scorecardresearch

Jagannath Temple, જગન્નાથ મંદિર પુરી: શા માટે નોન હિંદુઓ અને વિદેશીઓને મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ? ઇન્દિરા ગાંધીનો પણ વિરોધ, દૂરથી કરવી પડી હતી ભગવાનની પૂજા

Jagnnath temple history: જગન્નાથ મંદિર (Jagnnath temple) ચાર ધામોમાંથી એક છે જ્યાં ભગવાન વિષ્ણુના રૂપમાં ભગવાન જગન્નાથની તેમના મોટા ભાઈ ભગવાન બલભદ્ર અને બહેન દેવી સુભદ્રા સાથે આરાધના કરવામાં આવે છે.

Jagannath Temple, જગન્નાથ મંદિર પુરી: શા માટે નોન હિંદુઓ અને વિદેશીઓને મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ? ઇન્દિરા ગાંધીનો પણ વિરોધ, દૂરથી કરવી પડી હતી ભગવાનની પૂજા
જગન્નાથ મંદિર ફાઇલ તસવીર

jagannath puri, સુજીત બિસનોય: હજારો-લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતિક તેમજ ચાર તીર્થ સ્થળમાંથી એક જગન્નાથ પુરીમાં નોન હિંદુઓ સહિત વિદેશીઓની એન્ટ્રી પર પણ વર્ષોથી પાબંદી લગાવવામાં આવી છે. ત્યારે હવે આ લોકોના સમર્થનમાં ઓડિશાના રાજ્યપાલ ગણેશ લાલ આવ્યાં છે. મહત્વનું છે કે, મંદિરમાં નોન હિંદુઓ અને વિદેશી નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધનો મુદ્દો વર્ષોથી વિવાદાસ્પદ મુદ્દો રહ્યો છે. આવામાં ઓડિશાના રાજ્યપાલનું સમર્થન આ મામલાને વધુ ઉગ્ર બનાવવાનું કામ કરશે તેવું અનુમાન છે.

ઓડિશાના રાજ્યપાલ ગણેશ લાલનું નિવેદન

ઓડિશાના રાજ્યપાલ ગણેશ લાલે નિવેદન આપ્યું હતું કે, “જો કોઇ વિદેશી, ગજપતિ કે સ્વંયસેવકો જગતગુરૂ શંકરાચાર્યની મુલાકાત લઇ શકે છે તો તેઓને ભગવાન જગન્નાથના દર્શનની પણ અનુમતિ આપવી જોઇએ. વધુમાં ગણેશ લાલે કહ્યું હતું કે, આ તેમનું અંગત મંતવ્ય છે”.

રાજ્યપાલનો વિરોધ

જ્યારે મંદિરના સેવકો જગન્નાથ સંસ્કૃતિના શોઘકર્તાઓએ રાજ્યપાલના નિવેદન સામે આપત્તિ વ્યક્ત કરી તેનો વિરોધ કરતા કહ્યું હતું કે, “વર્ષોથી ચાલતી મંદિરની પરંપરાઓ અને પ્રથાઓનો ભંગ ના કરવો જોઇએ. મંદિરના સિંહ દ્વાર પર સ્પષ્ટ નોંધવામાં આવ્યું છે કે, મંદિરમાં માત્ર હિંદુઓને જ પ્રવેશ સ્વીકાર્ય છે”.

જગન્નાથપુરી ચાર તીર્થ સ્થળોમાંથી એક

ઉલ્લેનીય છે કે, જગન્નાથપુરી ચાર તીર્થ સ્થળોમાંથી એક છે. જ્યાં ભગવાન વિષ્ણુના રૂપમાં બિરાજમાન ભગવાન જગન્નાથની તેના મોટા ભાઇ ભગવાન બલભદ્ર અને બહેન દેવી સુભદ્રા સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે. ગર્ભગૃહમાં માત્ર હિંદુઓને જ દેવતાઓની પૂજા કરવાની પરવાનગી છે.

આ પણ વાંચો: PM awas : ગરીબોની યોજનામાં આલિશાન મકાન માલિકોના પણ નામ, બંગાળમાં ચોંકાવનારી લાભાર્થીઓની યાદી

જગન્નાથપુરીની અલૌકિકતા

મંદિરના સિંહદ્વારમાં પ્રવેશવાની સાથે જ ધૂંધવતા દરીયાનો મોજાનો અવાજ બંધ થઇ જાય છે જયારે મંદિરની બહાર એક પગલું ભરવાની સાથે જ ફરી મોજાનો અવાજ સંભળાવા લાગે છે. આ સાંજના સમયે અલૌકિક અનુભવ લાગે છે.

સામાન્ય રીતે દિવસે હવા સમુદ્રથી જમીનની સપાટી તરફ જયારે જયારે સાંજે જમીનથી સમુદ્રની સપાટી તરફ વહે છે નવાઇની વાત તો એ છે ભુગોળની આ પ્રક્રિયા પુરીમાં ઉલટી જોવા મળે છે. એટલું જ નહી આ જગન્નાથ મંદિરની ધજા પવનની ઉલટી દિશામાં ફરકતી જોવા મળે છે. મોટા ભાગના મંદિરોના શિખર પર પક્ષીઓ બેઠેલા હોય છે અને આસપાસ ઉડતા પણ દેખાય છે પરંતુ જગન્નાથ મંદિરના ધુમ્મટ પર એક પણ પક્ષી બેસતું નથી. દિવસના કોઇ પણ સમય દરમિયાન આ મંદિરના શિખરનો લાંબો કે ટુંકો પડછાયો પડતો નથી.

આ પણ વાંચો: Gujarat Weather Updates : ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું, સવારે ગાઢ ધુમ્મસ, ઠંડા પવનોથી લોકો ઠુંઠવાયા

જગન્નાથમંદિરનું સૌથી મોટું પ્રમાણ મહાભારતના વનપર્વમાં મળે છે. એવું માનવામાં આવે છે કે, સૌથી પહેલા સબર આદિવાસી વિશ્વવસુએ નીલમાધવના રુપમાં તેની પુજા કરી હતી. આજે પણ પુરીના મંદિરોમાં અનેક સેવક છે જે દૈતાપતિના નામથી પ્રચલિત છે.

Web Title: Jagnnath temple puri whay can not enter non hindus and foreighners latest news

Best of Express