ભારતીયો અનાજ અને કઠોળના બદલે આ ખાદ્યચીજ પાછળ વધારે ખર્ચ કરે છે - HCES રિપોર્ટમાં ખુલાસો

HCES 2022-23 Indians Foodgrains Expenditure : ભારતીયોના ખાદ્યચીજો પાછળના ખર્ચમાં ફેરફાર થયો છે. હાઉસહોલ્ડ કન્ઝમ્પ્શન એક્સપેન્ડિચર સર્વે અનુસાર ભારતીયના ખાદ્યાન્ન ખર્ચમાં અનાજ અને કઠોળનો હિસ્સો ઘટ્યો છે, તેમાં ગ્રામીણ કરતા શહેરી ક્ષેત્રમાં આ ખર્ચમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે.

HCES 2022-23 Indians Foodgrains Expenditure : ભારતીયોના ખાદ્યચીજો પાછળના ખર્ચમાં ફેરફાર થયો છે. હાઉસહોલ્ડ કન્ઝમ્પ્શન એક્સપેન્ડિચર સર્વે અનુસાર ભારતીયના ખાદ્યાન્ન ખર્ચમાં અનાજ અને કઠોળનો હિસ્સો ઘટ્યો છે, તેમાં ગ્રામીણ કરતા શહેરી ક્ષેત્રમાં આ ખર્ચમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
fruits | vegetables | foodgrains | Indians Foodgrains expenditure

એક બજારમાં શાકભાજી અને ફળ વેચનાર વેપારી નજરે પડે છે. (Express photo)

(હરિશ દામોદરન) HCES 2022-23 Indians Foodgrains Expenditure : હાઉસહોલ્ડ કન્ઝમ્પ્શન એક્સપેન્ડિચર સર્વે (HCES) 2022-23માં કેટલાક આશ્ચર્યજનક તારણો નીકળ્યા છે. આ સર્વે રિપોર્ટ મુજબ ભારતીયો દ્વારા કુલ ખર્ચમાં ખાદ્યાન્ન પાછળના ખર્ચમાં સતત ઘટાડા તરફ ઈશારો કરે છે. જેમાં ભારતીયોના ખાનપાનમાં ફેરફાર થયો છે. ભારતીયો અનાજ અને ખાંડ કરતા બાગાયતી અને દૂધની પેદાશો પાછળ વધારે ખર્ચ કરી રહ્યા છે. બીજા શબ્દોમાં કહીયે તો પ્રોટીન અને સૂક્ષ્મ પોષકતત્ત્વોથી સમૃદ્ધ ખાદ્ય ચીજોમાંથી કેલરી મેળવે છે.

Advertisment

નેશનલ સેમ્પલ સર્વે ઑફિસ (NSSO) દ્વારા હાથ ધરવામાં આવેલા HCES ના આંકડા દર્શાવે છે કે ગ્રામીણ ભારત માટે સરેરાશ માસિક માથાદીઠ વપરાશ ખર્ચ (MPCE)માં ખાણીપીણીનો હિસ્સો ઘટીને વર્ષ 2022-23માં 46.4% થયો છે, જે વર્ષ 2011માં 52.9 ટકા, વર્ષ 2004-05માં 53.1 ટકા અને વર્ષ 1999-2000માં 59.4 ટકા હતો.

ગ્રામીણ ભારતની સમાન શહેરી ભારતમાં આટલો તીવ્ર ઘટાડો નોંધાયો છે - જે વર્ષ 1999-2000માં 48.1% હતો, ત્યાંથી ઘટીને વર્ષ 2004-05માં 40.5%, વર્ષ 2011-12માં 42.6% અને વર્ષ 2022-23માં 39.2% થયો છે..

સમયાંતરે વધતી આવક સાથે પરિવારો દ્વારા ભોજન પાછળ પ્રમાણમાં ઓછો ખર્ચ આશ્ચર્યજનક નથી. જો કે, ભારતીય પરિવારો કયા પ્રકારની ખાદ્યચીજો પાછળ વધારે અને ઓછો ખર્ચ રહ્યા છે જે રસપ્રદ બાબત છે. અહીં આવી પાંચ મુખ્ય બાબત દર્શાવવામાં આવી છે:

Advertisment

(1) ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં કુલ ખાદ્ય વપરાશના ખર્ચમાં અનાજ અને કઠોળનો હિસ્સો ઘટ્યો છે.

(2) વર્ષ 2022-23માં દૂધ પાછળ ખર્ચનો હિસ્સો વધ્યો છે, જે અનાજ અને કઠોળના સંયુક્ત ખર્ચ કરતા વધારે છે.

(3) ફળો અને શાકભાજી, સૂક્ષ્મ પોષકતત્ત્વો (વિટામિન્સ અને ખનીજ) વાળા ખોરાક માટે પણ આવું જ છે. સરેરાશ ગ્રામીણ તેમજ શહેરી ભારતીયોએ 2022-23માં પ્રથમ વખત ખાદ્યાન્ન કરતાં ફળો અને શાકભાજી પર વધુ ખર્ચ કર્યો છે. અનાજ કરતા એકલા શાકભાજી અને તેવી જ રીતે કઠોળની સરખામણીમાં ફળો પાછળ વધારે ખર્ચ કર્યો છે.

(4) ભારતીયો ઈંડા, માંસ - માછળી પાછળ પણ વધારે રૂપિયા ખર્ચ કરી રહ્યા છે. જેને અનુક્રમે દૂધ અને કઠોળના વધતા અને ઘટતા હિસ્સા સાથે જોડવામાં આવે છે. આ બાબત પ્લાન પ્રોટીન કરતાં એનિમલ પ્રોટીન પ્રત્યે ભારતીય ગ્રાહકોની રૂચિ વધી રહી હોવાના સ્પષ્ટ સંકેત આપે છે.

(5) ભારતીયો તેમના કુલ ખર્ચમાંથી ભોજન, પીણાં અને તૈયાર ભોજન પાછળ વધુ ખર્ચ કરી રહ્યા છે.

publive-image

ઈંડા - મીટ પાછળ ભારતીયોનો ખર્ચ વધ્યો

તમામ પાંચ ટ્રેન્ડ એન્જેલ કર્વ હાયપોથિસિસ સાથે સુસંગત છે. આ નામ 19મી સદીના જર્મન આંકડાશાસ્ત્રી અર્ન્સ્ટ એન્જેલના નામ પરથી આપવામાં આવ્યું છે, તે વ્યાપકપણે જણાવે છે કે જેમ જેમ આવક વધે છે તેમ તેમ કુટુબો ભોજન પાછળ ઓછો ખર્ચ કરે છે. ખાદ્ય ચીજોમાં પણ તેઓ સૌથી બેસ્ટ ચીજો વધારે અને તેનાથી નિમ્ન કક્ષાની ચીજો ઓછા પ્રમાણમાં ખરીદશે.

આ કિસ્સામાં, અનાજ, ખાંડ અને કઠોળ "નિમ્ન" છે, જ્યારે દૂધ, ઇંડા, માછલી, માંસ, ફળો અને શાકભાજી, પીણાં અને પ્રોસેસ્ડ ફૂડ "ઉચ્ચ" છે.

HCES 2022-23ના આંકડા, જો કે વિવિધ ખાદ્ય અને બિન-ખાદ્ય ચીજો પાછળ માસિક માથાદીઠ વપરાશ ખર્ચના નજીવા ખર્ચને સંબંધિત છે. શનિવારે બહાર પાડવામાં આવેલી NSSO ફેક્ટશીટમાં કિલોગ્રામ અથવા લિટરમાં વપરાશમાં લેવાયેલા તેમના વાસ્તવિક જથ્થાની વિગતો શામેલ નથી. મોંઘવારી વધવાને કારણે કુટુંબો દૂધ, ઈંડા અને પીણા માટે વધુ ખર્ચ કરી રહ્યા છે કે પછી આ વસ્તુઓના વપરાશમાં વધારો થઈ રહ્યો છે, તે વિગતવાર સર્વે રિપોર્ટ બહાર આવશે ત્યારે ખબર પડશે.

publive-image

નીતિગત પગલાં

HCES એ ભારતીય પરિવારો શું અને કેટલું વાપરે છે તેનો મૂલ્યવાન આંકડા સ્ત્રોત છે. તે વિવિધ ખાદ્યચીજોની માંગનો અંદાજ કાઢવા અને ભવિષ્ય માટે અનુમાનો બનાવવાનો આધાર પણ પૂરો પાડે છે. ઉપરાંત તેનાથી નીતિ ઘડવૈયાઓને યોજનાઓ બનાવવામાં મદદરૂપ જાણકારી મળે છે. આમ, જો દૂધ, માછલી, મરઘાં ઉત્પાદનો, અને ફળો અને શાકભાજીનો વપરાશ અનાજ અને ખાંડ કરતાં ઘણો વધી રહ્યો છે, તો શું પાછલા ઉત્પાદનથી વિપરિત્ત અગાઉના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ નહીં?

વધુ એક મુદ્દો જોડાયેલો છે: નીતિ આયોગના સભ્ય રમેશ ચંદે ફળો અને શાકભાજી, પશુધન અને મત્સ્યઉદ્યોગ ક્ષેત્રો માટે 2005-06 થી 2020-21 દરમિયાન સરેરાશ વાર્ષિક ઉત્પાદન વૃદ્ધિ દર અનુક્રમે 4.5%, 5.4% અને 7.1% હોવાનો અંદાજ મૂક્યો છે, જે અનાજ અને અન્ય બિન-બાગાયતી પાકો માટેના 1.9 ટકા ઉંચો છે.

અગાઉના ક્ષેત્રોની વૃદ્ધિ ખાસ કરીને બજાર-આગેવાની અને માંગ આધારિત રહી છે. બીજી તરફ, લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ના લાભો મોટાભાગે બિન-બાગાયતી પાકો - ખાસ કરીને ચોખા, ઘઉં, શેરડી, કપાસ અને કેટલાક કઠોળ અને તેલીબિયાંને મળ્યા છે. કાયદા દ્વારા MSP ચૂકવવાપાત્ર બનાવવાની માંગ પણ મુખ્યત્વે આ પાકના ખેડૂત તરફથી થઇ રહી છે.

આ પણ વાંચો | ખેડૂત પરિવારો દયનિય સ્થિતિમાં, માસિક માથાદીઠ વપરાશ ખર્ચ 4000થી પણ ઓછો – HCES રિપોર્ટમાં ખુલાસો

ડેરી, પોલિટ્રી અને બાગાયતી પાકો હાલમાં MSP હેઠળ આવરી લેવામાં આવતા નથી. તેમ જ તેમના ખેડૂતો "એમએસપીને કાયદેસર બનાવવા"ની માંગણીમાં અવાજ ઉઠાવવા માટે - ઓછામાં ઓછા હમણાં માટે - તરીકે અવાજ ઉઠાવતા નથી. તેનું કારણ તેમની પેદાશો માટે બજારની વધુ ખાતરીપૂર્વકની માંગ સાથે સંકળાયેલ હોઈ શકે છે, આ બાબત HCES રિપોર્ટમાં પ્રતિબિંબિત થાય છે.

ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ બિઝનેસ દેશ