ઇન્ડિગો એરલાઇન્સની દિલ્હીથી બેંગ્લોર જઇ રહેલી ફ્લાઇટમાં એકાએક આગ લાગવાની ગંભીર દૂર્ઘટના ઘટી છે. હકીકતમાં જ્યારે ફ્લાઇટ રનવે પર દોડી રહી હતી ત્યારે જ એકાએક વિમાનમાં ભડકો થયો અને પાયલોટે સમચસૂચકતા વાપરી ફ્લાઇટને અટકાવી દીધી.
ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યુ છે કે, ફ્લાઇટમાં ટેકનિકલ ખામીને કારણે આ દૂર્ઘટના સર્જાઇ છે.
ઇન્ડિગોની દિલ્હીથી બેંગ્લોર થઇ રહેલી ફ્લાઇટમાં રન-વે પર જ આગ લાગતા તાત્કાલિક પાયલોટે અટાવી દીધી હતી અને તેમાં સવાર તમામ પેસેન્જરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. હવે આ ફ્લાઇટ ક્યારે ઉડાન ભરવા સજ્જ થશે તે અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી.
ઇન્ડિગોની ફ્લાઇટમાં આગ લાગવાનો એક વિડિયો વાયરસ થયો છે. આ વિડિયોમાં જ્યારે વિમાન દિલ્હીથી બેગ્લોર જવા માટે રન-વે પર ટેક ઓફ્ફ કરી રહ્યુ હતુ ત્યારે જ અચાનક એક ભડકો થયો અને આગ લાગી ગઇ. આ બધુ જોઇને પાયલોટે તાત્કાલિક વિમાનને રન-વે પર અટકાવી દીધું અને તેમાં પ્રવાસ કરી રહેલા તમામ પેસેન્જરોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
ટેકઓફ વખતે જ ફ્લાઇટમાં ભડકો થયો
તનુ શર્મા, DCP (IGI એરપોર્ટ)એ જણાવ્યું હતું કે, “આજે 22.08 કલાકે, IGIA કંટ્રોલ રૂમને CISF કંટ્રોલ રૂમમાંથી દિલ્હીથી બેંગલુરુ જતી ફ્લાઇટ નંબર 6E 2131ના એન્જિનમાં આગ લાગવાની ઘટવાનો કોલ આવ્યો હતો. ફ્લાઇટમાં 177 મુસાફરો અને 7 ક્રૂ મેમ્બર હતા. ટેક ઓફ માટે રનવે પર જ ફ્લાઇટ દોડી રહી હતી ત્યારે જ તેમાં ભડકો થતા પાયલોટે ફ્લાઇટને રોકી દીધી અને તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા.
ફ્લાઇટમાં દૂર્ઘટનાના કિસ્સાઓ વધ્યા
છેલ્લા કેટલાંક મહિનાથી ભારતમાં કોમર્શિયલ એરલાઇન્સમાં દૂર્ઘટનાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થયો છે. ટેકનિકલ ખામી કે અન્ય કારણોસર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ છે. આવી ઘટનાઓ સૌથી વધારે સ્પાઇસ જેટની ફ્લાઇટમાં ઘટી છે. હવે ઇન્ડિગોની ફ્લાઇટમાં આ ગંભીર દૂર્ઘટના ઘટતા પેસેન્જરોની સુરક્ષા અને વિમાનના મેઇન્ટેનન્સ સામે ઘણા સવાલો ઉભા થયા છે.