ભારતીય વાયુસેનાએ (Indian Air Force) બુધવાર 28 ડિસેમ્બર, 2022ના રોજ બ્રહ્મોસ એર-લોન્ચ મિસાઇલના એડવાન્સ્ડ વર્ઝનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલ 400 કિમીની રેન્જ સુધીમાં કોઈપણ લક્ષ્યને માર પાડવામાં સક્ષમ છે. સુરક્ષા અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે, મિસાઈલનું પરીક્ષણ સુખોઈ Su-30 ફાઈટર એરક્રાફ્ટથી કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ બંગાળની ખાડીમાં કરવામાં આવ્યું હતું
સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે મિસાઇલને સુખોઇ એસયુ-30 ફાઇટર જેટથી છોડવામાં આવી હતી અને તેણે ચોક્કસ લક્ષ્ય પર નિશાન સાધ્યું હતું. અધિકારીએ કહ્યું કે તે મિસાઈલના એર-લોન્ચ વર્ઝનના એન્ટી-શિપ વર્ઝનનું પરીક્ષણ હતું. નિવેદનમાં જણાવાયું છે કે, SU-30MKI એરક્રાફ્ટની સાથે મિક્સ થવાથી મિસાઈલની રેન્જ ક્ષમતામાં વધારો થયો છે. આ સફળતાએ ભારતીય વાયુસેનાને વ્યૂહાત્મક પહોંચ આપી છે.
મે મહિનામાં સફળ પરીક્ષણ કરાયુ હતુ
ચાલુ વર્ષે મે મહિનામાં, સુપરસોનિક મિસાઈલના વિસ્તારિત રેન્જ વર્ઝનનાુ સુખોઈ ફાઈટર એરક્રાફ્ટથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેની રેન્જ 290 કિમીથી વધારીને 350 કિમી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મે મહિનામાં હાથ ધરવામાં આવેલ સફળ પરીક્ષણ એ પ્રથમ ઉદાહરણ હતું જેમાં મિસાઈલનું પરીક્ષણ Su-30MKI ફાઈટર જેટથી કરવામાં આવ્યું હતું.
બ્રહ્મોસ એ મધ્યમ રેન્જની સ્ટીલ્થ રેમજેટ ક્રુઝ મિસાઈલ છે જેને સબમરીન, જહાજો, એરક્રાફ્ટ અથવા જમીન પરથી લોન્ચ કરી શકાય છે. લોન્ચિંગ સમયે તે વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ હતી.
તે ભારતના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને રશિયન ફેડરેશનના NPO મશિનોસ્ટ્રોયેનિયા વચ્ચેનું સંયુક્ત સાહસ છે, જે સાથે મળીને બ્રહ્મોસ એરોસ્પેસ બનાવે છે.

આ મિસાઇલના એર-લોન્ચ વર્ઝનને Su-30 MKIથી સ્ટેન્ડઓફ હથિયારના સ્વરૂપમાં લોન્ચ કરી શકાય છે, એટલે કે તેને દૂરથી ટાર્ગેટ રેન્જમાં હુમલો કરી શકાય છે જે હુમલો કરનાર સૈનિકોના શસ્ત્રો અથવા રક્ષા આગની અસરોથી બચાવે છે. . આવા શસ્ત્રો સામાન્ય રીતે જમીન અને દરિયામાં આવેલા ટાર્ગેટે પર આક્રમક હુમલા કરે છે.