ગેમ્બિયામાં કફ સિરપ પીવાથી 66 બાળકોના મોતની ઘટના બાદ હરિયાણા સરકારે મેડેન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડની કફ સિરપના ઉત્પાદન પર પ્રતિબંધ મૂક્યો છે. ગેમ્બિયામાં 66 બાળકોના મૃત્યુ બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ હરિયાણાની મેડન ફાર્માસ્યુટિકલ્સ કંપનીની ચાર કફ સિરપ અંગે મેડિકલ એલર્ટ જારી કરી હતી. જે બાદ હરિયાણા સરકારે આ નિર્ણય લીધો છે.
હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે કહ્યું કે, રાજ્ય સરકારે મેડેન ફાર્માસ્યુટિકલ્સ કંપની દ્વારા કફ સિરપના ઉત્પાદન પર પ્રતિબંધ મૂક્યો છે. તેમણે કહ્યું કે ડબ્લ્યુએચઓ દ્વારા ચેતવણી અપાયા પછી, સોનેપતના મેડન ફાર્માસ્યુટિકલ્સના ત્રણ કફ સિરપના સેમ્પલ તપાસ માટે કોલકાતાની સેન્ટ્રલ ડ્રગ લેબમાં મોકલવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ આવવાનો હજી બાકી છે, તે પછી કાર્યવાહી કરવામાં આવશે.

કંપનીને સૂચના : અનિલ વિજે કહ્યું, “કેન્દ્ર અને હરિયાણા ડ્રગ વિભાગે સંયુક્ત નિરીક્ષણ હાથ ધર્યું હતું. કંપનીા કફ સિરપમાં 12 જેટલી ખામીઓ જોવા મળી હતી, જેને ધ્યાનમાં રાખીને ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવાની સાથે સાથે કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે.” વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)દ્વારા મેડેન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડની કફ સિરપ માટે પ્રોડક્ટ એલર્ટ જારી કર્યા બાદ હરિયાણાના આરોગ્ય મંત્રી અનિલ વિજે કહ્યું, “કેન્દ્ર સરકારના અધિકારીઓ સંપૂર્ણ માહિતી એકત્ર કરી રહ્યા છે. કફ સિરપના સેમ્પલ કોલકાતાની સેન્ટ્રલ ડ્રગ લેબમાં મોકલવામાં આવશે. રિપોર્ટ આવ્યા બાદ જો કંઇ ખોટું જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ- ભારતમાં બની સીરપ, ગામ્બિયામાં બાળકોના મોત, WHOની ચેતવણી, 5 પોઈન્ટમાં સમજો આખો મામલો
દવાઓમાં ખામીઓ મળી આવી:-
હરિયાણા ડ્રગ કંટ્રોલરે મેડેન ફાર્માસ્યુટિકલ્સને કારણ બતાવો નોટિસ ઇશ્યૂ કરી છે અને પૂછ્યું છે કે તેનું પ્રોડક્શન લાઇસન્સ કેમ રદ ન કરવું જોઈએ. મેડન ફાર્માસ્યુટિકલ્સે 14 ઓક્ટોબર 2022 સુધીમાં આ નોટિસનો જવાબ આપવાનો રહેશે.

અધિકારીઓએ જણાવ્યું કે દવા બનાવવામાં વપરાતી પ્રોપીલીન ગ્લાયકોલ, સોર્બીટોલ સોલ્યુશન અને સોડિયમ મિથાઈલપેરાબેનના બેચ નંબરનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તપાસમાં દવાઓ નિયમો અનુસાર ન હોવાનું જણાયું છે.
આ પણ વાંચોઃ- Gambiaમાં 66 બાળકોના મોતનો ઉલ્લેખ કરીને WHOએ ભારતીય કંપનીના કફ સિરપને લઈ જાહેર કર્યું એલર્ટ
WHOએ મેડેન ફાર્માની કફ સિરપ અંગે ચેતવણી જાહેર કરી:-
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પ્રોપીલીન ગ્લાયકોલમાં હાનિકારક તત્વો ડાયેથિલિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલ હોઈ શકે છે. આ બે ઝેરી રસાયણોને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા ગેમ્બિયામાં મૃત્યુના સંભવિત કારણો માનવામાં આવે છે. WHOએ મેઇડન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલી ચાર કફ સિરપ અંગે ચેતવણી જારી કરી હતી.
આ રિપોર્ટ અનુસાર, આ સિરપમાં ડાયેથિલિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલનું પ્રમાણ નિર્ધારિત લિમિટ કરતા વધારે હોવાની પુષ્ટિ થઈ છે, જે મનુષ્યો માટે બહુ જોખમી છે. WHO દ્વારા જે કફ સિરપ અંગે ચેતવણી આપવામાં આવી છે તેમાં પ્રોમેથાઝીન ઓરલ સોલ્યુશન, કોફેક્સમાલિન બેબી કફ સીરપ, મેકોફ બેબી કફ સીરપ અને મેગ્રીપ એન કોલ્ડ સીરપનો સમાવેશ થાય છે.