scorecardresearch

તવાંગમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે ફરી હિંસક અથડામણ, ઘણા સૈનિકો ઘાયલ

India And China Clash On LAC: અરુણાચલ પ્રદેશના (Arunachala Pradesh) તવાંગ (Tawang ) ખાતે ભારત (indian army) અને ચીનના સૈનિકો (chinese army) વચ્ચે હિંસક અથડામણની ઘટના બની છે. આ અગાઉ પણ ગલવાન ખીણમાં (galwan valley clash) બંને દેશોના સૈનિકો વચ્ચે લોહિયાળ અથડામણથી ભારત-ચીન વચ્ચે તણાવ (India And China Clash) વધી ગયો હતો…

તવાંગમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે ફરી હિંસક અથડામણ, ઘણા સૈનિકો ઘાયલ
તવાંગ સંઘર્ષ

ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ફરી હિંસક અથડામણની ઘટના બની છે. અરુણાચલ પ્રદેશના તવાંગ ખાતે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે 9 ડિસેમ્બરના રોજે હિંસક અથડામણની ઘટના બની હોવાના સમાચાર આવ્યા છે. હાલ ઉપલબ્ધ માહિતી અનુસાર આ અથડાયમણમાં બંને દેશોના ઘણા સૈનિકો ઘાયલ થયા છે. આ હિંસ

એક મીડિયા રિપોર્ટ અનુસાર અરુણાચલ પ્રદેશના તવાંગ સરહદે 9 ડિસેમ્બર, 2022ના રોજ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે આ હિંસક અથડામણ થઇ હતી. પ્રાથમિક માહિતી મુજબ 9 ડિસેમ્બરના રોજ ચીનના સૈનિકોએ અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ ( Line of Actual Control) (LAC)ને ક્રોસ કરવાની કોશિશ કરી હતી.

એક ટીવી રિપોર્ટ અનુસાર આ અથડામણ 9 ડિસેમ્બરે થઈ હતી. બંને દેશોની સેનાઓ વચ્ચે તણાવનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ ગલવાનમાં બંને દેશોના સૈનિકો વચ્ચે લોહિયાળ સંઘર્ષ થઈ ચૂક્યો છે.

નોંધનિય છે કે, તવાંગની આ અથડામણ બાદ ફરી શાંતિ સ્થાપિત કરવા માટે બંને દેશોની સેનાઓ વચ્ચે કમાન્ડર સ્તરની બેઠક થઈ હતી અને બંને દેશોના સૈનિકો પાછળ હટી ગયા હતા. જાણવા મળ્યું છે કે, આ અથડામણ તવાંગ જિલ્લાના યંગસ્ટેમાં થઈ હતી. અહેવાલો અનુસાર, ચીનની પીપલ્સ લિબરેશન આર્મી એલએસી સુધી પહોંચી ગઈ હતી, જેનો ભારતીય સેનાએ જોરદાર વિરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ભારત અને ચીનના સૈનિકો વચ્ચે આવી અથડામણની આ પહેલી ઘટના નથી. હકીકતમાં, અરુણાચલ પ્રદેશમાં તવાંગ સેક્ટરમાં LACની આસપાસ ઘણા વિસ્તારો છે, જેના પર ચીન પોતાની માલિકી હોવાના દાવા કરતું રહ્યું છે. આવી સ્થિતિમાં બંને દેશોની સેનાઓ સરહદી વિસ્તારમાં પેટ્રોલિંગ કરે છે. આ પેટ્રોલિંગ 2006 થી અમલમાં આવી છે. આવી સ્થિતિમાં ઘણી વખત અવારનવાર બંને દેશોના સૈનિક વચ્ચે અથડામણ થયા છે.

Web Title: India and china clash on lac at tawang in arunachala pradesh india china border dispute

Best of Express