scorecardresearch

ઉપરાષ્ટ્રપતિ તરીકે ઓળખાણ આપીને ‘અનોખી’ રીતે લોકોને છેતરતો હતો, ઇટાલીમાં રહેતા ભારતીય ભેજાબાજની ધરપકડ

fraud case : દિલ્હી પોલીસે (Delhi Police) એક ભારતીય ભેજાબાજની ધરપકડ કરી છે, જે ઉપરાષ્ટ્રપતિના નામનો સહારો લઈ સરકારી અધિકારીઓ સહિત લોકોને છેતરવાનો ધંધો કરતો હતો.

ઉપરાષ્ટ્રપતિ તરીકે ઓળખાણ આપીને ‘અનોખી’ રીતે લોકોને છેતરતો હતો, ઇટાલીમાં રહેતા ભારતીય ભેજાબાજની ધરપકડ
ઈટલીમાં રહેતા ભારતીય ભેજાબાજની દિલ્હીમાં ધરપકડ

દિલ્હી પોલીસે રાજધાની નવી દિલ્હી સ્થિત IGI એરપોર્ટ પરથી બે લોકોની ધરપકડ કરી છે. જેમાંથી એક ઇટલી સ્થિત ભારતીય નાગરિક છે. આ યુવક પર ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર બનીને લોકોને છેતરવાનો આરોપ છે. આરોપીઓની ઓળખ ગગનદીપ સિંહ (ઈટાલીમાં રહે છે) અને અશ્વિની કુમાર તરીકે થઈ છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંને આરોપીઓએ એક વરિષ્ઠ સરકારી અધિકારીના નામે વોટ્સએપ પ્રોફાઇલ બનાવી હતી. આ સાથે તે અન્ય સરકારી અધિકારીઓને મેસેજ કરતો હતો. આરોપી ગગનદીપ સિંહ દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની તસવીરનો ઉપયોગ કરતો હતો. ઇનપુટ્સના આધારે, પોલીસ ટીમે તમામ તકનીકી પાસાઓ પર કામ કરવાનું શરૂ કર્યું છે.

એક પોલીસ અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે, મામલો પ્રકાશમાં આવ્યા બાદ તરત જ દરોડા પાડવામાં આવ્યા હતા અને અશ્વિની કુમાર નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. અશ્વિની કુમારે WhatsApp એકાઉન્ટ માટે OTP (WhatsApp OTP) શેર કર્યો હતો. તેમણે કહ્યું કે વ્યાપક હાઈ-ટેક તપાસ, માનવ બુદ્ધિ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા પ્રદાન કરવામાં આવેલી તકનીકી વિગતોના વિશ્લેષણ પછી, આરોપીની ઓળખ ભારતીય નાગરિક ગગનદીપ સિંહ (જમ્મુ) તરીકે થઈ. તે ઈટાલીમાં રહેતો હતો.

આરોપીની ઓળખ કર્યા પછી, પોલીસ ટીમે FRRO, બેંકો અને પાસપોર્ટ ઓફિસમાંથી તેમની અન્ય વિગતો વિશે પૂછપરછ કરી. પોલીસ ટીમે કહ્યું કે ઉપરાષ્ટ્રપતિના નામ પર નકલી વોટ્સએપ એકાઉન્ટ બનાવતા પહેલા ગગનદીપે તેના સંબંધિત ઘણા યુટ્યુબ વીડિયો જોયા હતા.

આ પણ વાંચો10 વર્ષમાં 71 સાંસદોની સંપત્તિમાં 286 ટકાનો વધારો, બીજેપી સાંસદ રમેશ ચંદપ્પાની સંપત્તિ 4189 ટકા વધી, એડીઆરનો રિપોર્ટ

અધિકારીઓએ જણાવ્યું કે, આ પછી તેણે ઈન્ટરનેટ પરથી વરિષ્ઠ અધિકારીઓના નંબર કાઢ્યા. ત્યારબાદ તેણે અશ્વિની કુમારની મદદથી ભારતીય મોબાઈલ નંબરથી વોટ્સએપ એકાઉન્ટ બનાવ્યું. આ એકાઉન્ટ બનાવ્યા બાદ તેણે તેના પર ઉપરાષ્ટ્રપતિનો ફોટો પ્રોફાઈલ પિક્ચર તરીકે લગાવ્યો. ત્યારપછી તેણે ફેક એકાઉન્ટનો ઉપયોગ કરીને સરકારના વરિષ્ઠ અધિકારીઓને તેનો લાભ લેવા માટે મેસેજ મોકલવાનું શરૂ કર્યું.

Web Title: Impersonating vice president duping people unique way indian resident italy arrested

Best of Express