ભારતમાં કાર અકસ્માત એક મોટી સમસ્યા છે અને દર વર્ષે દેશભરમાં હજારો અકસ્માતો થાય છે જેમાં મોટી સંખ્યામાં લોકો પોતાનો જીવ ગુમાવે છે. જો આપણે દેશની વસ્તી, સલામતીના ધોરણો અને રસ્તાઓના વિશાળ નેટવર્ક પર નજર કરીએ, તો આ અકસ્માતો આશ્ચર્યજનક નથી. દર વર્ષે બનતા મોટાભાગના અકસ્માતો હાઇવે પર થાય છે, જેમાં અમુક જગ્યાએ અકસ્માતોનું પુનરાવર્તન વધુ જોવા મળે છે.
સરકાર દ્વારા આવા સ્થળોને બ્લેક સ્પોટ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે. તમિલનાડુ દેશમાં સૌથી વધુ બ્લેક સ્પોટ ધરાવતું રાજ્ય છે. આ લેખમાં આપણે ભારતભરમાં સૌથી વધુ સંભવિત અકસ્માતવાળા સ્થળો જાણીશું
બ્લેકસ્પોટ્સ શું છે? (What Is Black Spot?)

અકસ્માતોની સંખ્યા અને આંકડાઓ જોતા પહેલા તમારે બ્લેકસ્પોટ કોને કહેવાય તે સમજવું પડશે. હકીકતમાં, બ્લેક સ્પોટ એ નેશનલ હાઇવે પર અંદાજે 500 મીટરની એવી જગ્યા છે જ્યાં છેલ્લા ત્રણ વર્ષમાં ઓછામાં ઓછા 5 રોડ એક્સિડેન્ટ થયા છે અને આ અકસ્માતમાં 10 કે તેથી વધુ લોકોના મૃત્યુ થયા છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) અને રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રાલય (MoRTH) આવા સ્થળોને બ્લેક સ્પોટ તરીકે ચિહ્નિત કરે છે.
અકસ્માતના સ્થળ – ક્યા રાજ્યોમાં સૌથી વધુ બ્લેક સ્પોટ છે? (Highest Black Spot In States)
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના પ્રધાન નીતિન ગડકરીએ તાજેતરમાં કહ્યું હતું કે, તમિલનાડુ દેશમાં સૌથી વધુ બ્લેક સ્પોટ ધરાવે છે. આ ડેટા વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પ્રાપ્ત થયેલા 2018-2020 માટેના ડેટા પર આધારિત છે.

આંકડાઓની વાત કરીએ તો, તમિલનાડુએ નેશનલ હાઇવે પર 748 બ્લેક સ્પોટની ઓળખ કરી છે. મહત્તમ બ્લેકસ્પોટ્સના સંદર્ભમાં, પશ્ચિમ બંગાળ તમિલનાડુ પછી બીજા ક્રમે છે જેણે 701 બ્લેકસ્પોટ્સ ઓળખ્યા છે. ત્રીજું સૌથી વધુ બ્લેકસ્પોટ્સ ધરાવતું રાજ્ય તેલંગાણા છે જેણે 485 બ્લેકસ્પોટ્સ ઓળખ્યા છે.
બ્લેક સ્પોટ પાછળ દર વર્ષે જંગી નાણાંનો ખર્ચ

આ પણ વાંચો | મોટા ભાગના અકસ્માતો ડ્રાઇવરની ભૂલને કારણે નહીં, નબળા રોડ એન્જિનિયરિંગને કારણે થાય છે : નીતિન ગડકરી
આવા બ્લેક સ્પોટ્સની જાળવણી અને રિપેરિંગ માટે સરકાર દ્વારા જંગી ખર્ચ કરવામાં આવે છે. અહેવાલ મુજબ, તેણે સમારકામ અને જાળવણી માટે રૂ. 15,702 કરોડનો ખર્ચ કર્યો છે, જેમાં એક્સિડેન્ટ રેટ ઘટાડવા માટે આવા સ્થળોને સુધારવા માટે લેવાયેલા પગલાંનો પણ સમાવેશ થાય છે. અહેવાલમાં કહેવામાં આવ્યું નથી કે આવા પગલાં રોડ અકસ્માત રોકવામાં અસરકારક છે કે કેમ. (સ્ત્રોત-મોટોરોક્ટેન)





