Hamas Leader Khaled Mashal Virtual Speech In Kerala Rally : ઈઝરાયેલ અને હમાસ યુદ્ધ વચ્ચે કેરળના મલ્લપુરમમાં મુસ્લિમ સમુદાય દ્વારા પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં હમાસના નેતા ખાલેદ મશાલે વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. મશાલના સંબોધન બાદ વિવાદ ઉભો થયો છે. ભાજપે આ સમગ્ર મામલે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
હમાસના નેતા ખાલિદ મશાલે શુક્રવારે મલ્લપુરમમાં સોલિડેરિટી યુવા આંદોલન દ્વારા આયોજીત યુવા વિરોધ રેલીમાં ભાગ લીધો. જમાત-એ-ઈસ્લામીની યુવા પાંખ સોલિડેરિટી યુથ મૂવમેન્ટે મલ્લપુરમમાં રેલીનું આયોજન કર્યું હતું. તેનું “બુલડોઝર હિન્દુત્વ અને રંગભેદી યહુદીવાદઓને ઉખેડી ફેંકો” ના નારા લાગ્યા હતા. રેલીના એક પોસ્ટરમાં હમાસના નેતા ખાલેદ મશાલને પ્રદર્શિત કરવામાં આવ્યો છે.
કોણ છે હમાસ નેતા ખાલિદ મશાલ? (Who is Hamas Leader Khaled Mashal)
ખાલિદ મશાલ હમાસ પોલિત બ્યૂરોનો સ્થાપક સભ્ય છે. ઉપરાત તે 2017 સુધી પ્રમુખ પણ રહી ચૂક્યા છે. ઘણા વર્ષો સુધી, ખાલિદ મશાલ હમાસનો મુખ્ય નેતા હતા. ખાલિદ મશાલનો જન્મ બેસ્ટ બેંકમાં થયો હતો અને તેનો ઉછેર કુવૈત અને જોર્ડનમાં થયો હતો. તેઓ 2004માં દેશનિકાલમાં હમાસના રાજકીય નેતા બન્યા. ખાલિદ મશાલ ક્યારેય ગાઝામાં રહ્યો નથી અને જોર્ડન, સીરિયા, કતાર અને ઇજિપ્તથી સંચાલન કરે છે. ઈઝરાયેલના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ખાલિદ મશાલ હવે કતારમાં રહે છે. તેમની કુલ સંપત્તિ 4 અબજ ડોલર છે.
ખાલિદ મશાલના સંબોધન પર કાર્યવાહી કરવા ભાજપની માંગ
ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રને હમાસ નેતાની સંડોવણી પર પ્રતિક્રિયા આપી છે અને કાર્યવાહીની માંગ કરી છે. સુરેન્દ્રને કહ્યું, ‘કેરળના મલ્લપુરમમાં એકતા કાર્યક્રમમાં હમાસના નેતા ખાલિદ મશાલનું વર્ચ્યુઅલ સંબોધન ચિંતાજનક છે. તેમણે પૂછ્યુ – કેરળના સીએમની પોલીસ ક્યા છે? પેલેસ્ટીયન બચાઓની આડમાં તેઓ એક આતંકવાદી સંગઠન હમાસ અને તેના નેતાઓને યોદ્ધા તરીકે દર્શાવી વખાણ કરી રહ્યા છે… આ અસ્વીકાર્ય છે.
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું, ‘હમાસના આતંકવાદીએ કેરળમાં ભાષણ આપ્યું હતું અને તેણે ત્યાંના હિંદુઓને ખતમ કરવાની વાત કરી હતી. તેમને જણાવી દઈએ કે ભારતમાં ઘણા આવ્યા, પરંતુ કંઈ કરી શક્યા નહીં. એવી જ રીતે હમાસનો પણ નાશ થશે… ભારત ઈઝરાયલની સાથે ઊભું છે, પણ પ્રિયંકા ગાંધી વોટ માટે આતંકવાદી હમાસ સાથે ઊભા છે.
આ પણ વાંચો | હમાસે બંધકોને મુક્ત કરવા શરત મૂકી, ઈઝરાયલના નેતન્યાહુનો જવાબ – હમાસને નષ્ટ કરીશું – ઈઝરાયલ હમાસ યુદ્ધની 10 મોટી અપડેટ
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ પૂછ્યું કે શું વિપક્ષ એકતા પાર્ટી INDI ગઠબંધનનો હિસ્સો બનેલી કોંગ્રેસ પાર્ટી આની નિંદા કરશે? INDI ગઠબંધન હમાસનું સમર્થન કેમ કરી રહ્યા છે જેણે 700થી વધુ લોકોને મારી નાંખ્યા છે? વોટ બેંકની રાજનીતિના નામે આતંકવાદીઓને સાથ આપવામાં આવી રહ્યું છે.





