IPS પ્રભાકર ચૌધરીની 13 વર્ષમાં 21 ટ્રાન્સફર, ગુસ્સે થયેલા પિતાએ કહ્યું – ‘…ભાજપને હવે જીતવા નહી દઉં’

ips prabhakar chaudhary transfer : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) બરેલી (Bareli) ના એએસપી પ્રભાકર ચૌધરીની વધુ એકવાર બદલી થતા તેમના પિતા ગુસ્સે થઈ ગયા, તેમણે ભાજપ (BJP) પર પ્રહાર કર્યા અને કહ્યું, 'મારા પુત્ર સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે, હું કોઈ મોટો માણસ નથી, પરંતુ 10-20 વિસ્તારોમાં મારી પકડ છે, હું ત્યાંથી ભાજપને જીતવા નહીં દઉં.'

Written by Kiran Mehta
August 03, 2023 18:01 IST
IPS પ્રભાકર ચૌધરીની 13 વર્ષમાં 21 ટ્રાન્સફર, ગુસ્સે થયેલા પિતાએ કહ્યું – ‘…ભાજપને હવે જીતવા નહી દઉં’
આઈપીએસ પ્રભાકરની વારવાર બદલીથી પિતા ગુસ્સે થયા અને આપ્યું આકરૂ નિવેદન

IPS Prabhakar Chaudhary Transfer : ઉત્તર પ્રદેશના બરેલીમાં કાંવડ યાત્રા દરમિયાન કાંવડીઓ પર થયેલા લાઠીચાર્જના થોડા સમય બાદ એસએસપી પ્રભાકર ચૌધરીની ટ્રાન્સફર મંજૂર કરાવવામાં આવી હતી. કેટલાક લોકોએ દાવો કર્યો હતો કે, કાંવડીઓ પર લાઠીચાર્જ કર્યા પછી જ તેમની ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર લોકોએ પ્રભાકર ચૌધરીના જોરદાર વખાણ કર્યા અને ટ્રાન્સફર પર સવાલો ઉઠાવ્યા, પરંતુ હવે પ્રભાકર ચૌધરીના પિતા સરકારના વલણથી ખૂબ નારાજ છે.

કોણ છે પ્રભાકર ચૌધરી?

IPS અધિકારી પ્રભાકર ચૌધરી આંબેડકર નગર જિલ્લાના હંસવાર પોલીસ સ્ટેશનના મહેમુદપુર ગામના રહેવાસી છે. પ્રભાકરનું પ્રાથમિક શિક્ષણ શિશુ મંદિર વિદ્યાલય બાસખારીમાંથી અને ઈન્ટર ઈન્ડાઈપુર ઈન્ટર કોલેજમાંથી થયું. અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યા પછી, તેઓ તેમના પહેલા જ પ્રયાસમાં વર્ષ 2010 માં IPS બન્યા હતા.

‘ભાજપને જીતવા નહીં દઈએ’

પારસનાથ ચૌધરીએ કહ્યું કે, હું કોઈ મોટો માણસ નથી, પરંતુ 10-20 વિસ્તારોમાં મારી પકડ છે, હું ત્યાંથી ભાજપને જીતવા નહીં દઉં. મારા પુત્ર સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે, ઈમા નાદારીના કારણે તેની સતત ટ્રાન્સફર થઈ રહી છે. આઈપીએસ અધિકારીના પિતાએ કહ્યું કે, હવે પ્રભાકરને ટ્રાન્સફરની આદત પડી ગઈ છે.

8 વર્ષમાં 18 ટ્રાન્સફર, માત્ર મેરઠમાં એક વર્ષ પૂરું કર્યું

પ્રભાકર ચૌધરીએ દેવરિયા, બિજનૌર, બલિયા, બુલંદશહેર, કાનપુર દેહત અને વારાણસીમાં એસપી, તો મુરાદાબાદ, મેરઠ અને આગ્રામાં એસએસપી તરીકે સેવા આપી છે, પરંતુ તેમણે એક વર્ષથી વધુ સમય માત્ર મેરઠ સિવાય બીજે ક્યાંય કામ કર્યું નથી. મોટાભાગના જિલ્લાઓમાં તેઓ માત્ર છ કે સાત મહિના માટે જ તેમની સેવાઓ આપી શક્યા છે. 13 વર્ષની સેવામાં પ્રભાકર ચૌધરીએ 21 વખત ટ્રાન્સફર કરવી પડી, જ્યારે છેલ્લા આઠ વર્ષમાં તેમને 18 વખત એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવ્યા. કહેવાય છે કે, પ્રભાકર ચૌધરી નેતાઓની વાત સાંભળતા નથી, તેથી જ તેમની ટ્રાન્સફર જલ્દી થાય છે.

આ પણ વાંચોChandrayaan 3 Update: ચંદ્રયાન-3 ક્યાં સુધી પહોંચ્યું? હવે તમે પણ જોઈ શકશો, ઈસરોએ દેશવાસીઓ માટે લોન્ચ કર્યું લાઈવ ટ્રેકર, જાણો બધુ

ઉલ્લેખનીય છે કે, બરેલીમાં જ્યારે સમુદાય યાત્રાને લઈને બે સમુદાયો સામસામે આવી ગયા હતા ત્યારે પોલીસે કાંવડ યાત્રા કાઢી રહેલા લોકો પર લાઠીચાર્જ કર્યો હતો અને SSP પ્રભાકર ચૌધરીએ મીડિયામાં પણ આ મામલે નિવેદન આપ્યું હતું. આના થોડા સમય પછી, તેમની બદલી કરવામાં આવી અને 32મી કોર્પ્સ પીએસીના કમાન્ડર તરીકે લખનૌ મોકલવામાં આવ્યા.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ