Guidelines for TV Channels: કેન્દ્રીય મંત્રિમંડળે ભારતમાં ટેલિવિઝન ચેનલોના અપલિંકિંગ અને ડાઉલિંકિંગ માટે દિશા નિર્દેશ, 2022ને મંજૂરી આપી દીધી છે. જે અંતર્ગત ચેનલો માટે રાષ્ટ્રીય અને સાર્વજનિક હિતમાં કન્ટેન્ટ પ્રસારિત કરવું ફરજિયાત થઈ ગયું છે.
નવી ગાઈડલાઈન અંતર્ગત દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ સુધી લોક સેવા અને રાષ્ટ્રીય હિત સંબંધિ કાર્યક્રમોનું પ્રસારણ કરવું પડશે. આ પ્રકારના કન્ટેન્ટના નિર્માણ માટે ચેનલોને આઠ થીમ આપવામાં આવી છે. સરકાર અનુસાર આ પગલાં પાછળનું તર્ક એ છે કે એરવેવ સાર્વજનિક સંપત્તિ છે અને સમાજના સર્વોત્તમ હિતમાં આનો ઉપયોગ કરવો જરૂરી છે.
આ ગાઇડલાઈન 9 નવેમ્બર 2022થી અમલી છે. જોકે, માહિતી અને પ્રસારણ મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે ચેનલોએ આ પ્રકારના કાર્યક્રમોનો કોન્સેપ્ટ વિચારવો અને તેનું નિર્માણ માટે સમય આપવામાં આવ્યો છે.
આ વિષયો ઉપર દેખાવડા પડશે કાર્યક્રમો
ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે એરવેવ્સ/ફ્રિક્વેન્સી સાર્વજનિક સંપત્તિ છે અને સમાજના સર્વોત્તમ હિતમાં ઉપયોગ કરવાની આવશ્યક્તા છે. આવી સ્થિતિમાં એક કંપની પાસે આ દિશાનિર્દેશોની જેમ કોઈ ચેનલને અપલિંક કરવા અને ભારતમાં તેનું ડાઉનલિંકિક કરવાની મંજૂરી છે. ચેનલોએ રાષ્ટ્રીય મહત્વ અને સામાજિક પ્રાસંગિક્તાના વિષયો ઉપર દિવસમાં ઓછામાં ઓછી 30 મિનિટ માટે કાર્યક્રમનું પ્રસારણ કરે.
આ વિષયોમાં શિક્ષા અને સાક્ષરતાનું પ્રસારણ, કૃષિ અને ગ્રામીણ વિકાસ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ, વિજ્ઞાન અને ટેક્નોલોજીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહિલાઓનું કલ્યાણ, સમાજના નબળા વર્ગોનું કલ્યાણ, પર્યાવરણ અને સંસ્કૃતિક વિરાસતની સુરક્ષા અને રાષ્ટ્રીય એક્તાના કાર્યક્રમનો સમાવેશ કરવું અનિવાર્ય છે.