India Slams Pakistan at UNSC : સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે પાકિસ્તાનની ટીકા કરી, કહ્યું ‘એક દેશ પોતાના જ લોકો પર બોમ્બ ફેંકે છે’

યુએન સભામાં ભારતે પાકિસ્તાનની ટીકા કરી : સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ચર્ચામાં ભારતીય રાજદૂત પી. હરીશે પાકિસ્તાનની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, એક દેશ જ પોતાના લોકો પર બોમ્બ ફેંકે છે, આયોજીત નરસંહાર કરે છે, તે ફક્ત ગેરમાર્ગે દોરનારા અને અતિશયોક્તિથી વિશ્વનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી શકે છે.

Written by Ajay Saroya
October 07, 2025 11:34 IST
India Slams Pakistan at UNSC : સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે પાકિસ્તાનની ટીકા કરી, કહ્યું ‘એક દેશ પોતાના જ લોકો પર બોમ્બ ફેંકે છે’
Parvathaneni Harish : પાર્વથાનેની હરીશ (Photo: Facebook)

India Slams Pakistan at UN: ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રમાં મહિલા, શાંતિ અને સુરક્ષા પર ચર્ચા દરમિયાન પાકિસ્તાનના ખોટા દાવાઓને નકારી કાઢ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ચર્ચામાં ભારતના પ્રતિનિધિ પાર્વથાનેની હરીશે કહ્યું કે, પાકિસ્તાન આયોજીત નરસંહાર કરે છે અને માત્ર અતિશયોક્તિથી વિશ્વને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે.

ભારતીય રાજદૂતે કહ્યું કે પાકિસ્તાન એક એવો દેશ છે જેણે 1971 માં ઓપરેશન સર્ચલાઇટ શરૂ કર્યું હતું અને તેની પોતાની સેના દ્વારા 400,000 મહિલા નાગરિકોના હત્યાકાંડ અને સામૂહિક બળાત્કારના અભિયાનને મંજૂરી આપી હતી. દુનિયા પાકિસ્તાનના દૂષ્પ્રચાર અભિયાનને સમજે છે. પી હરીશે પાકિસ્તાન પર ગેરમાર્ગ દોરનાર અને ખોટા દાવાઓ વિશે ટીકા કરી હતી, જે દર વર્ષે જમ્મુ-કાશ્મીર કરે છે.

પાકિસ્તાન વિશે ભ્રામક વાતો સાંભળવામાં આવે છે: પી હરીશ

દુર્ભાગ્યવશ, દર વર્ષે આપણે પાકિસ્તાન તરફથી આપણા દેશ વિરુદ્ધ ભ્રામક નિવેદનો સાંભળીએ છીએ, ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર, જે ભારતના હિસ્સાની લાલચ રાખે છે. મહિલા, શાંતિ અને સુરક્ષાના એજન્ડા પર અમારો રેકોર્ડ દોષરહિત છે. એક દેશ જ પોતાના લોકો પર બોમ્બ ફેંકે છે, આયોજીત નરસંહાર કરે છે, તે ફક્ત ગેરમાર્ગે દોરનારા અને અતિશયોક્તિથી વિશ્વનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી શકે છે. ભારતે વારંવાર સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે.

કિરણ બેદીનું ઉદાહરણ આપ્યું

પાર્વથાનેની હરીશે કહ્યું કે, “શાંતિ જાળવવામાં મહિલા સૈનિકોને પ્રોત્સાહન આપવામાં ભારતના નેતૃત્વનું ઉદાહરણ ભારતીય પોલીસ સેવાના પ્રથમ મહિલા અધિકારી ડૉ. કિરણ બેદી દ્વારા આપવામાં આવ્યું હતું. અમારું માનવું છે કે, હવે સવાલ નથી રહ્યો કે મહિલાઓ શાંતિ સ્થાપી શકે છે કે નહીં. તેના બદલે, પ્રશ્ન એ છે કે શું મહિલાઓ વિના શાંતિ સ્થાપવી સંભવ છે? સૌથી અગત્યનું, તેઓ લિંગ આધારિત હિંસા સામે લડવામાં મદદ કરે છે અને સુનિશ્ચિત કરે છે કે શાંતિ પ્રક્રિયા સમાજના તમામ વર્ગોની જરૂરિયાતોને પ્રતિબિંબિત કરે છે. આપણા વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરના શબ્દોમાં કહીએ તો, મહિલા શાંતિ રક્ષકો શાંતિના સંદેશવાહક છે. ”

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ