independence day PM modi speech: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીરથી સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન પ્રાદેશિક ભાષાઓના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. પ્રાદેશિક ભાષાઓમાં ચુકાદાઓ આપવા માટે સુપ્રીમ કોર્ટના તાજેતરના પગલાનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે માતૃભાષાનું મહત્વ વધી રહ્યું છે. આ સ્વતંત્રતા સમારોહમાં સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડ પણ હાજર હતા. પીએમએ જ્યારે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો ઉલ્લેખ કર્યો તો તેમણે હસીને પીએમનું હાથ જોડીને અભિવાદન કર્યું હતું.
પ્રાદેશિક ભાષાઓમાં ચુકાદો સંભળાવવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું સુપ્રીમ કોર્ટનો પણ આભાર માનું છું. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ચુકાદાનો ઓપરેટિવ ભાગ પણ માતૃભાષામાં હશે. માતૃભાષાનું મહત્વ વધી રહ્યું છે. વડા પ્રધાનના ભાષણના આ ભાગ પર, સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં મહેમાનોમાં સામેલ ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચુડે હાથ જોડીને વડા પ્રધાનની ટિપ્પણીને સ્વીકારી હતી જ્યારે અન્ય મહેમાનોએ તાળીઓ પાડી હતી.
સીજેઆઈ ચંદ્રચુડે ઘણીવાર પ્રાદેશિક ભાષાઓમાં ચુકાદાઓ આપવા માટે અદાલતોની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. જાન્યુઆરીમાં સીજેઆઈએ જાહેરાત કરી હતી કે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓને ચાર ભાષાઓ – હિન્દી, તમિલ, ગુજરાતી અને ઓડિયામાં અનુવાદિત કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે ચુકાદાઓનો પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદ નાગરિકો માટે ન્યાય મેળવવામાં મદદ કરશે.
આ પણ વાંચો – પીએમ મોદીએ આ કામ માટે લાલ કિલ્લા પરથી માંગી દેશવાસીઓની મદદ, કહ્યું કે મોટું સપનું થશે સાકાર
આ ચુકાદો આપતી વખતે સીજેઆઈએ શું કહ્યું હતું?
સીજેઆઈ ચંદ્રચુડે આ ક્ષેત્રીય ભાષાઓને લઇને આપવામાં આવેલા ચુકાદાને લઇને કહ્યું હતું કે અમે તાજેતરમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ પહેલ કરી છે તે સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓને પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદિત કરવાની છે. કારણ કે આપણે એ સમજવું જોઈએ કે જે અંગ્રેજી ભાષાનો આપણે ઉપયોગ કરીએ છીએ તે એક એવી ભાષા છે જે સામાન્ય લોકો સમજી શકતા નથી, જેના કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આપણે તેમાં સુધારો કરવો પડશે.
સીજેઆઈ ચંદ્રચુડે મુંબઈમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે અમારું, આગામી પગલું દરેક ભારતીય ભાષામાં સુપ્રીમ કોર્ટના ચુકાદાની અનુવાદિત પ્રતિયો ઉપલબ્ધ કરાવવાની છે. કોર્ટને ભારતભરના નાગરિકો સુધી પહોંચવામાં મદદ કરવા માટે ટેકનોલોજીના ઉપયોગ પર ભાર આપ્યો. ત્યારે પણ પીએમ મોદીએ તેમના આ નિર્ણયના વખાણ કર્યા હતા.





