Himachal Pradesh Election 2022: હિમાચલ પ્રદેશમાં 68 સીટો પર આજે વોટિંગ, મતદાન પહેલા બધી તૈયારીઓ પુરી

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી: ભાજપા અને કોંગ્રેસ સિવાય રાજ્યમાં પ્રથમ વખત આમ આદમી પાર્ટી પણ પોતાનું નસીબ અજમાવી રહી છે, હિમાચલ પ્રદેશમાં 8 ડિસેમ્બરે મત ગણતરી થશે

Written by Ashish Goyal
Updated : November 11, 2022 23:55 IST
Himachal Pradesh Election 2022: હિમાચલ પ્રદેશમાં 68 સીટો પર આજે વોટિંગ, મતદાન પહેલા બધી તૈયારીઓ પુરી
હિમાચલ પ્રદેશની 68 સીટો પર શનિવારે (12 નવેમ્બર) મતદાન થશે (ફોટો - ઇન્ડિયન એક્સપ્રેસ)

Himachal Pradesh Election 2022: હિમાચલ પ્રદેશની 68 સીટો પર શનિવારે (12 નવેમ્બર) મતદાન થશે. હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પ્રચાર શાંત થઇ ગયો છે અને શનિવારે થનાર મતદાન પર બધાની નજર છે. ચૂંટણી દરમિયાન વધારેમાં વધારે મતદાનને લઇને લોકોને જાગૃત કરવા માટે ચૂંટણી પંચ દ્વારા અલગ-અલગ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. શનિવારે થનાર મતદાન પહેલા ચૂંટણી પંત દ્વારા બધી તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. ભાજપા અને કોંગ્રેસ બન્ને જીતના દાવા કરી રહ્યું છે.

બળવાખોરે વધારી બીજેપી-કોંગ્રેસની મુશ્કેલી

આ ચૂંટણીમાં બન્ને દળોના બળવાખોર ઉમેદવારોએ બન્ને પાર્ટીનું ટેન્શન વધાર્યું છે. જેના કારણે કેટલીક સીટો પર ઘણી કાંટાની ટક્કર જોવા મળશે. ભાજપાએ 11 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી છે. જેના કારણે પાર્ટીએ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

બળવાખોરની નારાજગી વચ્ચે સત્તાધારી ભાજપા હિમાચલમાં સતત બીજી વખત સરકાર નહીં બનાવવાની પરંપરાને તોડવાના પ્રયત્નમાં લાગી છે. કોંગ્રેસ તરફથી બીજેપીને જોરદાર ટક્કર મળી રહી છે. ભાજપા સ્ટાર પ્રચારક પીએમ મોદી અને સીએમ જયરામ ઠાકુરના નેતૃત્વમાં પુરી તાકાત સાથે ચૂંટણી લડી રહી છે.

આ પણ વાંચો – પીએમ મોદીએ નાદપ્રભુ કેમ્પેગૌડાની 108 ફૂટની તાંબાની પ્રતિમાનું અનાવરણ કર્યું, જાણો કોણ હતા બેંગલુરુના ફાઉન્ડર

આમ આદમી પાર્ટી પણ ચૂંટણીના મેદાનમાં

ભાજપા અને કોંગ્રેસ સિવાય રાજ્યમાં પ્રથમ વખત આમ આદમી પાર્ટી પણ પોતાનું નસીબ અજમાવી રહી છે. પંજાબમાં જીત મેળવ્યા પછી આમ આદમી પાર્ટી હવે પહાડી રાજ્યમાં પણ સરકાર બનાવવાનો દાવો કરી રહી છે. જોકે ઘણા નેતાઓએ પાર્ટી બદલતા ઘણા મોરચા પર પડકારોનો સામનો કરવો પડ્યો છે.

8 ડિસેમ્બરે પરિણામ

હિમાચલ પ્રદેશમાં 8 ડિસેમ્બરે મત ગણતરી થશે. આ જ દિવસે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ પણ આવશે. ગત વખતે હિમાચલની 68 સીટોમાંથી 44 સીટો પર બીજેપીએ જીત મેળવી હતી. કોંગ્રેસના ખાતામાં 21 સીટો આવી હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ