Israel Hamas War : ઈઝરાયલ હમાસ યુદ્ધમાં ચાર દિવસમાં 2100 લોકોના મોત; 12 વર્ષના ઇઝરાયેલ-પેલેસ્ટાઇન સંઘર્ષમાં કેટલા લોકોએ જીવ ગુમાવ્યો? ગાઝા પટ્ટી શું અને ક્યા આવેલી છે?

Israel Palestine Hamas Conflict : ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં ચાર દિવસમાં 2100 લોકોએ જીવ ગુમાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, ગાઝા પટ્ટીમાં 260,000 થી વધુ લોકોને તેમના ઘર છોડીને પાલયન કરવાની ફરજ પડી છે

Written by Ajay Saroya
October 11, 2023 15:50 IST
Israel Hamas War : ઈઝરાયલ હમાસ યુદ્ધમાં ચાર દિવસમાં 2100 લોકોના મોત; 12 વર્ષના ઇઝરાયેલ-પેલેસ્ટાઇન સંઘર્ષમાં કેટલા લોકોએ જીવ ગુમાવ્યો? ગાઝા પટ્ટી શું અને ક્યા આવેલી છે?
ઈઝરાયલ અને પેલેસ્ટાઈન હમાસ વચ્ચે ગાઝા પટ્ટીને લઇ ઘણા વર્ષોથી લોહિયાળ સંઘર્ષ ચાલી રહ્યો છે. (Photo - @IsraelHamasWarr)

Israel Palestine Hamas Conflict And Deaths : ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ચાર દિવસમાં બંને દેશોના 2100 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઉપરાંત ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના સંઘર્ષમાં વર્ષ 2008થી 2020 વચ્ચેના 12 વર્ષમાં 5850 લોકોના મોત થયા હતા.

ઈઝરાયલ હમાલ યુદ્ધથી ગાઝા પટ્ટીમાંથી 2.60 લાખ લોકોનું પલાયન

ગત 7 સપ્ટેમ્બરે હમાસના એકાએક રોકેટ હુમલા બાદથી ઈઝરાયેલ પેલેસ્ટાઈન પર સતત બોમ્બમારો કરી રહ્યું છે. ગાઝા પટ્ટીની હાલત સૌથી ખરાબ છે. અલ જઝીરાના જણાવ્યા અનુસાર ઈઝરાયેલના હુમલામાં 900 પેલેસ્ટિનિયનોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે ઈઝરાયેલનો દાવો છે કે તેમના લગભગ 1200 લોકોના મોત થયા છે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, ગાઝા પટ્ટીમાં 260,000 થી વધુ લોકોને તેમના ઘર છોડીને પાલયન કરવાની ફરજ પડી છે.

12 વર્ષમાં ઈઝરાયલ-પેલેસ્ટાઇનના 5600 લોકોએ જીવ ગુમાવ્યો (Israel Palestine War Deaths)

યુનાઈટેડ નેશન્સ ઓફિસનું કોઓર્ડિનેશન ઓફ હ્યુમેનિટેરિયન અફેર્સ (OCHA) ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષ પર નજર રાખે છે. OCHAની અનુસાર, 2008 અને 2020 વચ્ચે ઇઝરાયેલ-પેલેસ્ટાઇન સંઘર્ષમાં 5,600 પેલેસ્ટિનિયન માર્યા ગયા અને 115,000 ઘાયલ થયા. તેમજ સમયગાળા દરમિયાન, 250 ઇઝરાયેલીઓ માર્યા ગયા અને 5,600 ઘાયલ થયા.

Israel Hamas war | Israel | Hamas
ઇઝરાયેલ હમાસ યુદ્ધ (Photo- @jannataminkhan)

આ હિંસા ખાસ કરીને 2014માં વધુ વિકરાળ બની હતી જ્યારે ઇઝરાયેલે ત્રણ કિશોરોના અપહરણ અને હત્યાના જવાબમાં ગાઝામાં ઓપરેશન પ્રોટેક્ટિવ એજ શરૂ કર્યું હતું. આ અભિયાન સાત અઠવાડિયા સુધી ચાલ્યું. ઇઝરાયેલની કાર્યવાહીમાં 2,000 થી વધુ લોકોના મોત થયા હતા, જેમાંથી મોટા ભાગના ગાઝાના હતા. 2018માં, ઇઝરાયેલ-ગાઝા સરહદે મોટા પાયે વિરોધ પ્રદર્શન થયા હતા, જેમાં 28,000 થી વધુ પેલેસ્ટિનિયનો ઘાયલ થયા હતા.

ઇઝરાયેલની વર્ષ 2007થી ગાઝામાં નાકાબંધી (Israel To Blockade In Gaza Strip)

વર્ષ 2007માં ઈઝરાયેલે ગાઝાની હવાઈ, જમીન અને દરિયાઈ માર્ગો સહિત ચારે બાજુથી નાકાબંધી કરી દીધી હતી. એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે આને સમગ્ર વસ્તીની સામૂહિક સજા ગણાવી હતી. ઈઝરાયેલે માત્ર ગાઝાની નાકાબંધી કરી નથી, પરંતુ તે ગાઝાની પાણી અને વીજળી જેવી મૂળભૂત જરૂરિયાતોને પણ નિયંત્રિત કરે છે.

ઇઝરાયેલના ટીકાકારો ગાઝાને “ઓપન-એર જેલ” કહે છે. ઈઝરાયેલની પરવાનગી વગર ગાઝાના લોકો મુસાફરી પણ કરી શકતા નથી. ઈઝરાયેલની સંસ્થા ગીશાના જણાવ્યા અનુસાર ગાઝામાં બેરોજગારી વધારે છે, વીજળી અડધા દિવસ જ મળે છે અને ઘણા લોકોને પુરતા પ્રમાણાં શુધ્ધ પાણી પણ મળતું નથી.

ઇઝરાયેલની નાકાબંધીથી ગાઝાના અર્થતંત્રનું પતન થયું? (Gaza Economy)

નાકાબંધીને કારણે ગાઝાના અર્થતંત્રનું સતત પતન થઇ રહ્યું છે. ઇઝરાયેલના સૈન્ય હુમલાઓથી પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે. UNCTAD (યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ) અનુસાર, ઈઝરાયેલની નાકાબંધીને કારણે 2007 અને 2018 ની વચ્ચે પેલેસ્ટિનિયન અર્થતંત્રમાં ગાઝાની હિસ્સેદારી 31% થી ઘટીને 18% થઇ છે.

આ કારણસર 10 લાખથી વધુ લોકો ગરીબી રેખા નીચે આવી ગયા, ગરીબી દર જે વર્ષ 2007માં 40 ટકા હતો, તે વધીને 2017 માં 56 ટકાએ પહોંચ્યો હતો. ઇઝરાયેલની નાકાબંધીને કારણે ગાઝાની 80 ટકા થી વધુ વસ્તી આંતરરાષ્ટ્રીય સહાય પર નિર્ભર છે.

Israel Palestine Conflict | Hamas attack on Israel | Israel Palestine War | Israel | Palestine | Hamas
ઈઝરાયેલ પર હમસાના કરેલા હુમલામાં મોટી સંખ્યામાં જાન-માલને નુકસાન પહોંચ્યુ છે.

વર્ષ 2019માં, UNCTAD એ એવો અંદાજ મૂક્યો હતો કે, વર્ષ 2008 અને 2014ની વચ્ચે ગાઝામાં થયેલી ત્રણ ઇઝરાયેલી લશ્કરી કાર્યવાહી પાછળનો ખર્ચ ગાઝાની GDPના ઓછામાં ઓછા ત્રણ ગણો જેટલો હશે.

જૂન 2023માં, એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ ગાઝા પટ્ટી પર મે 2023 ના હુમલાની તેની તપાસ પ્રકાશિત કરી, જેમાં જાણવા મળ્યું કે ઈઝરાયેલે પેલેસ્ટિનિયન ઘરોને ગેરકાયદેસર રીતે નષ્ટ કર્યા છે. જ્યાં લશ્કરી કાર્યવાહીની જરૂર ન હતી ત્યાં પણ સેનાએ ઓપરેશન કર્યું. ઇઝરાયેલી સૈન્યએ તેની ક્રિયાઓનો ઉપયોગ ગાઝાની સમગ્ર નાગરિક વસ્તીને સામૂહિક સજાના સ્વરૂપ તરીકે કર્યો હતો.

બફર ઝોનના નામે ગાઝાને સંસાધનથી વંચિત રાખ્યું છે?

એમ્નેસ્ટી ઈન્ટરનેશનલના અહેવાલ મુજબ, ઈઝરાયેલે ગાઝાની 35 ટકાથી વધુ ખેતીની જમીન અને તેના 85 ટકા માછીમારી વિસ્તારને અનુક્રમે ‘બફર ઝોન’ અને પ્રતિબંધિત દરિયાઈ વિસ્તાર બનાવ્યો છે. આ રીતે પેલેસ્ટિનિયનોને સંસાધનોના મોટા ભાગથી વંચિત રાખવામાં આવ્યા છે.

પેલેસ્ટાઈનમાં લગભગ 113,000 ખેડૂતો ખેતીની જમીન પર ‘બફર ઝોન’ બનાવવાથી પ્રભાવિત થયા છે. તેમજ દરિયાઇ ક્ષેત્રમાં પ્રતિબંધથી 90% માછીમારો ગરીબ બન્યા છે. વધુમાં, ઇઝરાયેલી નૌકાદળ અવારનવાર દરિયાકાંઠે કામ કરતા ગાઝાન માછીમારો સામે બળ ઉપયોગ કરે છે, તેમની બોટને ડૂબાડે છે અથવા જપ્ત કરી લેવામાં આવે છે.

વર્ષ 2014થી ઇઝરાયેલી સૈન્યએ ગાઝા અને ઇઝરાયેલ વચ્ચેની વાડના કિનારે લાગેલા પેલેસ્ટિનિયન પાક પર હવાઈ હર્બિસાઇડ્સનો છંટકાવ કરવાનું શરૂ કર્યું. જેના કારણે ખેડૂતોની રોજીરોટી ખોરવાઈ ગઈ છે. તેમના આરોગ્ય પર પણ દૂરગામી અસર પડી છે.

ગાઝાના દરિયાકાંઠે તેલ અને ગેસ મળ્યા બાદ, ઇઝરાયેલે ગાઝાના દરિયાકિનારાની સરહદમાં ઘણી વખત ફેરફાર કર્યા છે. કેટલીકવાર તેને ઘટાડીને માત્ર 3 સમુદ્ર માાઇલ સુધી કરવામાં આવ્યું છે.

ગાઝા પટ્ટી શું છે? (what is Gaza?)

ગાઝા પટ્ટી એ ઇઝરાયલ અને ઇજિપ્ત વચ્ચે ભૂમધ્ય સમુદ્રને અડીને આવેલી જમીનની 25-માઇલ લાંબી પટ્ટી છે. આ સ્ટ્રીપ લગભગ 139 ચોરસ માઈલ છે, જે વોશિંગ્ટન ડીસી કરતા બમણી છે. ઇઝરાયેલ સાથે તેની સરહદ આશરે 36 માઇલ છે અને ઇજિપ્ત સાથેની તેની સરહદ આશરે આઠ માઇલ છે. ગાઝા પટ્ટીમાં લગભગ 24 માઈલ (40 કિલોમીટર) દરિયાકિનારો છે, પરંતુ 2009 થી તે ઈઝરાયેલી નૌકાદળ દ્વારા કબજો કરવામાં આવ્યો છે અને દરિયાઈ અવરજવર બંધ છે. ગાઝા પટ્ટી વિશ્વના સૌથી ગીચ વસ્તીવાળા વિસ્તારો પૈકીનો એક છે. આ વિસ્તારમાં 20 લાખથી વધુ લોકો રહે છે.

વર્ષ 1948માં જ્યારે પેલેસ્ટિનિયન જમીન પર ઈઝરાયેલની સ્થાપના થઈ ત્યારે ઘણા પેલેસ્ટિનિયન શરણાર્થીઓને ગાઝા પટ્ટી તરફ જવાની ફરજ પડી હતી. ઇજિપ્ત, સીરિયા અને જોર્ડન સામે છ-દિવસીય યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ ઇઝરાયેલે 1967માં ગાઝા પર કબજો મેળવ્યો હતો.

આ પણ વાંચો | શું ઇઝરાયલ-હમાસ યુદ્ધને કારણે PM મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટનું કામ અટકશે? ચીન યુદ્ધનો કેવી રીતે ઉઠાવી શકે છે ફાયદો?

વર્ષ 2000માં પેલેસ્ટિનિયન બળવાએ ઇઝરાયેલ અને પેલેસ્ટિનિયનો વચ્ચે હિંસાની નવી લડાઇ શરૂ કરી, જેના કારણે ઇઝરાયેલે 2005માં ગાઝા છોડવાનો નિર્ણય લીધો. ઇઝરાયેલે તેની સેના પાછી ખેંચી લીધી અને ત્યાં રહેતા આશરે 9,000 યહૂદી રહેવાસીઓને હટાવી દીધા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ