Indian Army Soldiers Learn Chinese Language : ભારતીય સેના દુશ્મનનો સામનો કરવા માટે તમામ રીતે સશક્ત અને સજ્જ થઇ રહી છે. ભારતને સૌથી વધુ જોખમ તેના જ પડોશી દેશ ચીન અને પાકિસ્તાનથી છે. આ જોખમને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાએ તેના સૈનિકોને ચીની ભાષા મેન્ડરિન શીખવવાનો નિર્ણય કર્યો છે. ભારતીય સેનાએ ટેરિટોરિયલ આર્મીમાં મેન્ડરિન ભાષાના નિષ્ણાતોની ભરતી શરૂ કરી છે. તેનો હેતુ એ છે કે ભારતીય સૈનિકો પણ ચીની ભાષા શીખી શકે અને પૂર્વ લદ્દાખમાં સરહદ પર ઊભેલા તમામ સૈનિકો ડ્રેગન કન્ટ્રીઝ વિશે માહિતી હોવી જોઈએ. આ ઉપરાંત આપણા સૈનિકો ચીની સૈનિકોની ભાષા સરળતાથી સમજી શકી, જેથી તેઓ પણ તેમની ભાષામાં જ જવાબ આપી શકે.
ભારતીય પ્રાદેશિક સેના દિવસ – ટેરિટોરિયલ આર્મીનો સ્થાપના દિવસ (Indian Territorial Army)
તમને જણાવી દઈએ કે દર વર્ષે 9 ઓક્ટોબરના રોજ ભારતીય પ્રાદેશિક સેના દિવસ ઉજવાય છે. ટેરિટોરિયલ આર્મીની સ્થાપના 1949માં થઈ હતી. આ વર્ષે તે પોતાનો 75મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. આ વર્ષે ટેરિટોરિયલ આર્મી દ્વારા 5 ચાઈનીઝ ભાષા નિષ્ણાતોની પણ ભરતી કરવામાં આવી છે. તેમની નિમણૂકની પ્રક્રિયા જાન્યુઆરીમાં શરૂ થઈ હતી અને થોડા મહિના પહેલા જ પૂર્ણ થઈ હતી. મેન્ડરિન ભાષાના નિષ્ણાંત ઉમેદવારોએ લેખિત અને મૌખિક પરીક્ષા આપવાની હોય છે. જેઓ આ પરીક્ષા પાસ કરે છે તેમની પસંદગી કરવામાં આવે છે. જે પાંચ લોકોની પસંદગી કરવામાં આવી છે તેમની સરેરાશ ઉંમર 30 વર્ષ છે.
ટેરિટોરિયલ આર્મી કોને કહેવાય છે? (Territorial Army)
પ્રાદેશિક સેનાને ટેરિટોરિયલ આર્મી કહેવામાં આવે છ. ટેરિટોરિયલ આર્મીમાં દેશના સામાન્ય નાગરિકના ધોરણે લશ્કરી અનુભવ મેળવી શકો છો. આ એક સ્વૈચ્છિક સેવા છે, જેમા નાગરિકને સૈન્ય તાલીમ આપવામાં આવે છે અને જરૂર પડ્યે ભારતીય સેના દ્વારા તમારી સેવા લઈ શકે છે.
ટેરિટોરિયલ આર્મીમાં સાયબર સિક્યોરિટી એક્સપર્ટ્સની ભરતી કરાશે (Indian Army Cyber Security Experts Recruitment)
સુત્રોએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યુ હતુ કે, સાયબર સુરક્ષા નિષ્ણાતોની નિમણૂક અંતિમ મંજૂરીની રાહ જોઈ રહી છે, પરંતુ તે અંતિમ તબક્કામાં છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, “અમને આ મહિનાના અંત સુધીમાં મંજૂરી મળવાની આશા છે. ટ્રાયલના આધારે, અમે પ્રથમ વખત પાંચથી છ સાયબર સિક્યોરિટી એક્સપર્ટ્સને સામેલ કરવાની યોજના બનાવી રહ્યા છીએ.”
લગભગ 14 બટાલિયન હાલમાં ઉત્તર-પૂર્વ અને જમ્મુ અને કાશ્મીરમાં ઉગ્રવાદ અને આતંકવાદ વિરોધીને ડામવાનો પ્રયાસ કરી રહ્યા છે. સૂત્રએ જણાવ્યું હતું કે, લદ્દાખમાં ઘણા પ્રાદેશિક આર્મી દળો તૈનાત કરવામાં આવ્યા છે અને અન્ય મહત્વપૂર્ણ સરહદ માળખાં જેમ કે કોમ્યુનિકેશન લાઇન અને બોર્ડર રોડને સુરક્ષા પૂરી પાડી રહ્યા છે.
આ પણ વાંચો | ઈઝરાયલ – પેલેસ્ટાઈન વચ્ચેનો સંઘર્ષ બહુ જૂનો છે; જાણો હમાસ – ઈઝરાયલના યુદ્ધની તવારીખ
ભારતીય સેના સશક્ત અને સજ્જ થશે (Indian Army Power)
લદ્દાખની ગલવાન ખીણમાં ભારત- ચીન સૈનિક અથડામણ બાદથી ભારતીય સેના સશક્ત સજ્જ થઇ રહી છે. છેલ્લા 3 વર્ષમાં પૂર્વી લદ્દાખમાં ચીન સાથે સૈન્ય અથડામણ થઇ રહી છે, આથી ભારતીય સેનાએ એલએસી પર સૈન્ય સુરક્ષા વધારી મજબૂત કરી છે.





