scorecardresearch

ICHRએ સમસ્યા બાદ પ્રતિદિન રાષ્ટ્રગીત ગાવાનું કર્યુ બંઘ, ભારત માતા, દીન દયાલ ઉપ્પાધ્યાનની તસવીરો પણ હટાવી, શું છે વિવાદ?

આ મામલે જ્યારે ધ ઇન્ડિયન એક્સપ્રેસે સંપર્ક કર્યો તો ICHR પ્રમુખ રઘુવેન્દ્ર તંવર અને સભ્ય સચિવ કદમે આ ઘટમાક્રમની પુષ્ટિ કરી હતી

રાષ્ટ્રગીત
આ મામલે જ્યારે ધ ઇન્ડિયન એક્સપ્રેસે સંપર્ક કર્યો તો ICHR પ્રમુખ રઘુવેન્દ્ર તંવર અને સભ્ય સચિવ કદમે આ ઘટમાક્રમની પુષ્ટિ કરી હતી

શિક્ષણ મંત્રાલય હેઠળની એક સ્વાયત સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચ લગભગ છેલ્લા છ મહિનાથી દરરોજ સવારે રાષ્ટ્રગીત ગાવા માટે એકત્રિત થાય છે. આ સાથે સભ્ય સચિવ ઉમેશ કદમનની ઓફિસ અને ICHRના કોન્ફરસ રૂમમાં ભારત માતા અને પૂર્વ જનસંઘ પ્રમુખ દીનદયાલ ઉપાધ્યાયની તસવીર પણ લગાવવામાં આવે છે. પરંતુ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જાણાવા મળ્યું છે કે, અમુક સમસ્યાને પગલે ICHRએ દરરોજ રાષ્ટ્રગીત તેમજ સભ્ય સચિવની ઓફિસમાંથી ભારત માતા અને દીનદયાલ ઉપાધ્યાયની તસવીર હટાવી દીધી છે.

આ મામલે જ્યારે ધ ઇન્ડિયન એક્સપ્રેસે સંપર્ક કર્યો તો ICHR પ્રમુખ રઘુવેન્દ્ર તંવર અને સભ્ય સચિવ કદમે આ ઘટમાક્રમની પુષ્ટિ કરી હતી, પરંતુ તેમણે આ અંગે વિગતવાર માહિતી આપવાનો ઇન્કાર કર્યો હતો.

જો કે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રગીત ગાવાનું ગયા વર્ષે સપ્ટેમ્બરમાં મૌખિક આદેશના આધારે શરૂ કર્યું હતું અને આજે પણ મૌખિક આદેશ પર જ બંધ કરવામાં આવ્યું છે. ભારત માતા અને ઉપાધ્યાયની તસવીરો હટાવવાનો કોઇ લેખિચ આદેશ નથી, પણ આજે બંને સ્થાનોથી તેમની તસવીરોને હટાવી દેવાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને રૂમની દિવાલ પર ભારત માતા અને ઉપાધ્યાની તસવીરો સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીરો હતી. એવામાં માત્ર ભારત માતા અને ઉપાધ્યાયની તસવીરો હટાવવા અંગે ધ ઇન્ડિયન એક્સપ્રેસે સવાલ કરતા કદમે જણાવ્યું હતું કે, આ તસવીરો મૂકવાનો કોઇ લેખિત આદેશ ન હતો. લોકો આવીને આવી વસ્તુઓ આપે છે અને અમે તેને યોગ્ય જગ્યાએ સ્થાપિત કરીએ છીએ. એવુ જાણવા મળ્યું છે કે, સ્ટાફ દ્વારા દરરોજ સવારે 10 વાગ્યે ICHR લાઇબ્રેરીની સામે રાષ્ટ્રગીત ગાવામાં આવતું હતું. કદમે કહ્યું કે “તે કર્મચારીઓ દ્વારા સ્વેચ્છાએ ગાવામાં આવતું હતું’.

સૂત્રોએ જણાવ્યા પ્રમાણે, ગયા વર્ષે 11 ઓગસ્ટે કદમ ICHRમાં જોડાયા પછી ગીત ગાવાનું શરૂ થયું. ત્યારે સ્પીકર તંવરએ કહ્યું: “એ સાચું છે કે (તસવીઓ અને રાષ્ટ્રગીત માટે) કોઈ યોગ્ય પરવાનગી નહોતી. ન તો (સરકારી) કાઉન્સિલ તરફથી, ન મારા તરફથી. પરંતુ તસવીરો હટાવવામાં કે રાષ્ટ્રગીતને રોકવામાં મારી કોઈ ભૂમિકા નથી. મેં 10 ફેબ્રુઆરીથી ICHR ઓફિસની મુલાકાત લીધી નથી.” વધુમાં તનવરે કહ્યું: “ICHR એ બિન-સાંપ્રદાયિક સંસ્થા છે. આપણે તેની પવિત્રતા જાળવવી પડશે.”

આ પણ વાંચો: દિલ્હી એમસીડી હાઉસમાં ઘમાસાણ, એવું તે શું થયું કે હાઉસમાં મચી ગયો હંગામો?

કદમ તાજેતરમાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, દિલ્હીમાં પ્રોફેસર (મધ્યકાલીન ભારતીય ઇતિહાસના અધ્યક્ષ) તરીકે અધ્યાપન કરી રહ્યા હતા, જ્યાં તેઓ વિદ્યાર્થી કલ્યાણના ડીન પણ હતા. તંવર, પ્રોફેસર એમેરેટસ, કુરુક્ષેત્ર યુનિવર્સિટી, કુરુક્ષેત્રને ગયા વર્ષે જાન્યુઆરીમાં ICHRના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની નવીનતમ કૃતિ “ધ સ્ટોરી ઓફ ધ પાર્ટીશન ઓફ ઈન્ડિયા” 2021 માં ભારત સરકાર દ્વારા અંગ્રેજી અને હિન્દીમાં પ્રકાશિત કરવામાં આવી હતી. માર્ચ 1972માં સ્થપાયેલ, ICHRનો પ્રાથમિક ઉદ્દેશ્ય, તેના મિશન સ્ટેટમેન્ટ મુજબ, “ઇતિહાસના ઉદ્દેશ્ય અને વૈજ્ઞાનિક લેખનને પ્રોત્સાહન આપવાનો” છે.

Web Title: Ichr stops singing national anthem and remove photo bharat mata and din dayal upadhyay

Best of Express