ISRO Chandrayaan 3 landing: ચંદ્રયાન-3 જો 23 ઓગસ્ટે ચંદ્ર પર લેન્ડ ન થયું તો શું થશે? ઈસરોએ જણાવી મોટી વાત

ISRO Chandrayaan 3 Launch LIVE updates news in gujarati: ઇસરો દ્વારા સરળતાપૂર્વક ચંદ્રયાન-3 લોન્ચ કરવામાં આવ્યું છે. જો ચંદ્રયાન-3 આગામી 23 ઓગસ્ટે ચંદ્ર પર લેન્ડ ન થયું તો શું થશે? જાણો

Written by Ajay Saroya
Updated : July 20, 2023 12:51 IST
ISRO Chandrayaan 3 landing: ચંદ્રયાન-3 જો 23 ઓગસ્ટે ચંદ્ર પર લેન્ડ ન થયું તો શું થશે? ઈસરોએ જણાવી મોટી વાત
Chandrayaan 3 Launch Live: ઇસરો દ્વારા ચંદ્રયાન 3 સફળતાપૂર્વક લોન્ચ કરાયું.

ISRO Chandrayaan 3 Launch LIVE: ભારતના ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લોન્ચ કરીને અંતરિક્ષમાં ઇતિહાસ રચવા ઉડાન ફરી છે. ઇસરોના શ્રીહરિકોટા સ્થિત સ્પેસ સેન્ટરમા 14, જુલાઇ, 2023ના રોજ બપોરે 2.35 વાગે ચંદ્રયાન 3 મિશન મુનનું સફળતાપૂર્વક લોન્ચ કરાયો છે અને નિર્વિધ્ન પૃથ્વીની સપાટીની બહાર નીકળી અંતરિક્ષમાં પહોંચી ગયો છે. ચંદ્રયાન-3ને સફળતા પૂર્વક લોન્ચ કરાયા બાદ તે અંતરિક્ષમાં ક્યારે શું કરશે જાણો

ચંદ્રયાન-3 10 મિનિટમાં અંતરિક્ષમાં પહોંચ્યું

ઇસરોના શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી ચંદ્રયાન-3 બપોરે 2.35 વાગે લોન્ચ કરવામાં આવ્યો હતો અને લોન્ચ થયાના લગભગ 10 મિનિટમાં તે પૃથ્વીની સપાટીમાંથી બહાર પહોંચી ગયુ અને અંતરિક્ષમાં નિર્ધારિત ભ્રમણકક્ષામાં સ્થાપિત થઇ ગયો હતો.

ચંદ્રયાન-3 હવે શું કરશે

ચંદ્રયાન-3 અંતરિક્ષમાં પહોંચ્યા બાદ તેના પૃથ્વની ભ્રમણકક્ષામાં સ્થાપિત થશે. ચંદ્રયાન-3 હવે 14 દિવસ સુધી ભ્રમણકક્ષામાં પૃથ્વની આસપાસ 6 ચક્કર લગાવશે. ત્યારબાદ તે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે. આ દરમિયાન તે ચંદ્રના 6 ચક્કર લગાવશે અને 23 ઓગસ્ટના રોજ પરોઢે ચંદ્ર પર લેન્ડ કરશે.

સફળતા યુનાઇટેડ સ્ટેટ્સ, ચીન અને અગાઉના યુએસએસઆર પછી આ સિદ્ધિ હાંસલ કરનાર ભારત માત્ર ચોથો દેશ બની જશે. (પીટીઆઈ ફોટો)

ચંદ્રયાન-3 ક્યારે દિવસે ચંદ્ર પર લેન્ડ થશે

આમ 14 જુલાઇના રોજ ધરતી પરથી ઉડાન ભરનાર યંદ્રયાન-23 ઓગસ્ટે પરોઢે કે 24 ઓગસ્ટે ચંદ્ર ઉપર લેન્ડ થશે. આમ 42 દિવસમાં 3,84,400 કિલોમીટર અંતર કાપી ચંદ્રયાન 3 ચંદ્ર પર લેન્ડ કરશે. આ દરમિયાન ચંદ્રયાન-3 ચંદ્રની સપાટીથી 100 કિમી ઉપર રહેશે.

જો 23 ઓગસ્ટે ચંદ્રયાન-3 ચંદ્ર પર લેન્ડ થયું તો શું થશે

ગત 7 જુલાઈએ બેંગલુરુમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથે જણાવ્યું હતું કે, “જો બધું બરાબર રહ્યું તો ચંદ્રયાન-3ના ચંદ્ર પર લેન્ડિંગ કરવાની તારીખ 23 ઓગસ્ટ કે 24 ઓગસ્ટ પણ હોઈ શકે છે. તે ઓગસ્ટ 25 ઓગસ્ટ અથવા 26 ઓગસ્ટ હોઈ શકે નહીં. જો 23 ઓગસ્ટ કે 24 ઓગસ્ટે ચંદ્રયાન-3ને ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડ કરવામાં ન આવ્યું તો અમે એક મહિનાની રાહ જોઈશું જ્યારે ફરીથી 15 દિવસનો સૂર્ય હશે, આ તારીખ 20 સપ્ટેમ્બર અથવા ત્યાર પછીની હોઈ શકે છે.” નોંધનિય છે કે, ચંદ્રનો 24 કલાકનો એક દિવસ પૃથ્વીના 28 દિવસ બરાબર હોય છે. ચંદ્ર પર રાતનું હવામાન અત્યંત પ્રતિકુળ હોય છે જે અવકાશયાનના લેન્ડિંગ માટે સાનુકુળ હોતું નથી. આથી ચંદ્રયાનના લેન્ડિંગ માટે વહેલી સવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. આથી 23 કે 24 ઓગસ્ટ બાદ ચંદ્ર પર દિવસનો સમય 20 સપ્ટેમ્બર કે ત્યારબાદ આવશે, ત્યારે ચંદ્રયાન-3નું ઉતરણ કરાશે.

આ પણ વાંચોઃ ચંદ્રયાન 3 સફળતાપૂર્વક લોન્ચ, સફળ મિશન મુન માટે નિર્ણાયક રહી 15 મિનિટ

ચંદ્રયાન-3ને ચંદ્ર પર ક્યાં લેન્ડ કરશે

ઇસરોના જણાવ્યા અનુસાર લોન્ચિંગના 42 દિવસ બાદ ચંદ્રયાન-3 ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડ થશે. અવકાશયાનની સ્પીડ ચંદ્ર પર લેન્ડિંગમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ