Gyanvapi Verdict : અલ્હાબાદ હાઈકોર્ટે સોમવારે જ્ઞાનવાપી સંકુલના ‘વ્યાસ ભોંયરા’ માં હિન્દુ પક્ષોને પૂજા કરવાની મંજૂરી આપતા તેના આદેશને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. મુસ્લિમ પક્ષે વારાણસી જિલ્લા ન્યાયાધીશના આદેશ વિરુદ્ધ અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને વ્યાસ ભોંયરામાં પૂજા કરવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. આ મામલે મુસ્લિમ પક્ષની અરજી સોમવારે હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યા બાદ, હવે વ્યાસ ભોંયરામાં પૂજા પહેલાની જેમ જ ચાલુ જ રહેશે. ઉપરાંત, જિલ્લા મેજિસ્ટ્રેટ ‘તહખાના’ના રીસીવર તરીકે ચાલુ જ રહેશે.
જ્ઞાનવાપી કેસ : જિલ્લા મેજિસ્ટ્રેટ ‘તહખાના’ના રીસીવર તરીકે ચાલુ રહેશે
વકીલ પ્રભાષ પાંડેએ કહ્યું, “કોર્ટે જિલ્લા ન્યાયાધીશના આદેશ વિરુદ્ધ મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી, આનો અર્થ એ થયો કે પૂજા જેમ છે તેમ ચાલુ રહેશે. જિલ્લા મેજિસ્ટ્રેટ ‘તહખાના’ના રીસીવર તરીકે ચાલુ જ રહેશે. આ આપણા સનાતન ધર્મની મોટી જીત છે, તેઓ (મુસ્લિમ પક્ષ) નિર્ણયની સમીક્ષા માટે જઈ શકે છે. હાલમાં હિન્દુ પૂજા ચાલુ જ રહેશે.”
હરિશંકર જૈને કહ્યું, કોર્ટે પૂજા કરવાનો અધિકાર માન્ય રાખ્યો છે
જ્ઞાનવાપી કેસ પર વકીલ હરિ શંકર જૈને કહ્યું, “આ આવકારદાયક નિર્ણય છે. હાઈકોર્ટે હિન્દુઓના પૂજાના અધિકારને યથાવત રાખ્યો છે. 1993 સુધી, હિન્દુઓ વ્યાસ તાહખાનામાં પૂજા કરતા હતા, પરંતુ ગેરકાયદેસર તેમને રોકી દેવામાં આવ્યા હતા, અને પૂજા બંધ કરાવી દીધી હતી. તેઓ (મુસ્લિમ પક્ષકારો) સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે, પરંતુ અમે વિરોધ કરવા પણ તૈયાર છીએ…”
મુસ્લીમ પક્ષ સુપ્રીમ કોર્ટમાં જશે તો અમે કેવિયેટ ફાઇલ કરીશું
હિંદુ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ વિષ્ણુ શંકર જૈન કહે છે, “આજે, અલ્હાબાદ હાઈકોર્ટે 17 અને 31 જાન્યુઆરીના આદેશો વિરુદ્ધ અંજુમન ઈન્તેઝામિયાની પ્રથમ અપીલને ફગાવી દીધી છે અને આદેશની અસર એ છે કે, ચાલુ પૂજા ચાલુ જ રહેશે. જ્ઞાનવાપી કેમ્પસ અંજુમન વ્યવસ્થા સુપ્રીમ કોર્ટમાં જશે, તો અમે સુપ્રીમ કોર્ટ સમક્ષ અમારી કેવિયેટ ફાઇલ કરીશું.”
અલ્હાબાદ હાઈકોર્ટે શું કહ્યું?
એડવોકેટ સુભાષ નંદન ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, “આજે હાઈકોર્ટે પણ સ્વીકાર્યું કે, ત્યાં પહેલા પણ પૂજા અને ધાર્મિક વિધિઓ થતી હતી અને 1993 માં કોઈપણ દસ્તાવેજ કે આદેશ વિના ધાર્મિક વિધિઓ બંધ કરાવી દેવામાં આવી હતી…તેથી, આજે જિલ્લા અદાલતનો આદેશ જાળવી રાખવામાં આવે છે, હાઈકોર્ટે અમારી તરફેણમાં ચુકાદો આપ્યો…અંજુમન વ્યવસ્થા (મસ્જિદ સમિતિ) નો વાંધો હાઈકોર્ટે ફગાવી દીધો છે.
આ પણ વાંચો –
અગાઉ, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું હતું કે, “…ત્યાં મંદિર સંબંધિત પુરાવા મળ્યા છે, સર્વે પછી, કોર્ટે આદેશ આપ્યો હતો કે, પૂજા થવી જ જોઈએ. હાઈકોર્ટ રોકી શકે નહીં. તેને અટકાવનાર કોઈ નથી. તેનો કોઈ આધાર નથી, તે મંદિર હતું અને ત્યાં પૂજા થતી હતી, આપણે સુપ્રીમ કોર્ટમાં જઈ શકીએ છીએ, જેમ રામ જન્મભૂમિનો ચુકાદો આવ્યો છે તેવી જ રીતે જ્ઞાનવાપીનો ચુકાદો પણ આવશે કારણ કે, હિન્દુ પક્ષ પાસે યોગ્ય પુરાવા છે.”





