અરુણાચલ પ્રદેશના તવાંગ સૅક્ટરમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું છે. ચીની સૈનિકો (PLA) તેમની ઉશ્કેરણીજનક હરકતોથી બચી રહ્યા નથી. તેઓએ ફરી એકવાર વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)નું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કર્યો, જેનો ભારતીય સેનાના બહાદુર જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો.
9 ડિસેમ્બરે, ચીની સૈનિકો અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં એલએસીની ખૂબ જ નજીક આવ્યા હતા, જેનો ભારતીય સૈનિકોએ દૃઢતાથી સામનો કર્યો હતો. આ દરમિયાન, ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થોડી અથડામણ થઈ હતી.
ભારત અને ચીની સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ મામલે રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે મંગળવારે લોકસભાાં નિવેદન આપ્યું હતું. રાજનાથ સિંહે પોતાના નિવેદનમાં કહ્યું કે, આ અથડામણમાં આપણા એક પણ સૈનિકનું મૃત્યું કે ગંભીર ઇજા પહોંચી નથી. આ પહેલા રાજનાથા સિંહે તેના નિવાસ સ્થાન પર આ મામલા સંબંધિત બેઠક બોલાવી હતી.
આ હાઇ લેવલ બેઠકમાં વિદેશ મંત્રી જયશંકર, CDS લેફ્ટનેંટ જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય સેનાઓના પ્રમુખ સહિત NSS અજીત ડોભાલ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ સંસદ સ્થિત ઓફિસમાં તવાંગમાં ભારત-ચીન સૈનિકો વચ્ચે થયેલી લડાઇ પર વરિષ્ઠ મંત્રિઓ સાથે બેઠક કરી ચિતાર મેળવ્યો હતો.
રાજનાથ સિંહે તવાંગમાં ભારત-ચીની સૈનિકો વચ્ચે થયેલ અથડામણ મામલે લોકસભાાં 12 વાગ્યે લેખિત નિવેદન વાંચ્યું. જે અંતર્ગત તેમણે ક્હ્યું કે, 9 ડિસેમ્બરના તવાંગ સેક્ટરના યાંગ્ત્સે વિસ્તારમાં PLAમાં સૈનિકોએ ઘૂસપેઠ કરી યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો, તેમના આ પ્રયાસનો આપણા સૈનિકોએ દ્રઢતા સાથે સામનો કર્યો. ભારતીય સૈનિકોએ બહાદુરીથી PLAને આપણા ક્ષેત્રમાં ઘૂસપેઠ કરવાથી રોક્યા અને તેમના સ્થાને પરત ફરવા માટે મજબૂર કર્યા હતા.
રાજનાથ સિંહે પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું હતું કે, હું સદનના સભ્યોને બાંહેધરી આપું છું કે, ભારતીય સેના સરહદોની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે તેમજ આ ચીની સૈનિકોના આ પ્રયાસને નિષ્ફળ કરવા માટે તૈયાર છે. રાજનાથ સિંહે વધુમાં કહ્યું હતું કે, આ સામ-સામેની ટક્કરમાં બંને પક્ષોના સૈનિકોને ઇજા પહોંચી છે. પરંતુ ભારતીય સૈનિકોમાંથી કોઇની મૃત્યું કે ગંભીર ઇજા થઇ નથી.ભારતીય સૈન્ય પ્રમુખોના સમય પર દખલગીરીથી PAL સૈનિકોએ પીછેહઠ કરી લીધી છે.
આ પછી રાજનાથ સિંહે જણાવ્યું કે, તવાંગમાં થયેલી ઘટના સંબંધિત આ વિસ્તારના સ્થાનિક કમાન્ડરે સ્થાપિત વ્યવસ્થાઓ હેઠળ 11 ડિસેમ્બર 2022ના રોજ તેમના ચીની સમકક્ષ સાથે ફ્લેગ મીટિંગ કરી અને ઘટના અંગે ચર્ચા કરી.
રક્ષા મંત્રીએ લોકસભામાં કહ્યું, ‘ચીન પક્ષને આ એક્શનમાં મનાઇ ફરમાવવામાં આવી હતી તેમજ સરહદ પર શાંતિ જાળવી રાખવા માટે કહ્યું હતું. ચીની પક્ષે આ મુદ્દાને કૂટનીતિક સ્તર પર ઉઠાવ્યો છે. ત્યારે રાજનાથ સિંહે કહ્યું કે, હું સદનને ખાતરી આપું છું કે, ભારતીય સેના ભારતની અખંડતા અને સાર્વભૌમત્વનું સરંક્ષણ કરવા માટે પૂરી રીતે સક્ષમ છે. આ ઉપરાંત સેના ચીની સેનાનાની આ પ્રકારની કામગીરીને રોકવા માટે હંમેશા તત્પર છે. મને વિશ્લાસ છે કે, સદન ભારતીય સેનાઓની વીરતા અને સાહસને એક સ્વર સાથે સમર્થન આપશે.
અરૂણાચલ પ્રદેશમાં 9 ડિસેમ્બર 2022ની વહેલી સવારે લગભગ 3 વાગ્યા આસપાસ પૂર્વ તવાંગમાં યાંગત્સે પાસે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થયું હતું. બંને તરફના સેનિકો વચ્ચે લાઠી અને ડાંડાથી મારપીટ થઇ હતી. મળતી માહિતી અનુસાર આ ઘર્ષણમાં ઘણા સૈનિકો ઇજાગ્રસ્ત થયા છે. #LAC પાસે તે રાત્રે લગભગ 300 જેટલા ચીની સૈનિક ભારતીય પક્ષમાં આવી ગયા હતા.