લાલમાની વર્મા : કુસ્તીના અખાડામાં કે તેની બહાર, ભાજપ કે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકેની હરીફાઈમાં બૃજભૂષણ શરણ સિંહ ભાગ્યે જ કોઈ મુકાબલો હાર્યા છે. પરંતુ તે સિલસિલો હવે સમાપ્ત થઈ શકે છે. મહિલા કુસ્તીબાજો દ્વારા તેમની સામે જાતીય સતામણીના આરોપો લગાવ્યા છે, તેઓ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ તરીકે બૃજભૂષણના રાજીનામાની માંગ કરી રહ્યા છે.
રામ જન્મભૂમિ ચળવળ દ્વારા રાજકારણમાં ઝંપલાવનાર કુસ્તીબાજ અને બાબરી મસ્જિદ ધ્વંસના કેસનો સામનો કરી રહ્યા છે. 66 વર્ષીય સિંહે “દબંગ” નેતાની છાપ ધરાવે છે. પોતાને શક્તિશાળી કહેવાનું પસંદ કરે છે. બૃજભૂષણને ભાજપની એટલી જરૂર નથી જેટલી ભાજપને તેમની ઉત્તર પ્રદેશમાં તેમના વતન ગોંડાની આસપાસના ઓછામાં ઓછા અડધો ડઝન જિલ્લાઓમાં જરૂર છે.
સિંઘ છ ટર્મથી સાંસદ છે (એક વખત સમાજવાદી પાર્ટીમાંથી), જેમણે ગોંડા, બલરામપુરનું પ્રતિનિધિત્વ કર્યું છે અને હવે કેસરગંજમાં સાંસદ છે, જ્યારે તેમના પુત્ર પ્રતીક ભૂષણ ગોંડા સદરમાંથી ધારાસભ્ય તરીકે તેમની બીજી ટર્મમાં છે.
આ પ્રચંડ રેકોર્ડ એ પણ બતાવે છે કે કે શા માટે યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકાર સહિત પાર્ટી સાથે ઘણા મતભેદ હોવા છતા WFI પ્રમુખ તરીકે અને યૂનાઈટેડ વર્લ્ડ રેસલિંગ-એશિયાના ઉપ-પ્રમુખ તરીકેના તેમના 10 વર્ષના કાર્યકાળને બદલવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી.
આ પણ વાંચો – ખેલ મંત્રાલય સાથે પહેલવાનોની મીટિંગ ખતમ, કુશ્તી ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ બૃજભૂષણ શરણ આપી શકે છે રાજીનામું
સ્થાનિક નેતાઓ 8 જાન્યુઆરીના રોજ તેમના જન્મદિવસે દર વર્ષે યોજાતી ભવ્ય ઉજવણી વિશે વાત કરે છે, જ્યાં પ્રતિભા શોધ પરીક્ષા દ્વારા શોર્ટલિસ્ટ થયેલા વિદ્યાર્થીઓને મોટરસાઇકલ, સ્કૂટી અને રોકડથી પુરસ્કૃત કરવામાં આવે છે. આ વર્ષે ગોંડા અને આજુબાજુના જિલ્લાઓ જેમ કે લખનઉ, અયોધ્યા, બહરાઇચ, શ્રાવસ્તી, બલરામપુર અને બારાબંકીમાં યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.
બીજેપી નેતાઓ એ પણ ઉલ્લેખ કરે છે કે એન્જિનિયરિંગ, ફાર્મસી, શિક્ષણ અને કાનૂન સહિત 50થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ સાથે પોતાના સક્રિય સહયોગના કારણે બૃજભૂષણ સિંહની સદ્ભાવનાનો પણ ઉલ્લેખ કર્યો, જે તેમણે બહરાઇચ, ગોંડા, બલરામપુર, અયોધ્યા અને શ્રાવસ્તી જિલ્લામાં સ્થાપિત કરવામાં મદદ કરી હતી.
ગોંડાના એક બીજેપી નેતા કહે છે તેમણે આ જિલ્લાઓમાં પોતાના દબદબાથી સામ્રાજ્ય વિકસાવ્યું છે. તે એવા વિદ્યાર્થીઓને ફી માફી આપે છે જેઓ ચૂકવવામાં અસમર્થ છે. તેથી જો તે ચૂંટણી જીતે છે, તો તે તેમના પ્રભાવ અને સદ્ભાવના બંનેને કારણે છે.
ભાજપના નેતાઓનું કહેવું છે કે વારંવાર ચૂંટણી જીતવા છતાં પાર્ટીએ સંગઠન અને કેન્દ્ર સરકારમાં કોઈ પદ ન આપીને અંતર જાળવી રાખ્યું છે. તેમની પોતાની કાર્યકરોની ટીમ તેમના મતવિસ્તારની દેખરેખ રાખે છે. પાર્ટીના અન્ય નેતાનું કહેવું છે કે સિંહ માત્ર પાર્ટીનું સિમ્બોલ લે છે તે પોતાના દમ પર ચૂંટણી જીતે છે.
આત્મવિશ્વાસનો અર્થ એ છે કે તેમણે ગયા વર્ષે ઓક્ટોબરમાં રાજ્યમાં આવેલા પૂર દરમિયાન આદિત્યનાથ સરકારની ટીકા કરી હતી. તેમણે વહીવટીતંત્ર પર ખરાબ તૈયારીનો, રાહત માટે પર્પાપ્ત કામ ન કરવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે લોકોને ભગવાન ભરોસે છોડી દેવામાં આવ્યા છે. તેમણે એ પણ કહ્યું હતું કે વર્તમાન સરકાર ટીકા સહન કરતી નથી અને તેને વ્યક્તિગત રીતે લે છે.
જ્યારે વિપક્ષે આદિત્યનાથ સરકાર પર પ્રહાર કરવાની ટીપ્પણી કરી હતી ત્યારે સિંહને ભાજપ તરફથી કોઈ ઠપકો મળ્યો ન હતો. તેમણે એસપી નેતા આઝમ ખાનની પ્રશંસા કરી હતી. જે ભાજપના સૌથી મોટા વિરોધી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના વડા રાજ ઠાકરે જ્યાં સુધી ઉત્તર ભારતીયોને અપમાનિત કરવા બદલ જાહેરમાં માફી ન માંગે ત્યાં સુધી અયોધ્યાની મુલાકાત ન લેવાની ધમકી આપી હતી. બીજી તરફ મહારાષ્ટ્રમાં ઉથલપાથલવાળી રાજનીતિના સમયે ભાજપ MNS નેતાને સાથી તરીકે રજૂ કરી રહ્યું હતું. ભાજપે સિંહની ટિપ્પણીને પબ્લિસિટી સ્ટંટ તરીકે ગણાવી ફગાવી દીધી હતી.
રામજન્મભૂમિ ચળવળ સાથેના તેમના જોડાણ અને અયોધ્યાની આસપાસના વિસ્તારોમાં તેમના પ્રભાવને કારણે બૃજભૂષણ સિંહ શરૂઆતમાં ભાજપની નજરમાં આવ્યા હતા. પાર્ટીએ તેમને સૌપ્રથમ 1991માં ગોંડા લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા હતા. તેઓ જીત્યા હતા અને આ પછી ક્યારેય પાછળ વળીને જોયું નથી. 1996માં જ્યારે તેઓ ચૂંટણી લડ્યા ન હતા ત્યારે પાર્ટીએ તેમની પત્ની કેતકી દેવી સિંહને ટિકિટ આપી હતી અને તેઓ પણ જીતી ગયા હતા.
કુસ્તીની ટુર્નામેન્ટમાં સતત હાજરી, તે રાષ્ટ્રીય હોય કે આંતરરાષ્ટ્રીય, સીનિયર કે જૂનિયર, તેમને હાથમાં એક માઇક્રોફોન સાથે જોઇ શકાય છે. મુકાબલાનું નિરીક્ષણ કરતા, ઘણીવાર રેફરીઓને સૂચના આપતા કે ચિલ્લાવતા, ક્યારેક-ક્યારેક નિયમને પણ તોડતા પણ જોઇ શકાય છે.
તે હવે જે પણ ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા છે, તેથી તેમનું બદલાવવું લગભગ નિશ્ચિત છે.