ગુજરાત વિધાનસભા ચૂંટણી: રાહુલ ગાંધી ‘ભારત જોડો યાત્રાથી’ લેશે વિરામ, ગુજરાત વિધાનસભા ચૂંટણી જંગમાં ઝંપલાવશે

Gujarat Assembly Election: રાહુલ ગાંધી (Rahul Gandhi) 'ભારત જોડો યાત્રાથી (Bharat jodo yatra)' લેશે વિરામ, ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat assebly election) જંગમાં ઝંપલાવશે

Written by mansi bhuva
Updated : November 14, 2022 14:11 IST
ગુજરાત વિધાનસભા ચૂંટણી: રાહુલ ગાંધી ‘ભારત જોડો યાત્રાથી’  લેશે વિરામ, ગુજરાત વિધાનસભા ચૂંટણી જંગમાં ઝંપલાવશે
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે

ભારત જોડોની યાત્રાને લઇ નીકળેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એક દિવસ માટે વિરામ લેશે. આ દરમિયાન તેઓ 22 નવેમ્બરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. જ્યાં તેઓ પાર્ટી માટે પ્રચાર કરશે. સાથે જ કોંગ્રેસની તરફેણમાં માહોલ બનાવવાનો પ્રયત્ન હાથ ધરશે. હાલ રાહુલ ગાંધી મહારાષ્ટ્રના પ્રવાસે છે. જ્યાં તેઓ ડ્રમ પર તેનું કૌશલ્ય દર્શાવતો નજર આવ્યો હતો.

રાહુલ ગાંધી પર ટીકાઓનો પ્રહાર

ઉલ્લેખનીય છે કે, 12 નવેમ્બરના રોજ યોજાનારી હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી પ્રચારમાં ભાગ ન લેવા બદલ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ભાજપની ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

રાહુલ ગાંધીએ ચૂંટણી સંગ્રામમાં ઝંપલાવ્યુ

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાંથી એક દિવસનો બ્રેક લઇ ગુજરાતની મુલાકાતે આવશે. રાહુલ ગાંધી આજે મહારાષ્ટ્રમાં હતા. જ્યાંથી આ યાત્રાને આગળ પ્રસ્થાન કરાવી 20 નવેમ્બરના રોજ મધ્યપ્રદેશમાં પ્રવેશ કરશે. યાત્રાના પ્રસ્થાન પહેલાં તે મહારાષ્ટ્રના પાંચ જિલ્લામાં 382 કિલોમીટરનું અંતર કાપશે. મહત્વનું છે કે, ભારત જોડો યાત્રા 7 નવેમ્બરે તેલંગાણાથી મહારાષ્ટ્રમાં પ્રવેશી હતી. તામિલનાડુના કન્યાકુમારીથી 7 સપ્ટેમ્બરે શરૂ થયેલી આ યાત્રા અત્યાર સુધીમાં છ રાજ્યોના 28 જિલ્લાઓની મુલાકાત લઈ ચૂકી છે.

કોંગ્રેસ 9 ઉમેદવારની યાદી જાહેર કરશે

ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. જે અંતર્ગત પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ થશે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે. જ્યારે 8 ડિસેમ્બરએ મતગણતરી હાથ ધરાશે. આ સાથે ગુજરાતમાં ક્યો પક્ષ બાજી મારે છે તેની તસવીર સાફ થઇ જશે. પરંતુ આ પહેલા હજુ કોંગ્રેસ 9 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરશે. આ સાથે કોંગ્રેસ પક્ષ તરફથી વિઘાનસભાની 104 સીટ માટે ઉમેદવારોની જાહેરાત થઇ ગઇ છે.

આ પણ વાંચો: પંજાબના અમૃતસરમાં વહેલી સવારે ધરતી ધ્રુજી, 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

બીજેપીને ગઢમાં હરાવવાની રણનીતિ

મહત્વનું છે કે, કોંગ્રેસે 4 નવેમ્બરના રોજ ચૂંટણી માટે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી હતી. જ્યારે 10 નવેમ્બરના રોજ બીજી સૂચી બહાર પાડી વધુ 46 ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ ઇતિહાસમાં સૌથી રસપ્રદ માહોલ જામ્યો છે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખીયો જંગ છે. વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં ભાજપના 27 વર્ષના શાસનને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે.

ગુજરાત વિધાસનભા ચૂંટણી રસપ્રદ

જેને પગલે આપએ (AAP) લોકોને પોતાના સંકજામાં લાવવા માટે મફત શિક્ષણ, મફત વીજળી, ખેડૂતોનું દેવું માફ કરવાની બેફામ જાહેરાતો કરી છે. તો કોંગ્રેસ પણ લોકોને વાયદા કરવામાં પાછળ રહ્યું નથી.મહત્વનું છે કે, રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ શાસન કરે છે. ત્યારે ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે. કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ ભાજપને ટક્કર આપવા મેદાનમાં છે, જેના કારણે ગુજરાતની ચૂંટણી ઘણી રસપ્રદ બની છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ