અયોધ્યા રામ મંદિરના દર્શન કરવા સ્વંય હનુમાન જી ગર્ભગૃહ પહોંચ્યા, ટ્ર્સ્ટે મંદિરમાં વાનરના આગમન પર કહી આવી વાત

મંદિર ટ્રસ્ટે દાવો કર્યો છે કે વાનર ગર્ભગૃહની અંદર રામ લલ્લાની મૂર્તિ પાસે પહોંચ્યો હતો અને પછી ભગવાન શ્રીરામના દર્શન કર્યા હતા. આ ઘટના એવા દિવસે બની હતી જ્યારે મંદિરને જાહેર જનતાના દર્શન માટે ખોલવામાં આવ્યું હતું

Written by Ashish Goyal
Updated : January 24, 2024 18:28 IST
અયોધ્યા રામ મંદિરના દર્શન કરવા સ્વંય હનુમાન જી ગર્ભગૃહ પહોંચ્યા, ટ્ર્સ્ટે મંદિરમાં વાનરના આગમન પર કહી આવી વાત
અયોધ્યા રામ મંદિરને જ્યારે દર્શન માટે ખોલવામાં આવ્યું હતું ત્યારે એક વાનર ગર્ભગૃહની અંદર પહોંચ્યો હતો (@Logical_Girll)

Ayodhya Ram Mandir Pran Pratistha : અયોધ્યા રામ મંદિરને જ્યારે દર્શન માટે ખોલવામાં આવ્યું હતું ત્યારે એક વાનર ગર્ભગૃહની અંદર તે જગ્યાએ પહોંચ્યો હતો જ્યાં શ્રીરામ લલ્લાની પ્રતિમા બિરાજમાન છે. મંદિરનું સંચાલન કરતા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે એક્સ પર પોસ્ટ કરીને આ દાવો કર્યો છે.

ટ્રસ્ટના જણાવ્યા અનુસાર હનુમાન પોતે અયોધ્યા રામ મંદિરમાં શ્રી રામ લલ્લાને મળવા આવ્યા હતા. ગર્ભગૃહની સુરક્ષા કરી રહેલા સુરક્ષા કર્મચારીઓને લાગ્યું કે વાનર કદાચ શ્રી રામ લલ્લાની મૂર્તિને પાડી દેશે. તેથી તે વાનર તરફ ગયા હતા. જોકે વાનરે કોઈ નુકસાન પહોંચાડ્યા વિના ત્યાં દર્શન કર્યા અને પછી ત્યાંથી શાંતિથી નીકળી ગયો હતો.

મંદિર ટ્રસ્ટે દાવો કર્યો છે કે અયોધ્યા રામ મંદિરમાં વાનર ગર્ભગૃહની અંદર રામ લલ્લાની મૂર્તિ પાસે પહોંચ્યો હતો અને પછી ભગવાન શ્રીરામના દર્શન કર્યા હતા. આ ઘટના એવા દિવસે બની હતી જ્યારે મંદિરને જાહેર જનતાના દર્શન માટે ખોલવામાં આવ્યું હતું.

ટ્રસ્ટે લખ્યું – આજે શ્રી રામજન્મભૂમિ મંદિરમાં બનેલી એક સુંદર ઘટનાનું વર્ણન

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ટ્વિટ કર્યું કે આજે સાંજે લગભગ 5:50 વાગ્યે, એક વાનર દક્ષિણ દ્વારથી ગૂઢ મંડપ થઇે ગર્ભગૃહમાં પ્રવેશ કરીને ઉત્સવ મૂર્તિની નજીક પહોંચ્યો. બહાર તૈનાત સુરક્ષાકર્મીઓએ જોયું કે આ વાનર કદાચ મૂર્તિને જમીન પાડી દેશે એમ વિચારીને તેઓ વાનર તરફ દોડી ગયા હતા. પરંતુ જેવા પોલીસકર્મીઓ વાનર તરફ દોડ્યા કે તરત જ તે શાંતિથી ઉત્તરના દરવાજા તરફ દોડ્યો હતો.

આ પણ વાંચો – અમૃતસર અને તિરુપતિ પાછળ રહી જશે! અયોધ્યા ધાર્મિક પર્યટનના તમામ રેકોર્ડ તોડશે – રિપોર્ટમાં દાવો

ગેટ બંધ હોવાથી તે પૂર્વ દિશા તરફ આગળ વધ્યો અને ભીડમાંથી પસાર થઈને કોઈને કોઈ તકલીફ આપ્યા વિના પૂર્વના દરવાજાની બહાર નીકળી ગયો હતો. સુરક્ષાકર્મીઓનું કહેવું છે કે અમારા માટે તો જાણે કે હનુમાન જી પોતે જ રામલલ્લા ના દર્શન કરવા આવ્યા હોય.

રામ લલ્લા મંદિરમાં દર્શન કરવા ભક્તોની ભીડ

અયોધ્યા રામ મંદિરમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બુધવારે રામલલાના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. બપોર સુધીમાં લગભગ ત્રણ લાખ લોકોએ મંદિરની મુલાકાત લીધી હતી. જિલ્લા વહીવટી તંત્રના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે એક અંદાજ મુજબ બપોર સુધીમાં ત્રણ લાખ લોકોએ રામ લલ્લાના દર્શન કર્યા છે. અત્યારે દર્શન માટે ભક્તોની ભીડ જામે છે. 22 જાન્યુઆરીએ પીએમ નરેન્દ્ર મોદીની હાજરીમાં અયોધ્યા રામ મંદિરમાં શ્રી રાલ લાલાની મૂર્તિનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પછી દર્શન માટે ભક્તોની ભીડ જામે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ