‘… ગાય બીજા માળ પહોંચાડવી પડતી’, બનારસના મહારાજાની મહેમાનગતીમાં રામપુરના નવાબનો પરસેવો છૂટી ગયો

Historical story : બનારસના મહારાજા (Maharaja of Banaras) ને સવારે ઉઠતા જ ગાય (Cow) ના દર્શન કરવા તેમનો નિત્યક્રમ હતો, એક દિવસ રામપુર નવાબ (Rampur Nawab) ને ત્યાં મહેમાનગતીએ ગયા અને પછી જે થયું તેની કહાનીનો 'ફ્રીડમ એટ મિડનાઈટ' પુસ્તકમાં ઉલ્લેખ છે

Written by Kiran Mehta
Updated : March 24, 2023 19:40 IST
‘… ગાય બીજા માળ પહોંચાડવી પડતી’, બનારસના મહારાજાની મહેમાનગતીમાં રામપુરના નવાબનો પરસેવો છૂટી ગયો
બનારસના રાજાની મહેમાનગતી કરવાનો રસપ્રસ કિસ્સો

વિશ્વભરના રાજાઓ અને સમ્રાટોની જેમ ભારતીય શાસકોને પણ વિચિત્ર શોખ હતા. કેટલાક હીરા અને જવેરાત પાછળ પાગલ હતા. તો કોઈને વાસનામાં ડૂબી જવાની લત હતી. ભારતીય ઉપમહાદ્વીપમાં પણ એવા ઘણા રાજાઓ હતા, જેઓ પોતાની મરજી મુજબનું કામ કરવા ગમે તે હદ સુધી જતા હતા. બનારસમાં એક એવા મહારાજા હતા, જે ગાયના દર્શન કરવા માટે કંઈ પણ કરી જતા. તેઓ સવારે આંખ ખુલતા જ ગાયના દર્શન કરતા.

બનારસના મહારાજાએ આદેશ આપ્યો હતો કે, તેમની સવારે આંખ ખુલે એટલે ગાયના દર્શન જરૂર થવા જોઈએ. દરરોજ સવારે મહારાજાના શયનખંડની બારી પાસે એક ગાયને લઈ જવામાં આવતી. રાજાના નોકરો ગાયને તેમના શયનકક્ષ સુધી લઈ જતા, એ જોર-જોરથી અવાજ કરે તે માટે દબાણ કરતા. ગાયનો અવાજ સાંભળીને જ મહારાજની ઊંઘ ખૂલી જતી અને તેઓ ગાયને જોતા.

જ્યારે ગાયને દોરી વડે લટકાવવી પડી હતી

ડોમિનિક લેપિયર અને લેરી કોલિન્સના પ્રખ્યાત પુસ્તક ‘ફ્રીડમ એટ મિડનાઈટ’માં એક ઘટનાનો ઉલ્લેખ છે, જ્યારે બનારસના મહારાજા માટે એક ગાયને દોરી વડે લટકાવવી પડી હતી. વાસ્તવમાં એક વખત બનારસના મહારાજા રામપુરના નવાબે ત્યાં મહેમાન તરીકે ગયા હતા. હવે મહારાજાને સવારે સૌથી પહેલા ગાય જોવાની આદત હતી. પરંતુ ત્યાં આ નિત્યક્રમનું પાલન કરવું મુશ્કેલ હતું, કારણ કે મહારાજાના રહેવાની વ્યવસ્થા મહેલના બીજા માળે કરવામાં આવી હતી.

રામપુરના નવાબ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા કે તેમના મહેમાનની પરંપરા કેવી રીતે સાચવવી. ત્યારે તેઓએ એક અનોખી યુક્તિ શોધી કાઢી. તેમણે ક્રેન જેવુ મંગાવ્યું, જેની મદદથી એક ગાયને દોરડા વડે મહારાજાના બેડરૂમની બારી સુધી લઈ જવામાં આવતી. સામાન્ય રીતે ગાય દોરીથી હવામાં લટકે એટલે તે બોલે અને રાજાની સવારે આંખ ખુલે અને તે ગાયના દર્શન કરી શકે, આ રીતે નવાબે રાજાને મહેમાનગતી કરાવતા પરસેવો છૂટી હતો.

આ પણ વાંચોભાજપે 4 રાજ્યમાં પ્રમુખ પ્રદેશ બદલ્યા, જાતિ અને આંતરિક રાજકારણને સંતુલિત કરવાનો પ્રયાસ

ગાયનો અવાજ એટલો જોરથી આવતો કે રાજા જ નહિ પણ મહેલના અન્ય લોકો પણ જાગી જતા. જ્યાં સુધી બનારસના મહારાજા રામપુરના નવાબને ત્યાં મહેમાન તરીકે રહ્યા ત્યાં સુધી ગાયને દરરોજ આ રીતે લટકાવવામાં આવતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ