ઈઝરાયેલ હમાસ પેલેસ્ટાઈન યુદ્ધ : UN અને WHO પર ગુસ્સે થયું ઈઝરાયલ, કહ્યું – ‘મહિલાઓ – બાળકોના ગળા કાપ્યા ત્યારે તમે ક્યાં હતા?

Israel Hamas Palestine War Updated : યુએન (UN) અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના વડાએ હમાસને તમામ નાગરિક બંધકોને મુક્ત કરવા વિનંતી કરી. તેમણે ચેતવણી આપી હતી કે ઇઝરાયેલ અને ઇસ્લામિક જૂથ વચ્ચે યુદ્ધ માત્ર વિનાશ અને આતંક લાવશે. પોપ ફ્રાન્સિસે માત્ર ગાઝા (Gaza) ની ચિંતા કરી, ઈઝરાયલ માટે સંવેદના વ્યક્ત ન કરતા ઈઝરાયલ ગુસ્સે.

Written by Kiran Mehta
October 16, 2023 15:15 IST
ઈઝરાયેલ હમાસ પેલેસ્ટાઈન યુદ્ધ : UN અને WHO પર ગુસ્સે થયું ઈઝરાયલ, કહ્યું – ‘મહિલાઓ – બાળકોના ગળા કાપ્યા ત્યારે તમે ક્યાં હતા?
હમાસના હુમલાને કારણે ઈઝરાયેલમાં મકાનો ધરાશાયી થઈ ગયા. ફોટો-(ઇન્ડિયન એક્સપ્રેસ).

Israel Hamas War : હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઈઝરાયેલે સંયુક્ત રાષ્ટ્રને ઠપકો આપ્યો છે. ઈઝરાયેલે સંયુક્ત રાષ્ટ્રને સલાહ આપી કે, યુએન બંધકોને મુક્ત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે. હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના સંઘર્ષમાં અત્યાર સુધીમાં 3900 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દરમિયાન, યુએનમાં ઇઝરાયેલના રાજદૂત ગિલાદ એર્ડને હમાસ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા બદલ યુએન અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) પર ઉગ્રતાથી નિશાન સાધ્યું હતું.

ઇઝરાયલના રાજદૂતે યુએનને પૂછ્યું, ત્યારે તમારો ગુસ્સો ક્યાં હતો? જ્યારે ઇઝરાયેલમાં હમાસના આતંકવાદીઓએ બાળકોની હત્યા કરી, મહિલાઓ પર બળાત્કાર કર્યો અને બચી ગયેલા લોકોને બંધક બનાવ્યા. અધિકારીએ કહ્યું કે, ખરેખર તમારા બેવડા ધોરણોની કોઈ મર્યાદા નથી. તમે એવી જગ્યાએ રહો છો, જ્યાંથી તમે હમાસની ક્રૂરતા જોઈ શકતા નથી? અર્દાને કહ્યું, “હમાસના હુમલામાં હજારો ઈઝરાયેલના લોકો માર્યા ગયા છે અને હજારો વધુ ઘાયલ થયા છે. જો આ આતંકવાદી જૂથને ખતમ કરવામાં નહીં આવે તો, ભવિષ્યમાં હજારો લોકોની હત્યા કરવામાં આવશે.”

પહેલા હમાસને તમામ બંધકોને મુક્ત કરવા હાકલ કરો

માનવતાવાદી બાબતોના અન્ડર-સેક્રેટરી-જનરલ અને કટોકટી રાહત સંયોજક માર્ટિન ગ્રિફિથ્સ દ્વારા ઇઝરાયેલના રાજદૂતની પોસ્ટ પર છવાઈ ગઈ. ગ્રિફિથ્સે તેની પોસ્ટમાં કહ્યું હતું કે, ગાઝા પર મૃત્યુનો પડછાયો છવાઈ રહ્યો છે. વીજળી, પાણી, ખોરાક અને દવા વિના હજારો લોકો મરી જશે.

તેણે યુએનના અધિકારીની પોસ્ટમાં પૂછ્યું કે, જ્યારે હમાસે યુએનના તમામ નાણા સુરંગ ખોદવા અને રોકેટ બનાવવા પાછળ ખર્ચ્યા ત્યારે તમારો ગુસ્સો ક્યાં હતો? અર્દાને વધુમાં પૂછ્યું કે, જ્યારે હમાસે ગાઝાના લોકોના દરેક સંસાધનોને પોતાના માની લીધા તો તમે ક્યારેય જાહેરમાં તેની નિંદા કેમ નથી કરી? રાજદૂતે કહ્યું કે, જો તમે ખરેખર માનવતાવાદી સંસ્થાના વડા તરીકે કામ કરવા માંગતા હોવ અને લોકોની વેદના ઓછી કરવા માંગતા હોવ, તો હમાસને તમામ બંધકોને મુક્ત કરવા માટે આહ્વાન કરીને શરૂઆત કરો.

પોપ ફ્રાન્સિસે માત્ર ગાઝા પટ્ટી પર હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી, ઈઝરાયલ માટે કઈ નહીં

બીજી તરફ ગાઝા પટ્ટી પર સતત થઈ રહેલા હુમલાઓને લઈને ઈસાઈ સમુદાયના સૌથી મોટા ધર્મગુરુ પોપ ફ્રાન્સિસ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવતા પણ ઈઝરાયેલ નારાજ છે. રવિવારે વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસે માનવાધિકારની વાત કરી અને હિંસા બંધ કરવાની અપીલ કરી. તેમણે કહ્યું હતું કે, ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનમાં જે બન્યું છે, તેનાથી હું ખૂબ જ દુઃખી છું.

ઇઝરાયેલના વિદેશ મંત્રી એલી કોહેને કહ્યું, “ઇઝરાયેલ અપેક્ષા રાખે છે કે, વેટિકન સિટી તેના સ્પષ્ટ વિચારો વ્યક્ત કરે. તેમણે હમાસ દ્વારા નિર્દોષ લોકોની હત્યાની પણ નિંદા કરવી જોઇએ.”, બાળકો અને વૃદ્ધોને પણ બક્ષ્યા નહીં. આ હત્યાઓ માત્ર એટલા માટે કરવામાં આવી હતી કારણ કે, તેઓ યહૂદીઓ અને ઇઝરાયેલના નાગરિકો હતા.”

ઇઝરાયેલમાં 1400 મૃત્યુ પામ્યા

ઈઝરાયેલના મંત્રીએ કહ્યું કે, આ સ્વીકારી શકાય નહીં. પોતાના નિવેદનમાં વેટિકન સિટીએ મુખ્યત્વે ગાઝાના નાગરિકો વિશે ચિંતા વ્યક્ત કરી છે. આ ત્યારે થયું છે, જ્યારે 1300 ઇઝરાયલી લોકોની હત્યા કરવામાં આવી હતી અને અમે તેનો શોક વ્યક્ત કરી રહ્યા છો. મંત્રીએ કહ્યું કે, પોપ ફ્રાન્સિસના નિવેદનમાં માર્યા ગયેલા ઇઝરાયલી લોકો માટે સંવેદના પણ વ્યક્ત કરવામાં આવી નથી. ગાઝાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચોઈઝરાયલ હમાસ યુદ્ધ તમામ અપડેટ્સ : ગાજામાં મોતનો આંકડો 2400 ને પાર, હમાસે ઈજરાયલ પર લેબનાનથી રોકેટ હુમલા કર્યા

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 9 દિવસથી ચાલી રહેલા યુદ્ધ બાદ ઈઝરાયેલમાં મૃત્યુઆંક 1400 છે અને 3500 લોકો ઘાયલ છે. જો પેલેસ્ટાઈનની વાત કરીએ તો, ઈઝરાયેલના હવાઈ હુમલામાં પેલેસ્ટાઈનના 2670 લોકોના મોત થયા હતા અને 9600 લોકો ઘાયલ થયા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ