ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યમાં સમાન નાગરિક સંહિતાને લાગુ કરવાની જાહેરાત પર તમામ નેતાઓ તરફથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. કોંગ્રેસ મહાસચિવ રણદીપ સુરજેવાલાએ આ મુદ્દા પર બીજેપીને ઘેર્યું છે અને તેને એક ષડયંત્રનો ભાગ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે બીજેપી ચૂંટણી પહેલા હિન્દુ-મુસ્લિમ અને જાત-પાત જ કરે છે.
રણદીપ સુરજેવાલાએ કહ્યું કે ગુજરાતમાં ચૂંટણી થઇ રહી છે, જ્યારે ચૂંટણી આવે છે બીજેપીનો એક મુદ્દો છે હિન્દુ-મુસ્લિમ કરો, જાત-પાત કરો, કેટલાકને લડાવો. આ બધું ષડયંત્રનો ભાગ છે. દેશના લોકો તેમને ઓળખી ગયા છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ચાલી રહી છે અને હાલના સમયે તેલંગાણામાં છે. જે પ્રકારનો ઉત્સાહ છે તેની ચર્ચા આખા દેશમાં થઇ રહી છે, તો એક તરફ એજન્ડા છે ભ્રષ્ટાચાર, મોંઘવારી, ભુખમરી હવે લોકોએ પસંદ કરવાનું છે.
આ પણ વાંચો – ગુજરાત સરકારનો મોટો નિર્ણય, યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરાવવા માટે HCના રિટાયર્ડ જજના નેતૃત્વમાં બનશે કમિટી
બીજી તરફ ગુજરાતના શિક્ષા મંત્રી જીતુ વાઘાણીએ સમાન નાગરિકતા સંહિતાને લાગુ કરવા માટે એક સમિતિ બનાવવાનું સમર્થન કરતા કહ્યું કે હું આનું સ્વાગત કરું છું. સમાન નાગરિક સંહિતા બધાને સમાન અધિકાર આપે છે. રાજ્યના લોકો તેને ઇચ્છે છે અને તેમનો અવાજ સાંભળીને અમે આ નિર્ણય કર્યો છે.
ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દેશના ગૃહ મંત્રી અમિત શાહના નેતૃત્વમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે કેબિનેટની બેઠકમાં એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. બેઠકમાં સમાન નાગરિક સંહિતા માટે એક સમિતિ ગઠન કરવાનો નિર્ણય થયો છે.