Israel Hamas War : ના વોટિંગથી દૂર રહ્યા, ના ઇઝરાયેલનું કર્યું સમર્થન, ભારતનો વોટ ગયો પેલેસ્ટાઇનની તરફેણમાં, બદલાયેલી કૂટનીતિનું આ છે કારણ

Israel Hamas War India Support Plestine UN Resolution : ઈઝરાયલ હમાસ યુદ્ધ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રમાં ઈઝરાયલના આ હુમલાની વિરોધમાં મતદાન યોજાયું હતુ જેમાં ભારતે પેલેસ્ટાઈનના સમર્થનમાં વોટ આપી સૌને ચૌંકાવી દીધા. 145 દેશોએ પેલેસ્ટાઈનના સમર્થન જ્યારે 7 દેશોએ ઈઝરાયલના સમર્થનમાં મત આપ્યો

Written by Ajay Saroya
Updated : November 12, 2023 16:35 IST
Israel Hamas War : ના વોટિંગથી દૂર રહ્યા, ના ઇઝરાયેલનું કર્યું સમર્થન, ભારતનો વોટ ગયો પેલેસ્ટાઇનની તરફેણમાં, બદલાયેલી કૂટનીતિનું આ છે કારણ
ઈઝરાયલ હમાસ યુદ્ધ વચ્ચે એક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. ભારતના પીએમ નરેન્દ્ર મોદી. (Photo- @narendramodi)

Israel Hamas War India Support Plestine UN Resolution : ઇઝરાયલ અને હમાસ વચ્ચે એક મહિના કરતા પણ વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. ગાઝા પટ્ટીમાં પરિસ્થિતિ બહુ જ ભયંકર છે. ગાઝામાં હોસ્પિટલો પરના હુમલાથી પરિસ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઇ છે. દરમિયાન, યુએનમાં આ યુદ્ધને લઈને એક મહત્વપૂર્ણ મતદાન થયું છે, તે મતદાનમાં પણ પ્રથમ વખત ભારતે ઈઝરાયલને નહીં પણ પેલેસ્ટાઈનને સમર્થન આપ્યું છે. ભારતના આ બદલાયેલા સ્ટેન્ડનું એક મોટું કારણ સામે આવ્યું છે.

Israel Hamas War | Gazapatty bomb attack
ઇઝરાયેલ-હમાસ યુદ્ધ (તસવીર – સ્ક્રીનગ્રેબ)

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે પેલેસ્ટાઈનના ઘણા વિસ્તારો હાલમાં ઈઝરાયેલના કબજામાં છે. જેરુસલેમમાં કેટલાક વિસ્તારો કબજે કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. હવે યુએનના ઘણા દેશોએ ઈઝરાયેલના આ હુમલાના વિરોધમાં મતદાન કર્યું છે. કુલ 145 દેશોએ સર્વસંમતિથી આ પ્રકારની કાર્યવાહીનો વિરોધ કર્યો છે, એટલે કે આ તમામ દેશોએ સમર્થનમાં મત આપ્યો છે. મોટી વાત એ છે કે આ વખતે ભારતે પણ ખુલ્લેઆમ મતદાન કર્યું છે અને પેલેસ્ટાઈનને સીધું સમર્થન આપ્યું છે.

જો કે, સાત દેશો એવા હતા જેમણે આ ઠરાવની વિરુદ્ધમાં મત આપ્યો હતો, જેનો અર્થ છે કે તેઓ હજુ પણ ઇઝરાયલ સાથે મક્કમ રીતે ઉભા છે. આવા 18 દેશો પણ સામે આવ્યા જેમણે આ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો ન હતો. અહીં એ સમજવું જરૂરી છે કે આવા પ્રસંગોએ ભારતે મોટાભાગે પોતાને મતદાનથી દૂર રાખ્યું છે, તેની નીતિ તટસ્થ વલણ જાળવવાની રહી છે. પરંતુ કેન્દ્રની પીએમ મોદી સરકારે અગાઉ ઈઝરાયલને ખુલ્લેઆમ સમર્થન આપીને સૌને ચોંકાવી દીધા હતા, હવે અચાનક ફરી એક મુદ્દે પેલેસ્ટાઈનને સમર્થન આપીને મોટો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.

હવે જ્યારે ભારતે પેલેસ્ટાઇનના સમર્થનમાં પોતાનો મત આપ્યો છે, ત્યારે વિરોધ પક્ષ પણ કંઈક અંશે ખુશ દેખાઈ રહ્યો છે. ટીએમસી સાંસદ સાકેત ગોખલેએ સોશ્યિલ મીડિયા પર તે પ્રસ્તાવની તસવીર શેર કરતા લખ્યું કે હું ખૂબ જ ખુશ છું કે ભારતે આ પ્રસ્તાવની તરફેણમાં પોતાનો મત આપ્યો. અહીં એ સમજવું જરૂરી છે કે વિપક્ષ શરૂઆતથી જ એ વાતની વિરુદ્ધ રહ્યું છે કે મોદી સરકારે કૂટનીતિમાં મોટો ફેરફાર કર્યો અને ઈઝરાયેલને સમર્થન આપ્યું.

કેરળના મુખ્યમંત્રી એન વિજયન હજુ પણ કેન્દ્રથી નારાજ છે અને તેમનું ખુલ્લું સમર્થન પેલેસ્ટાઈન જઈ રહ્યું છે. એક નિવેદનમાં તેમણે કહ્યું કે મહેરબાની કરીને ઈઝરાયલને સમર્થન આપવાની ભાજપની નીતિને ભારતની નીતિ ગણવી નહીં. ભારતે ઈઝરાયલ સાથે સૈન્ય અને સંરક્ષણ કરાર બંધ કરવાની જરૂર છે. ઈઝરાયલ દ્વારા પેલેસ્ટાઈન વિરુદ્ધ ભારતનો ઉપયોગ હથિયાર તરીકે કરાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ