નશામાં ધૂત ગોવાના DIG એ પબમાં મહિલા સાથે કર્યો દુર્વ્યવહાર, તો પડી થપ્પડ, વીડિયો વાયરલ

Goa DIG misbehavior video : ગોવા ડીઆઈજી પર ગુરુવારે રાત્રે એક ક્લબમાં એક મહિલાની છેડતી કરવાનો આરોપ છે. જ્યારે ગોવા ફોરવર્ડ પાર્ટી (GFP) ના ધારાસભ્ય વિજય સરદેસાઈએ વિધાનસભામાં આ મામલો ઉઠાવ્યો, ત્યારે મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે કાર્યવાહીનું આશ્વાસન આપતા કહ્યું કે, ગૃહમાં આવા વર્તનને સહન કરવામાં આવશે નહીં. જણાવવામાં આવી રહ્યું છે કે, મહિલાની છેડતી કર્યા બાદ ડીઆઈજીને થપ્પડ પણ મારવામાં આવી હતી.

Written by Kiran Mehta
August 10, 2023 19:39 IST
નશામાં ધૂત ગોવાના DIG એ પબમાં મહિલા સાથે કર્યો દુર્વ્યવહાર, તો પડી થપ્પડ, વીડિયો વાયરલ
નશામાં ધૂત ગોવાના DIG એ પબમાં મહિલા સાથે કર્યો દુર્વ્યવહાર, તો પડી થપ્પડ

ગોવાના ડીઆઈજીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આરોપ છે કે, DIGએ દારૂના નશામાં મહિલાની છેડતી કરી હતી. વીડિયો એક પબનો જણાવવામાં આવી રહ્યો છે. આરોપ છે કે, ડીઆઈજી એક પબ પણ પહોંચ્યા હતા, જ્યાં તેમના પર દારૂના નશામાં એક મહિલાની છેડતી કરવાનો આરોપ હતો. હવે રાજ્ય સરકારે આ મામલે કાર્યવાહી કરી છે.

ગોવાના DIG પર છેડતીનો આરોપ

જાણકારી અનુસાર, ઓફિસર પર ગુરુવારે રાત્રે એક ક્લબમાં એક મહિલાની છેડતી કરવાનો આરોપ છે. જ્યારે ગોવા ફોરવર્ડ પાર્ટી (GFP) ના ધારાસભ્ય વિજય સરદેસાઈએ વિધાનસભામાં આ મામલો ઉઠાવ્યો, ત્યારે મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે કાર્યવાહીનું આશ્વાસન આપતા કહ્યું કે, ગૃહમાં આવા વર્તનને સહન કરવામાં આવશે નહીં. જણાવવામાં આવી રહ્યું છે કે, મહિલાની છેડતી કર્યા બાદ ડીઆઈજીને થપ્પડ પણ મારવામાં આવી હતી.

વાયરલ વીડિયો પર લોકોની પ્રતિક્રિયા

એક યુઝરે લખ્યું કે, “અશિષ્ટતા કરનારા અધિકારીઓની ઓળખ કરવી જોઈએ અને તેમની સેવા સમાપ્ત કરવી જોઈએ.” અન્ય એક યુઝરે લખ્યું, “નશો સૌથી પહેલા સભ્યતા છીનવી લે છે અને વ્યક્તિ ખોટું કામ કરવા લાગે છે. જેઓ વધુ પડતો નશો કરે છે તેમનાથી દૂર રહેવું જોઈએ.’ બીજાએ લખ્યું, ‘ પબમાં દરેક જણ દારૂ પીવા જ જાય છે.’

એક ટ્વિટર યુઝરે લખ્યું, ‘આવા અધિકારીઓ આટલા દિવસો સુધી ડિપાર્ટમેન્ટમાં રહીને લોકોની સેવા કેવી રીતે કરે છે?’ એકે લખ્યું, ‘આવા અધિકારીઓ સામે કાર્યવાહી કરીને એક દાખલો બેસાડવો જોઈએ.’ એકે લખ્યું, ‘મહિલાએ એક-બે થપ્પડ લગાવી ખોટું કર્યું, આવા લોકોને ઓછામાં ઓછા 20 થપ્પડ તો મારવા જોઈએ. જોકે, આ ઘટના ક્યારે બની તે સ્પષ્ટ નથી.

વાયરલ વીડિયો બાદ હવે આરોપી DIG સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. ગોવાના ડીજીપી જસપાલ સિંહે ટ્વીટ કર્યું છે કે, ગેરવર્તણૂકના અલગ-અલગ કિસ્સાઓના આધારે IPS અધિકારીઓનું મૂલ્યાંકન ન કરો. તેઓ દેશની સેવા કરવા માટે લાંબી, સખત અને સાવચેતીભરી તાલીમમાંથી પસાર થાય છે. તેઓ આતંકવાદ, ઉગ્રવાદ, નક્સલવાદ અને રોજબરોજના ગુનાઓ સામે પણ લડી રહ્યા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ