Indian Sarais Act 1867: ભારતમાં કોઇપણ ખૂણામાં જો તમને વોશરુમ જવાની ઇચ્છા થાય અને આસપાસ કોઇ જાહેર વોશરુમ ના મળે તો પરેશાન થવાની જરૂર નથી. ખુલ્લામાં પણ પેશાબ કરવાની જરૂર નથી કારણ કે આ સ્વાસ્થ્ય અને પર્યાવરણ બન્ને માટે નુકસાનકારક છે. આવામાં સુરક્ષિત વિકલ્પ એ છે કે તરત પોતાની આસપાસ કોઇ રેસ્ટોરન્ટ કે હોટલને શોધો અને તેના વોશરૂમનો ઉપયોગ તમે નાનાથી નાની હોટલ કે મોટામાં મોટી પાંચ સિતારા હોટલના વોશરૂમનો ઉપયોગ કરી શકો છો. તે પણ બિલકુલ મફતમાં. જો કોઇ તમને આવું કરવાથી રોકે કે પૈસા માંગે તો તેને ઇન્ડિયન સરાય એક્ટ વિશે જણાવજો.
શું છે ઇન્ડિયન સરાય એક્ટ?
ઇન્ડિયન સરાય એક્ટ-1867ની કલમ 7(2) માં “Free Access”નો ઉલ્લેખ છે. જેની વ્યાખ્યા પ્રમાણે કોઇપણ વ્યક્તિ કોઇપણ સમયે કોઇપણ હોટલ કે રેસ્ટોરન્ટ કે વોશરૂમનો ઉપયોગ બિલકુલ મફતમાં કરી શકે છે. આ એક્ટ પાણીની તરસ લાગવાની સ્થિતિમાં પણ લાગુ થાય છે. કોઇપણ હોટલ કે રેસ્ટોરન્ટમાં જઇને પીવા માટે પાણી માંગી શકો છો. તે પણ મફતમાં.
કેન્દ્ર સરકારની વેબસાઇટ પર ઉપલબ્ધ દસ્તાવેજ પ્રમાણે ભારતીય સરાય અધિનિયમ-1867નું પાલન ના કરનાર પર અધિનિયમની કલમ 14 પ્રમાણે 20 રૂપિયાનો દંડ થઇ શકે છે. ભારતીય સંવિધાને હોટલ અને સરાયને રાજ્યોના અધીન રાખ્યો છે પણ કેન્દ્રીય કાનૂન પણ ઉપલબ્ધ છે. જોકે કેન્દ્રીય કાનૂન મુખ્ય રુપથી ઉદ્યોગના પહેલું જેવા કે ભોજન, પ્રદુષણ વગેરેને નિયંત્રિત કરે છે.
આ પણ વાંચો – મહાત્મા ગાંધીની હત્યા માટે નાથુરામ ગોડ્સેને હથિયાર અપાવવામાં સાવરકરે કરી હતી મદદ- બાપુના પૌત્ર તુષાર ગાંધીનો આરોપ
કેમ બનાવવામાં આવ્યો હતો આ એક્ટ?
ઇન્ડિયન સરાય એક્ટ-1867 ઇગ્લિશ કોમન લોજિંગ હાઉસેસ અધિનિયમ -1853ના કેટલાક સેક્શન પર આધારિત છે. અંગ્રેજોએ ઇંગ્લિશ કોમન લોજિંગ હાઉસેસ અધિનિયમ-1853ને હોટલોના કામકાજને નિયંત્રિત કરવા માટે બનાવવામાં આવ્યો હતો. જોકે જ્યારે આ એક્ટ ઘણો ઇફેક્ટિવ ના લાગ્યો તો તેને સાર્વજનિક સ્વાસ્થ્ય અધિનિયમ-1874ની સાથે ભેળવી દીધો હતો. અંગ્રેજી હુકુમત સાથે આવી અધિનિયમ અંતર્ગત જિલ્લા મેજિસ્ટ્રેટને સરાયના દિન-પ્રતિદિનના કામકાજને નિયંત્રિત કરવા અને રેગુલેટ કરવાનો અધિકાર હતો.
સરકાર ખતમ કરવા માંગે છે સરાય એક્ટ
ભારત સરકાર અંગ્રેજોના જમાનાના આ એક્ટને ખતમ કરવાના પ્રયત્નમાં છે. સરકારનું કહેવું છે કે આ કાનૂનનો દુરઉપયોગ હંમેશા હોટલના માલિકોને ઉત્પીડન કરવામાં આવે છે.
કેન્દ્ર સરકારે ઓક્ટોબર 2014માં લેખિતમાં જણાવ્યું હતું કે અધિનિયમ (ઇન્ડિયન સરાય એક્ટ-1867)જિલ્લા મેજિસ્ટ્રેટને સાર્વજનિક સરાયોને રેગુલેટ કરવાનો અધિકાર આપે છે. જેમાં પંજીકરણ, ચરિત્ર પ્રમાણપત્ર અને સરાય કીપરથી લેખિત રિપોર્ટ સહિત ઘણા અન્ય પ્રાવધાન સામેલ છે. જોકે હોટલ પહેલાથી જ રાજ્યો દ્વારા બનાવેલા નિયમો અંતર્ગત પંજીકૃત છે.
આ સિવાય હાલના મીડિયા રિપોર્ટ્સથી જાણ થાય છે કે પોલીસ અને પર્યટન અધિકારી હોટલ માલિકોને સરાય અધિનિયમના જોગવાઇનું પાલન ન કરવાના કારણે પરેશાન કરે છે. જેથી હવે આ અધિનિયમને નિરસ્ત કરી દેવો જોઈએ.પીસી જૈન આયોગમાં પણ આ અધિનિયમને નિરસ્ત કરવાની ભલામણ કરવામાં આવી છે.