ડેમોક્રેટિવ પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના ચીફ ગુલામ નબી આઝાદે કોંગ્રેસ પાર્ટી પર આકરો પ્રહાર કર્યો છે. તેમણે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં કહ્યું કે કોંગ્રેસની વર્તમાન લીડરશિપનો દેશના લોકો પર કોઇ પ્રભાવ નથી. હું કોંગ્રેસ પાર્ટીને એક્સપોઝ અને પુરી રીતે ખતમ કરવા માંગતો નથી.
ગુલામ નબી આઝાદે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું કે નેહરુ, રાજીવ અને ઇન્દિરા મોટા નેતા હતા. તેમની પાસે જનતાનું સમર્થન હતું, જનતા તેમની ઇજ્જત કરતી હતી. તે સમયે સાથે પોતાના કામ દ્વારા વાપસી કરી શકતા હતા. તેમણે કહ્યું કે હું કોંગ્રેસ પાર્ટીને પુરી રીતે એક્સપોઝ અને ખતમ કરવા માંગતો નથી. મારા લીડરશિપ સાથે કેટલાક મતભેદ અવશ્ય છે પણ મારો કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ વિચારધારાથી કોઇ મતભેદ નથી.
તેમણે કહ્યું કે કોંગ્રેસનું વર્તમાન નેતૃત્વ કહે છે કે અમને 60થી ઉપરના નેતા જોઇતા નથી. આ એક રાજનેતા માટે પરિપક્વ ઉંમર છે, જ્યારે લોકો તમને ગંભીરતાથી લે છે. આ ખોટું આકલન છે. તેમણે કહ્યું કે મારો કોંગ્રેસની વિચારધારા કે પહેલાના કોંગ્રેસ નેતૃત્વથી કોઇ મતભેદ નથી. મેં મારી બુકમાં નેહરુ જી ના સમયમાં, ઇન્દિરા જી ના સમયમાં, રાજીવ જી ના સમયમાં શું ખોટું થયું તેનો ઉલ્લેખ કર્યો છે. જોકે મેં એ પણ કહ્યું છે કે તે મોટા નેતા હતા.
આ પણ વાંચો – રાહુલ ગાંધીએ સાંસદ પદ પાછું મેળવવા માટે પિતા-પુત્રીની આ જોડી પર કર્યો વિશ્વાસ
પોતાના પુસ્તક આઝાદ એક આત્મકથા ના વિમોચનની પૂર્વ સંધ્યા પર ગુલામ નબી આઝાદે તે લોકોને સખત ફટકાર લગાવી જે વિદાય ભાષણ અને નિયમિત ભાષણ વચ્ચે અંતર કરતા નથી. તેમણે કહ્યું કે એવા લોકોની રાજનીતિ સમજ અતિસંદિગ્ધ છે. પ્રધાનમંત્રી સાથે તેમના સારા સંબંધો તે સમયથી છે જ્યારે તે ભાજપના મહાસચિવ હતા.
ગુલામ નબી આઝાદ પાંચ દાયકાથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા રહ્યા છે. તેમણે ગત વર્ષે કોંગ્રેસ પાર્ટી છોડીને સપ્ટેમ્બરમાં પોતાની અલગ પાર્ટી બનાવી હતી. અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં તેમણે કહ્યું હતું કે મને આશા છે કે જમ્મુ કાશ્મીરમાં જલ્દી ચૂંટણી થશે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ છોડ્યા પછી તેમની ગાંધી પરિવાર સાથે ફોન પર કોઇ વાતચીત થઇ નથી. કોંગ્રેસમાં વાપસીના સવાલ પર કહ્યું કે પર્સનલ રિલેશન રહેશે પણ કોંગ્રેસમાં ફરી સામેલ થવાની સંભાવની ઘણી ઓછી છે.