હરિયાણામાં મહાપંચાયતના નેતાઓએ ચેતવણી આપી છે કે રાજસ્થાનની પોલીસ જો મોનૂની ધરપકડ કરવા અહીં આવશે તો તે પોતાના પગે પાછી જશે નહીં. રાજસ્થાનના નાસિર અને જુનૈદની કથિત રીતે હત્યામાં આરોપી મોનૂ માનેસરના સમર્થનમાં હિન્દુ મહાપંયાચતે અવાજ ઉઠાવ્યો છે. તેમણે કેસની સીબીઆઈથી તપાસ કરાવવાની માંગણી કરતા રાજસ્થાન પોલીસના વર્તાવને ગૌરક્ષકો વિરુદ્ધ ષડયંત્ર ગણાવ્યું છે. મોનૂ બજરંગ દળનો સભ્ય અને હરિયાણા સરકારના ગૌરક્ષક ટાસ્ક ફોર્સનો પ્રમુખ ચહેરો છે.
દરોડાની સૂચના પર હાઇવેને બ્લોક કરી દીધો
મહાપંચાયતે કહ્યું કે અમે આવું ક્યારેય થવા દઇશું નહીં. મહાપંચાયતના નેતાઓને જ્યારે એ સૂચના મળી કે રાજસ્થાન પોલીસની એક ટીમ માનેસરમાં મોનૂના નિવાસસ્થાને દરોડા કરવા પહોંચી છો તો ઘણા પંચાયત સભ્યોએ દિલ્હી-ગુડગાંવ રાષ્ટ્રીય રાજમાર્ગના બન્ને કેરિઝવે થોડીક મિનિટો માટે જામ કરી દીધા હતા. આ પછી સ્થાનીય પોલીસ અને પંચાયત સદસ્યોના હસ્તક્ષેપથી માર્ગ ખોલ્યો હતો.
પશુ તસ્કરો અને તેમના માફિયા ગઠબંધનને મોનૂએ તોડ્યુ
મહાપંચાયતના આયોજકોમાંથી એક કુલભૂષણ ભારદ્વાજે કહ્યું કે મોનૂ સામે ખોટી એફઆઈઆર નોંધવામાં આવી છે કારણ કે તેણે અને તેમની ટીમે પશુ તસ્કરી અન તેમના માફિયાના ગઠબંધનને તોડી નાખ્યું છે. અમારી માંગણી છે કે સીબીઆઈ તપાસ કરાવવામાં આવે. કોઈ સાબિતી વગર કેસ નોંધવામાં આવ્યો છે. ઘટના સમયે મોનૂ એક હોટલમાં હતો અને તેણે તેના સીસીટીવી ફૂટેજ પણ શેર કર્યા છે. રાજસ્થાન પોલીસ હવે ગેરકાયદેસર રીતે રેડ કરીને ગૌરક્ષકોને પરેશાન કરી રહી છે. તેમની પોલીસે નૂંહમાં શ્રીકાંતની પત્નીની પીટાઇ કરી હતી. પંચાયતમાં આ ગુસ્સો તેમના આચરણનું કારણ છે.
આ પણ વાંચો – હોળી પછી તેજસ્વી યાદવ બનશે મુખ્યમંત્રી? રાષ્ટ્રીય જનતા દળના નેતાના દાવાથી હલચલ
પટૌડીથી ગૌ રક્ષા દળની સદસ્ય નીલમે કહ્યું કે જો રાજસ્થાન પોલીસ મોનૂની ધરપકડ કરવા માટે માનેસરમાં પગ રાખશે તો તે પગ પર પાછી ફરશે નહીં. જો મોનૂની ધરપકડ કરવામાં આવી તો અમે હાઇવે જામ કરી દઇશું.
માનેસરના ઓમ પ્રકાશે માંગણી કરી છે કે ગૌરક્ષકોના શસ્ત્ર લાઇસન્સ રદ કરવામાં ના આવે અને ગૌરક્ષકોને સુરક્ષા આપવામાં આવે. તેમણે કહ્યું કે પોતાની અક્ષમતા છીપાવવા માટે સરકાર અને પોલીસે સૌથી પહેલા આ શસ્ત્ર લાઇસન્સો ગૌરક્ષકોને આપ્યા છે. આજે ગૌરક્ષક હિન્દુ ધર્મ અને ગૌ માતાની રક્ષા કરી રહ્યા છે. હાલના સમયે પશુ તસ્કરોનું આ ગઠબંધન અમારા પર પ્રહાર કરી રહ્યું છે, સરકાર ગૌરક્ષકોના લાઇસેન્સ રદ કરવાની વાત કરી રહી છે. આ ખોટું છે.