નવી દિલ્હીઃ ભારે વરસાદના કરાણે ઉત્તર પ્રદેશના ગૌતમ બૌધ નગર અને ગાઝિયાબાદ જિલ્લામાં તમામ સ્કૂલો બંધ રાખવાની ફરજ પડી હતી. હવામાન વિભાગની આગાહી અને છેલ્લા ત્રણ દિવસથી સતત વરસતા વરસાદના પગલે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે ભારતીય હવામાન વિભાગ દ્વારા 10 ઓક્ટોબરે ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી કરી હતી. આ ઉપરાંત હવામાન વિભાગે દિલ્હી, ઉત્તરાખંડ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, કેરળ, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં વરસાદની આગાહી કરી હતી.
હવામાન વિભાગ પ્રમાણે 12 ઓક્ટોબર સુધી ઉત્તર પ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્જ જાહેર કર્યું છે. ઉત્તર પ્રદેશના ઝાંસી, જાલોન, બાંડા, એટા, આગરા, મથુરા, અલીગઢ, ગૌતમ બુદ્ધ નગર, બુલંદશહેર, સંભલ, અમરોહા, હાપુડ, હમીરપુર, કાનપુર નગર, કાનપુર દેહાત, ઉન્નાવ, હરદોહી, કન્નોજ, ઔરેયા, ઈટાવા, મૈનપુરી, ફરુખાબાદ, ગાઝિયાબાદ અને મેરઠ જિલ્લામાં વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
મધ્ય પ્રદેશમાં 13 જિલ્લાઓમાં એલર્ટ
મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે એમપીના 13 જિલ્લાઓે એલર્ટ કર્યા છે. એમપીના ભિંડ, મુરૈના, શ્યોપુર કલાં, ગ્વાઝિયલ, શિવપુરી, દતિયા, આગર, રાજગઢ, અલીરાજપુર, ધાર, બડવાની ઝાબુઆ અને ખરગોન જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ રજૂ કર્યું છે.
આ રાજ્યોમાં ત્રણ-ચાર દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, તેલંગાણા, પુડુચેરી, નાગાલેન્ડ, અસમ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા સહિત અનેક રાજ્યમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.