India five biggest cyclones : ચક્રવાત બિયપરજોયે ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું હતુ. હવામાન વિભાગ અનુસાર તે ગુજરાતના દરિયાકાંઠા નજીક કચ્છ અને સૌરાષ્ટ્રમાં તાબાહી મચાવ્યા બાદ રાજસ્થાન તરફ આગળ વધી ગયું. ગુજરાતના 1000થી વધુ ગામોમમાં વીજળી ડૂલ થઈ ગઈ, હજારો વૃક્ષ, વીજળીના થાંભલા અને કેટલાક મકાનોને નુકશાન પહોંચાડ્યું. સરકારની તકેદારી અને ટેક્નિકલ પ્રગતિને પગલે લોકોના જીવ બચાવવામાં સપળતા મળી છે. તેમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે ભારતમાં ચક્રવાતને લઈને આવી ચર્ચાઓ સામાન્ય બની હોય. પહેલા જોયેલા ટોચના પાંચ સૌથી ગંભીર ચક્રવાતોને પણ યાદ કરીએ, તેનાથી કેવી તબાહી સર્જાઈ હતી.
1999નું ઓડિશા સુપર સાયક્લોન: ધ ઓડિશા સુપર સાયક્લોન
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 1999માં ઓડિશામાં આવેલા આ ચક્રવાતે ભયંકર તબાહી મચાવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ચક્રવાત દરમિયાન લગભગ 10,000 લોકોના મોત થયા હતા. 1,500 બાળકો અનાથ થયા, અને 7,500 લોકો ઘાયલ થયા હતા.
વાવાઝોડાની અસર એટલી બધી હતી કે તેની અસર લગભગ 13 મિલિયન લોકો પર પડી. 250 માઇલ પ્રતિ કલાકની ઝડપે પવનની ઝડપ સાથે છ કે સાત મીટર ઊંચા મોજા જોવા મળ્યા હતા.
ચક્રવાત અમ્ફાન: સાયક્લોન અમ્ફાન
ભારત અને બાંગ્લાદેશના પૂર્વીય ભાગને મે 2020 માં ચક્રવાત અમ્ફાન દ્વારા ફટકો પડ્યો હતો. આ ચક્રવાતમાં 120 માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ચક્રવાતે લેન્ડફોલકર્યું હતુ, જેના કારણે વૃક્ષો અને મકાનોને વ્યાપક નુકસાન થયું હતું. આ વાવાઝોડામાં ભારતમાં 98 લોકોના મોત થયા હતા. અને બંગાળ અને ઓડિશામાંથી 5 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા હતા. આ ચક્રવાત ત્રાટક્યું તે દરમિયાન કોવિડ-19 ચાલુ હતું. જેના કારણે અનેક મુશ્કેલીઓ વધી ગઈ હતી.
ચક્રવાત તૌકતે – Cyclone Tauktae
2021માં પણ ગુજરાતે તૌકતે ચક્રવાતનો સામનો કર્યો હતો, જે એક દશકમાં અરબ સાગરમાં ટકરાવનાર સૌથી ઘાતક ચક્રવાત હતું. 120 કિમીના પવનની ગતીએ આવેલા તોફાને ઘર, વૃક્ષો, વીજળીના થાંભલાઓ વગેરેને ખુબ નુકશાન પહોંચાડ્યું હતું. આ વાવાઝોડાના પ્રભાવથી લગભગ 70 લોકોના મોત થયા હતા.
ચક્રવાત ફાની: ચક્રવાત ફાની
ચક્રવાત ફાનીથી 2019 માં ઓડિશાના પુરીમાં લગભગ 100 લોકો માર્યા ગયા હતા અને 1.2 મિલિયન નાગરિકોને તેમના ઘર છોડવા પડ્યા હતા.
ચક્રવાત ઓખી
ચક્રવાત ઓખી 2017માં દક્ષિણ ભારતના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. જેણે કેરળ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં તબાહી મચાવી હતી. 215 માઇલ પ્રતિ કલાકની ઝડપે પવનની ઝડપ સાથે, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને સ્થળાંતર કરવા છતાં આ ચક્રવાતમા ઓછામાં ઓછા 300 લોકો માર્યા ગયા હતા.





