ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાન્યસ (AIIMS) ભુવનેશ્વરના એક તબીબ પોતાના પ્રયોગમાં સફળ રહ્યા છે. તબીબે રૂમેટોઇટ આર્થરાઇટીસથી પીડિત 37 વર્ષીય મહિલાના હિપ જોઇન્ટ અને ઘૂંટણના સાંધાને એક જ સર્જરીમાં સફળતાપૂર્વક બદલી નાંખ્યા હોવાની ઘટના સામે આવી છે.
એકલ સર્જરીનો અર્થ એ છે કે, દર્દી ત્રણ દિવસમાં ફરી ચાલવાનું શરૂ કરી શકે છે અને સર્જરીના સાત દિવસ પછી તેને રજા આપવામાં આવી હતી. સામાન્ય રીતે, અલગ-અલગ સર્જરીમાં એક પછી એક સાંધા બદલવામાં આવે છે અને દર્દી લગભગ બે મહિના સુધી પથારીમાં રહે છે. ત્યારે આ સર્જરીથી એ પીડિતાને તમામ બંધનમાંથી છૂટકારો મળ્યો છે. AIIMSના તબીબની આ પ્રસિદ્ધી તેમજ સાંધાના દુખાવાને પગલે પથારીવશ થઇ જતા હોય તેવા દર્દીને મફત સારવાર આપતા તબીબોની પ્રશંસા કરી હતી. મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, આ સર્જરી “ઓડિશામાં આ પ્રકારની પ્રથમ અને વૈશ્વિક સ્તરે બીજી” છે. તે દુઃખદ છે પરંતુ એ હકીકત છે કે, ઘણા દર્દીઓ તેમના સાંધાને નુકસાન થાય પછી જ ડૉક્ટર પાસે પહોંચે છે.
ડો. સુજીત કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, એવા ઘણા લોકો છે જેમને ચારેય સાંધા બદલવાની જરૂર હોય છે અને ટીમ આવા ઘણા કિસ્સાઓમાં ઓપરેશન કરે છે, સામાન્ય રીતે અમે ચારેયને બદલી શકતા નથી.
ડો. સુજીત ત્રિપાઠીએ વધુમાં જણાવ્યું હતું કે, તેણે લગભગ 60 જેટલા એવા દર્દીઓનું ઓપરેશન કર્યુ છે, જેમણે ચાર ગણા જોઈન્ટ રિપ્લેસમેન્ટની જરૂર હતી. “મારે એનેસ્થેસિયા ટીમનો પણ આભાર માનવો જોઈએ. કારણ કે તેઓ શસ્ત્રક્રિયાના સમગ્ર સમયગાળા માટે તેને સ્થિર રાખવામાં સક્ષમ હતા અને અમે ચારેય સાંધાને સફળ રીતે બદલી શક્યા.”
આ સાથે ડો. ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, ખરેખર તો એક સમયે માત્ર એક કે બે સાંધા બદલવામાં આવે છે. આવી સ્થિતિમાં આવતા દર્દીઓ એક કે બે સાંધા બદલ્યા પછી પણ ન તો ઉઠી શકે છે ન તો ચાલી શકવામાં સક્ષમ હોય છે. ચારેયને મોબિલાઈઝ કરવામાં આવે તે પહેલાં બદલવું પડશે. આનો અર્થ એ કે તેણે લગભગ બે મહિના સુધી હોસ્પિટલમાં પથારીમાં રહેવું પડે છે. જેને પગલે અન્ય બીમારીઓથી વ્યક્તિ જકડાય જાય છે.
તદ્ઉપરાંત તેનાથી વિપરીત, વર્તમાન દર્દી માત્ર બે દિવસ ICUમાં રહ્યો અને સર્જરી પછી ત્રીજા દિવસે ચાલવા લાગ્યો હતો. સાતમા દિવસે વોકર સાથે ચાલવાનું શરૂ કર્યા બાદ તેને રજા આપવામાં આવી હતી. તબીબોની આ પ્રસિદ્ધીને પગલે આ દુખાવાના પીડિતોને હવે રાહત મળશે.
“યુવાનોને સાંધામાં દુખાવો અને જડતા હોય, ખાસ કરીને વહેલી સવારે. એવામાં તેમણે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઇએ. કારણ કે રુમેટોઇડ સંધિવા તેમના 20 અને 30 ના દાયકામાં થઈ શકે છે. કેટલીક નવી દવાઓ ખૂબ અસરકારક છે. જે તેને હાનિ પહોંચાડવામાં બેથી ત્રણ દાયકામાં બચાવી શકે છે.