ભારત હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી વાવાઝોડું (Cyclonic storm) ‘મૈંડૂસ’આજે 9 ડિસેમ્બરની રાત્રે પાડોશી રાજ્ય આંધ્ર પ્રદેશની (Andra Pradesh) શ્રહરિકોટા અને પુડુચેરીની વચ્ચેથી પસાર થવાની સંભાવના છે. જેને પગલે તમિલનાડુ (Tamil Nadu) કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની (Tamil Nadu) આગાહીને ધ્યાને રાખીને ચેન્નઇ, ચેંગસપટ્ટૂ, કાંચીપુરમ, વિલુપ્પુરમ, કુડ્ડાલોર, રાનીપેટ, વેલ્લોર સહિત તિરૂવલ્લૂરની સ્કૂલ-કોલેજોમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. અહેવાલ અનુસાર લગભગ 27 જિલ્લાની સ્કૂલ-કોલેજોમાં રાજાનું એલાન કરી દેવાયું છે.
IMD અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત ‘મંડૌસ’ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી તરફ આગળ વધ્યું છે અને તે ચેન્નાઈથી લગભગ 480 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ અને કરિયાકલથી 390 કિમી દૂર છે.જેને પગલે ભારેથી અતિ ભારે વરસાદ શક્યતા છે. ઉત્તર કોસ્ટલ તમિલનાડુ, પુડુચેરી જેવા અલગ-અલગ સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડી શકે છે.
તમિલનાડુ સરકારે જણાવ્યું હતું કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન દળના 400 કર્મચારીઓની બનેલી 12 ટીમો નાગાપટ્ટિનમ અને તંજાવુર, ચેન્નાઈ, તેના ત્રણ પડોશી જિલ્લાઓ અને કુડ્ડાલોર સહિત કુલ 10 જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે. આ વિસ્તારોમાં શુક્રવારે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.