્યુલેશન સાથે આવવાની જરૂર હતી.
ભારતના 4 રાજદ્વારીની 300 દ્વિપક્ષીય બેઠકો અને 200 કલાકની મહેનત
ભારતના G20 શેરપા અમિતાભ કાંતે રવિવારે કહ્યું કે ભારતીય રાજદ્વારીઓની ટીમે નવી દિલ્હી ‘લીડર્સ સમિટ’માં અપનાવવામાં આવેલા ‘જી20 ઘોષણા’ પર સર્વસંમતિ બનાવવા માટે 200 કલાકથી વધુ સમય સુધી સતત વાતચીત કરી. સંયુક્ત સચિવો ગંભીર અને નાગરાજ નાયડુ સહિતના રાજદ્વારીઓની એક ટીમે 300 દ્વિપક્ષીય બેઠકો યોજી હતી અને ‘G20 લીડર્સ સમિટ’ના પ્રથમ દિવસે સર્વસંમતિ બનાવવા માટે વિવાદાસ્પદ યુક્રેન સંઘર્ષ પર તેમના સમકક્ષોને 15 ડ્રાફ્ટનું વિતરણ કર્યું હતું. કાન્તે કહ્યું, “સમગ્ર G20 સમિટનો સૌથી જટિલ ભાગ ભૌગોલિક રાજકીય પેરાગ્રાફ (રશિયા-યુક્રેન) પર સર્વસંમતિ બનાવવાનો હતો.” આ 200 કલાકથી વધુની સતત વાટાઘાટો, 300 દ્વિપક્ષીય બેઠકો, 15 ડ્રાફ્ટ્સ સાથે કરવામાં આવ્યું હતું. કાન્તે જણાવ્યું હતું કે નાયડુ અને ગંભીરે તેમને આ પ્રયાસમાં ઘણો સાથ આપ્યો હતો.
ભારત આ વિવાદાસ્પદ મુદ્દા પર G20 દેશો વચ્ચે અભૂતપૂર્વ સર્વસંમતિ બનાવવામાં સફળ રહ્યું અને બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા અને ઇન્ડોનેશિયા જેવા ઊભરતાં અર્થતંત્રોએ આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ‘જી20 લીડર્સ ડિક્લેરેશન’માં યુક્રેન પર રશિયાના આક્રમણનો ઉલ્લેખ ટાળવામાં આવ્યો હતો અને તેના બદલે તમામ દેશોને એકબીજાની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વના સિદ્ધાંતોનું સન્માન કરવા હાકલ કરવામાં આવી હતી. “અમે તમામ દેશોને પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વ, આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદો અને શાંતિ અને સ્થિરતાનું રક્ષણ કરતી બહુપક્ષીય વ્યવસ્થા સહિત આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંતોને સમર્થન આપવા માટે હાકલ કરીએ છીએ,” એવું ઘોષણામાં જણાવ્યું હતું.