હરિયાણામાં રમતગમત મંત્રી સામે મહિલા કોચે જાતીય સતમાણીનો મામલો ગરમાય રહ્યો છે. એક મહિલા કોચે હરિયાણાના રમતગમત મંત્રી સંદીપ સિંહ વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ કર્યાના એક દિવસ બાદ, ચંદીગઢ પોલીસે શનિવારે તેમની વિરુદ્ધ FIR નોંધી છે. સંદીપ સિંહ પર મહિલા કોચ દ્વારા પીછો કરવાનો, ખોટી રીતે બંધક બનાવવાનો, જાતીય સતામણી અને અપરાધિક ધમકીનો આરોપ મૂકવામાં આવ્યા બાદ તેમની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. શનિવારે રાત્રે સેક્ટર 26 પોલીસ સ્ટેશનમાં ઓલિમ્પિયન અને ભારતીય હોકી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સંદીપ સિંહ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવ્યા બાદ તેમણે સ્પોર્ટ્સ મંત્રી પદેથી રાજીનામું આપ્યું છે.
સંદીપ સિંહે રાજીનામું આપ્યું
હરિયાણાના રમતગમત મંત્રી સંદીપ સિંહે તેમના પદ પરથી રાજીનામું આપ્યુ છે. તેમની ‘તેમની છબી ખરાબ કરવાના’ પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો દાવો કરીને તેમણે મહિલા કોચે કરેલા આરોપોને તેમણે ફગાવી દીધા છે. સંદિપ સિંહે કહ્યું કે, મારી છબી ખરાબ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. મને આશા છે કે મારા પર મૂકવામાં આવેલા તમામ ખોટા આરોપોની સંપૂર્ણ તપાસ થશે. જ્યાં સુધી તપાસ રિપોર્ટ ન આવે ત્યાં સુધી હું રમતગમત વિભાગની જવાબદારી મુખ્યમંત્રીને સોંપું છું.
કઇ-કઇ કલમ હેઠળ FIR દાખલ કરવામાં આવી
ભારતીય હોકી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રહી ચૂકેલા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા સંદીપ સિંહ વિરુદ્ધ શનિવારે FIR નોંધવામાં આવી હતી, પોલીસે જણાવ્યું હતું. આ સંદર્ભમાં, એક પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “હરિયાણાની એક મહિલા કોચની ફરિયાદના આધારે મંત્રી વિરુદ્ધ ચંદીગઢના સેક્ટર 26 પોલીસ સ્ટેશનમાં 31 ડિસેમ્બર 2022ના રોજ ઇન્ડિયન પિનલ કોડની કલમ 354, 354A, 354B, 342, 506 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હાલ આ કેસમાં તપાસ ચાલી રહી છે.”

જુનિયર મહિલા કોચનો મંત્રી વિરુદ્ધ જાતીય સતામણીનો આરોપ
ચંદીગઢ રાજ્યની એક જુનિયર મહિલા એથ્લેટિક્સ કોચે ગુરુવારે રાજ્યના જ રમતગમત મંત્રી સંદીપ સિંહ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો અને તેના એક દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. મહિલા કોચે એવો આરોપ મૂક્યો છે કે સંદીપ સિંહે મહિલાને ચંદીગઢમાં તેના નિવારેસિડેન્ટ -કેમ્પ ઓફિસમાં હેરાન કર્યા હતા, જ્યાં તે એક ઓફિશિયલ કામ માટે તેમને મળવા ગઈ હતી. જો કે મંત્રીએ આ આરોપને પાયાવિહોણા ગણાવીને સ્વતંત્ર તપાસની માંગ કરી છે.
‘તમામ આરોપો પાયાવિહોણા’ – મંત્રીનો દાવો
આ મામલે રાજકીય વાતાવરણ ગરમાયું છે. હવે હરિયાણાના પૂર્વ સીએમ ભૂપિંદર સિંહ હુડ્ડાએ રાજ્ય સરકાર પાસે આ કેસની નિષ્પક્ષ તપાસ કરાવવાની માંગ કરી છે. મહિલા કોચનું કહેવું છે કે સંદીપ સિંહે તેને ઘરે બોલાવીને તેનું યૌન શોષણ કર્યું હતું. બીજી તરફ સંદીપ સિંહે કહ્યું કે જુનિયર કોચે પાયાવિહોણા આરોપ લગાવ્યા છે. એક રાજકીય પક્ષ તરફથી આ સમગ્ર ષડયંત્ર ચાલુ રહ્યો હોવાનો દાવો કર્યો છે. તેઓ પોતે નિષ્પક્ષ તપાસ કરાવશે. તેમણે કહે છે કે તેઓએ જુનિયર મહિલા એથ્લેટિક કોચને પણ ઘણી મદદ કરી છે. તાજેતરમાં તે તેની કેમ્પ ઓફિસે પણ આવી હતી. તેમણે તેના માટે ડાયરેક્ટર સ્પોર્ટ્સને ફોન કર્યો હતો.