Israel Hamas War : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ સાથે વાતચીત કરી હતી. ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે મહત્વની ચર્ચા થઈ છે. આ વાતચીતમાં જીયો પોલિટિક્સ અને આતંકવાદ પર મંથન કરવામાં આવ્યું અને પરસ્પર સહયોગને લઇને પણ ચર્ચા થઈ હતી. પીએમ મોદીએ આ વાતચીતને લઈને એક ટ્વિટ પણ કર્યું છે, જેમાં વિસ્તારથી બધુ બતાવવામાં આવ્યું છે.
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે પોતાના ભાઈ યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ સાથે વાત થઇ. આતંકવાદ, સુરક્ષા અને નાગરિકોની જાનહાનિ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સુરક્ષા અને માનવીય સ્થિતિ જલ્દી સુધરે તેને લઇને સહમતિ બની છે.
આ પહેલા પીએમ મોદીએ જોર્ડનના કિંગ અબ્દુલ્લા દ્વિતીય સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી હતી. તે સમયે પણ તેમના તરફથી ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અંગે ચર્ચા થઈ હતી. ત્યારે પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે મેં આજે જોર્ડનના રાજા સાથે ફોન પર વાત કરી છે. પશ્ચિમ એશિયાના વિકાસને લઇને મનોમંથન થયું. આતંકવાદ, હિંસા અને લોકોના મોતને લઇને પણ વાતચીત કરવામાં આવી હતી. સામૂહિક સહયોગથી જ દ્વારા જ સુરક્ષા અને માનવીય સ્થિતિને સુધારી શકાય છે.
આ પણ વાંચો – PM નરેન્દ્ર મોદી પ્રોટોકોલ છોડીને 500 મીટર ચાલશે! રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં કરી શકે છે આ કામ
આ પહેલા પીએમ મોદીએ પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ અને ઈઝરાયેલના પ્રધાનમંત્રી સાથે પણ ફોન પર વાત કરી હતી. એક તરફ ભારત ઇઝરાયલની સાથે મજબૂતીથી ઉભું છે તો બીજી તરફ પેલેસ્ટાઇનના નાગરિકો માટે પણ સતત રાહત સામગ્રી મોકલી રહ્યું છે.
ઇઝરાયેલ-હમાસ યુદ્ધની વાત કરીએ તો હમાસે 7 ઓક્ટોબરના રોજ હુમલો કર્યો હતો. તેમના તરફથી ઇઝરાયેલના ઘણા નાગરિકોની હત્યા કરવામાં આવી હતી અને ઘણા લોકોને બંધક બનાવ્યા હતા. આ પછી ઇઝરાયેલે જવાબી કાર્યવાહી કરી અને આ ભીષણ યુદ્ધ શરૂ થયું હતું.





