જમ્મુ કાશ્મીર : આર્મી ચીફે રાજૌરી અને પૂંછની સ્થિતિને ચિંતાજનક ગણાવી, LAC ને લઈને સેનાની શું યોજના છે?

India Pakistan china Border : ભારત પાકિસ્તાન અને ભારત ચાઈના બોર્ડર સહિત રજૌરી (Rajouri), પૂછ (Poonch) માં આતંકવાદી (Terrorism) ગતિવિધિ અંગે ભારત આર્મી ચીફ જનરલ મનોજ પાંડે (Army Chief General Manoj Pandey) એ વાત કરી.

Written by Kiran Mehta
January 11, 2024 13:46 IST
જમ્મુ કાશ્મીર : આર્મી ચીફે રાજૌરી અને પૂંછની સ્થિતિને ચિંતાજનક ગણાવી, LAC ને લઈને સેનાની શું યોજના છે?
ભારત આર્મી ચીફ જનરલ મનોજ પાંડે

આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ આજે દેશને સરહદની સ્થિતિ વિશે માહિતી આપી હતી. દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જનરલ મનોજ પાંડેએ કહ્યું હતું કે, છેલ્લા 5-6 મહિનામાં રાજૌરી અને પૂંછમાં પરિસ્થિતિ અને આતંકવાદી ગતિવિધિઓ અમારા માટે ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે, ઉત્તરીય સરહદ પર સ્થિતિ સ્થિર છે, પરંતુ સંવેદનશીલ છે.

આર્મી ચીફે એમ પણ કહ્યું કે, અમે સૈન્ય અને રાજદ્વારી સ્તરે વાતચીત ચાલુ રાખીએ છીએ. તો, પૂર્વ લદ્દાખ વિવાદ પર, આર્મી ચીફે કહ્યું કે અમારી પાસે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે પૂરતા સંરક્ષણ દળો છે. જનરલ પાંડેએ કહ્યું કે, ઘૂસણખોરીના પ્રયાસો છતાં નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામ અકબંધ છે.

ભારત-મ્યાનમાર સરહદ પર સ્થિતી ચિંતાનો વિષય – આર્મી ચીફ

લદ્દાખ વિવાદ અંગે ભારત-ચીન વાટાઘાટો પર, આર્મી ચીફે કહ્યું કે, ચાલુ મુદ્દાઓનું સમાધાન શોધવું એ સતત પ્રક્રિયા છે. તો, જમ્મુ-કાશ્મીરના પુંછના રાજૌરીમાં આતંકવાદી ગતિવિધિઓ પર, આર્મી ચીફે કહ્યું કે, આ તે વિસ્તાર છે જ્યાં અમારા વિરોધી આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે સક્રિય છે. તેમણે કહ્યું કે, ભારત-મ્યાનમાર સરહદ પરની સ્થિતિ અમારા માટે ચિંતાનો વિષય છે, અમે ત્યાંની સ્થિતિ પર પણ નજીકથી નજર રાખી રહ્યા છીએ. ભૂટાન-ચીન બોર્ડર વાટાઘાટો પર આર્મી ચીફે કહ્યું કે, ભૂટાન સાથે અમારા મજબૂત સૈન્ય સંબંધો છે અને અમે ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ.

LoC પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો

તો, જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર, આર્મી ચીફે કહ્યું કે અમે એલઓસી પર ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવી રહ્યા છીએ, જમ્મુ-કાશ્મીરના આંતરિક વિસ્તારોમાં હિંસામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જનરલ મનોજ પાંડેએ જણાવ્યું હતું કે, “2003 સુધીમાં, આ ક્ષેત્રમાં આતંકવાદ સંપૂર્ણપણે ફેલાઈ ગયો હતો પરંતુ 2017-18 સુધીમાં ત્યાં શાંતિ સ્થાપિત થઈ ગઈ હતી. ખીણમાં શાંતિ આવી રહી હોવાથી, અમારા વિરોધી વિસ્તારમાં નકલી ઓળખને પ્રોત્સાહિત કરી રહ્યા છે. પાકિસ્તાન આર્મી પ્રયાસ કરી રહી છે કે, રાજૌરી પુંછ વિસ્તારમાં આતંકવાદ વધારવો.

દિલ્હીમાં જનરલ મનોજ પાંડેએ કહ્યું કે, ઉત્તરીય સરહદ પર સ્થિતિ સ્થિર છે પરંતુ સંવેદનશીલ છે. અમે બંને પક્ષો વચ્ચેના મુદ્દાઓને ઉકેલવા અને સંતુલિત કરવા માટે વાતચીત ચાલુ રાખીએ છીએ. તૈયારીઓ વધુ છે અને જમાવટ મજબૂત અને સંતુલિત બંને છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ