સત્યપાલ મલિકનો ભાજપ પર પ્રહાર, કહ્યું- ગુજરાત, હિમાચલમાં બીજેપીની ઓછી થશે સીટો

મેઘાલયના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું - કેન્દ્ર સરકારે ત્રણેય કૃષિ કાનૂન તો પાછા લીધા પણ તે સમયે કરેલો વાયદો પુરો કર્યો નથી

Written by Ashish Goyal
November 16, 2022 22:06 IST
સત્યપાલ મલિકનો ભાજપ પર પ્રહાર, કહ્યું- ગુજરાત, હિમાચલમાં બીજેપીની ઓછી થશે સીટો
મેઘાલયના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક (Photo Credit – Express File Photo)

Satya Pal Malik: મેઘાલયના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે પોતાના બેબાક નિવેદન માટે જાણીતા છે. તે હંમેશા કોઇ ના કોઇ પ્રકારે કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કરતા રહે છે. સત્યપાલ મલિકે ફરી ભાજપ પર પ્રહાર કરી ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીને લઇને મોટો દાવો કર્યો છે.

સત્યપાલ મલિકે કહ્યું કે આ બધો મીડિયાનો ખેલ છે, કોઇ મોદી-મોદી કરી રહ્યું નથી. જ્યાં ચૂંટણી થઇ રહી છે ત્યાં બીજેપીની સીટો ઘટશે. લોકસભામાં ભારતીય જનતા પાર્ટીની ખબર જ નહીં પડે. મલિકે દાવો કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી બંગાળ, કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં પણ ચૂંટણી હારશે.

ઉત્તર પ્રદેશની રાજનીતિને લઇને સત્યપાલ મલિકે કહ્યું કે ત્યાં પૈસાની લાલચમાં બસપા પ્રમુખ માયાવતી અંતમાં આવીને ખેલ કરી નાખે છે. બાકી ના બીજેપી પંજાબ જીતી રહી છે અને ના હરિયાણા જીતી રહી છે. લોકો બીજેપીની ગેમ સમજી ગયા છે.

આ પણ વાંચો – મમતા બેનર્જીએ કહ્યું- હું પ્રધાનમંત્રીને મળી, હવે શું તેમના પગમાં પડી જાઉં?

કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા મલિકે કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઘઉંની કિંમત વધશે. આ પહેલા જ અદાણીએ પાનીપતમાં ગોડાઉન બનાવી દીધા છે. ખેડૂતોને પાકના યોગ્ય કિંમત મળી નથી. કેન્દ્ર સરકારે ત્રણેય કૃષિ કાનૂન તો પાછા લીધા પણ તે સમયે કરેલો વાયદો પુરો કર્યો નથી.

ગર્વનર રહેતા મારા પર દબાણ હતું – સત્યપાલ મલિક

સત્યપાલ મલિકે કહ્યું કે ખેડૂતો પર કરવામાં આવેલા કેસ પરત ખેંચ્યા નથી અને ખેડૂતોને એમએસપીની કિંમતો મળી નથી. એમએસપીની ગેરન્ટી કાનૂનની વાત થઇ રહી નથી. જો ફરીથી કિસાન આંદોલન થયું તો તે દરેક સ્થાને ખેડૂતો વચ્ચે પહોંચશે. તેમણે કહ્યું કે ગર્વનર રહેતા દબાણ તો તેમના પર ઘણું આવ્યું હતું પણ તે દબાણ તેમણે માન્યું ન હતું.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ