સમગ્ર વિશ્વને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે છે એ દરેકને યાદ હોય, પરંતુ ભાગ્યે અમુક લોકોને ખ્યાલ હશે કે 19 નવેમ્બરને આંતરરાષ્ટ્રી પુરૂષ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને પુરૂષોને વંચિત અધિકારો અપવવા, ભેદભાવને ખત્તમ કરવો તેમજ તેની સાથે થતાં અત્યાચારોના વિરુધ્ધમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ 2022ની થીમ પુરૂષો તેમજ છોકારાઓમી મદદ કરવાની રાખવામાં આવી છે. જેનો હેતુ વૈશ્વિક સ્તર પર પુરૂષો અને છોકરાઓના સ્વાસ્થ અને તેમના કલ્યાણમાં સુધારો કરવાનો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021માં આ દિવસની થીમ મહિલા અને પુરૂષ વચ્ચે સારા સંબંધ બને તે થીમ રાખવામાં આવી હતી.
પુરૂષોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ
આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ નિમિત્તે દુનિયાભરમાં કાર્યક્રમો અને સંમેલનો યોજાઇ છે. જેમાં પુરૂષો અને છોકારા સંબંધિત મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવે છે. તેમની સમસ્યા વિશે ચર્ચા કરાઇ છે. તેમજ તેમનામાં જાગૃતતા અને હિંમત લાવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવે છે.
‘આંતરરાષ્ટ્રીય મેન્સ ડે’નો ઇતિહાસ
‘આંતરરાષ્ટ્રીય મેન્સ ડે’ને પહેલીવાર વર્ષ 2007માં 19 નવેમ્બરના રોજ સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. આ દિવસે ‘મેન્સ ડે’ ઉજવવાનો પ્રસ્તાવ ફેબ્રુઆરી 1992માં થોમસ ઓસ્ટરે રાખ્યો હતો. વર્ષ 1999થી સત્તાવાર રીતે ‘આંતરરાષ્ટ્રીય મેન્સ ડે’ને ઉજવવાની શરૂઆત થઇ.
એક મહિલાએ કરી ‘પુરૂષ ડે’ ઉજવવાની શરૂઆત
જ્યારે સમગ્ર વિશ્વમાં સ્ત્રી અને પુરૂષ વચ્ચે કોઈ તફાવત નથી, તો પછી માત્ર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ શા માટે ઉજવવો જોઈએ. શા માટે આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ નથી? બસ આ વિચારથી પુરુષો માટે અલગ દિવસની માંગ શરૂ થઈ. વેસ્ટ ઈન્ડિઝમાં ઈતિહાસના લેક્ચરર ડૉ. જીરોમ તિલક સિંઘે 19 નવેમ્બર 1999ના રોજ ઈન્ટરનેશનલ મેન્સ ડે ઉજવવાનું શરૂ કર્યું. ભારતમાં તેને શરૂ થતા ઘણા વર્ષો લાગ્યા અને વર્ષ 2007માં હૈદરાબાદ સ્થિત લેખિકા ઉમા ચલ્લાએ તેની શરૂઆત કરી. એટલે કે સાંભળીને નવાઈ લાગશે, પરંતુ મહિલાઓએ ‘ઈન્ટરનેશનલ મેન્સ ડે’ની ઉજવવાની શરૂઆત કરી છે.
પુરૂષ દિવસ માટે આંદોલન
જો કે, આ દિવસની ઉજવણીની માંગ સૌપ્રથમ 1923 માં ઘણા પુરુષો દ્વારા કરવામાં આવી હતી અને એક આંદોલન થયું હતું. તે બધા 23 ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ તરીકે જાહેર કરવાની માંગ કરી રહ્યા હતા. ત્યારબાદ 19 નવેમ્બર 1999ના રોજ, ત્રિનિદાદ અને ટોબેગોના લોકો દ્વારા પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસની ઉજવણી કરવામાં આવી. ડો.જેરોમ તિલક સિંહે આ માટે ઘણી લડત આપી હતી. તેથી જ તેમના પિતાના જન્મદિવસ એટલે કે 19 નવેમ્બરને ‘વિશ્વ પુરૂષ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.