Jaipur – Mumbai Train Firing Case : જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં ફાયરિંગની ઘટનામાં એક પછી એક ખુલાસા થઇ રહ્યા છે ત્યારે વધુ એક કુલાસો થયો છે. પોતાના સીનિયર દ્વારા નોકરી પરથી વહેલા છૂટવાના ઇન્કારના કારણે નારાજ રેલવે પોલીસ દળના એક 33 વર્ષીય કોન્સ્ટેબલે સોમવારે જયપુર-મુંબઇ એક્સપ્રેસ ટ્રેનમાં સહાયક ઉપર નીરિક્ષક 58 વર્ષીય ટીકારામ મીણા પર ચાર ગોળીયો ચલાવી દીધી હતી. મીનાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત નારાજ કોંસ્ટેબલે ચાલુ ટ્રેનમાં અન્ય ત્રણ યાત્રીઓને પણ ગોળી મારી દીધી હતી.
ડ્યૂટી પુરી કરવા, રજા આપવાનો ઇન્કાર કરવા અને ચર્ચા વધવાથી બેકાબૂ થયો હતો આરોપી
એફઆઇઆર અનુસાર આરોપી કોન્સ્ટેબલ ચેતન સિંહે જણાવ્યું હતું કે તે બીમાર હતો. જેના કારણે તેને પોતાની શિફ્ટ પુરી થાય તે પહેલા થોડા કલાક પહેલા ડ્યૂટીથી મુક્ત થવા માંગતો હતો. પરંતુ જ્યારે તેના સીનિયરોએ તે તેને ડ્યૂટી પુરી કરવા પર ભાર મૂક્યો તો તે ઉશ્કેરાઇ ગયો હતો. ત્યારબાદ તેણે સ્પીડમાં ચાલતી ટ્રેનમાં મીના અને ત્રણ યાત્રીઓને ગોળી મારી દીધી હતી.
બોરીવલી જીઆરપીને આરપીએફ કોન્સ્ટેબલ અમય આચાર્યે જણાવ્યો આંખો દેખો હાલ
બોરીવલી જીઆરપીને આપવામાં આવેલા એક અન્ય આરપીએફ કોન્સ્ટેબલ અમય આચાર્યના નિદેવન પ્રમાણે ચેતન સિંહ, ટીકારામ મીના અને ત્રણ અન્ય ટિકીટ ચેકર સોમવારે પેન્ટ્રી કોચમાં મને મળ્યા હતા. મીનાએ મને જણાવ્યું હતું કે ચેતન સિંહ બીમાર છે ત્યારબાદ તપાસ કરવા માટે મેં તેમને અડ્યો પરંતુ હું જાણી શક્યો નહીં કે તેઓ બીમાર છે કે નહીં. આચાર્યે કહ્યું કે સિંહે ડ્યૂટીથી વહેલા છુટ્ટી લેવા અને વલસાડ રેલવે સ્ટેશન પર ટ્રેન છોડવા પર ભાર મૂક્યો હતો.
મુંબઇ સેન્ટ્રલ કંટ્રોલ રૂમથી પણ ફોન પર કોંસ્ટેબલને સમજાવવાની કરી હતી કોશિશ
નિવેદન પ્રમાણે ટીકારામ મીના તેમને સમજાવવાની કોશિશ કરી રહ્યા હતા. કે તે બે ત્રણ કલાકમાં મુંબઇ પહોંચી જશે. અને તેઓ સિંહને પોતાની નોકરી પુરી કરવા માટે ભાર આપતા હતા. ત્યારે ચેતન સિંહ તેમની વાતથી સહમત થયો નહીં. ત્યારે મીણાએ મુંબઇ સેન્ટ્રલ કંટ્રોલ રૂમને જાણ કરીહતી. જ્યાંથી ચેતનસિંહને પણ સમજાવ્યો હતો.
રાઇફલ આપવાથી ઇન્કાર કરવા પર સાથી કોન્સ્ટેબલનું ગળે ટૂંપો આપવાની કરી હતી કોશિશ
ત્યારબાદ મીનાએ આચાર્યને તેના માટે કોલ્ડ ડ્રિંક લાવવા માટે કહ્યું અને સિંહને થોડો સમયે આરામ કરવા માટે રિક્વેસ્ટ કરી હતી. આચાર્યએ પોલીસને જણાવ્યું કે જ્યારે તે આરામ કરી રહ્યો હતો તો હું તેની પાસે બેઠો હતો. પરંતુ 10થી 15 મિનિટ બાદ તે અચાનક ઉઠ્યો અને જબરદસ્તી મારાથી રાઇફલ છીનવવાની કોશિશ કરી હતી. પરંતુ હું રાઇફલ આપવા માટે તૈયાર ન્હોતો. ત્યારે તેણે મારું ગળું દબાવવાની કોશિશ કરી હતી. ત્યારબાદ તેને અહેસાસ થયો કે સિંહે ભુલથી મારી રાઇફલ લઇ લીધી છે. ત્યારબાદ આચાર્યએ અન્ય આરપીએફ કર્મચારીઓની સાથે તેનો પીછો કર્યો અને તેની રાઇફલ છીનવી લીધી હતી.
ચેતન સિંહને રાઇફલની સેફ્ટી કેચ હટાવતા જોઇને ચોંકી ગયા લોકો
આચાર્યએ પોતાના નિવેદનમાં કહ્યું કે મારી રાઇફલ પરત કરતા અને પોતાની રાઇફલ પોતાની પાસે લેતા સમયે સિંહ ખુબ જ ગુસ્સામાં હતો. મીના પણ તેને સમજાવવાની કોશિશ કરી રહ્યા હતા. પરંતુ સિંહ ચર્ચા કરતો રહ્યો હતો. મેં પણ વચ્ચે વચ્ચે તેને સમજાવવાની કોશિશ કરી હતી. પરંતુ તે બંનેમાંથી કોઇનું સાંભળવા માટે તૈયાર ન્હોતો. એટલે મેં ત્યાંથી જતા રહેવાનો નિર્ણય લીધો.
જ્યારે તેઓ જઇ રહ્યા હતા ત્યારે આચાર્યે જોયું કે સિંહ પોતાની રાઇફલની સેફ્ટી કેચ હટાવી રહ્યો હતો. ત્યારબાદ તેણે મીનાને સૂચિત કર્યા અને શાંત થવા માટે કહ્યું હતું.
ગોળી મારવાના ડરથી વોશરૂમમાં જઇ છુપાયો કોસ્ટેબલ આચાર્ય
સવારે લગભગ 5 વાગ્યે બીજા કોચમાં રોકાયેલા આચાર્યેને તેના બેચમેટનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું કે સિંહે મીનાને ગોળી મારી દીધી છે. આચાર્યએ પોલીસને જણાવ્યું મને ડર હતો કે તે મને પણ ગોળી મારી દેશે એટલા માટે હું વોશરૂમની અંદર જઇને છૂપાઇ ગયો હતો. દસ મિનિટ બાદ ફરિયાદીએ જોયું કે ટ્રેન મીરા રોડ અને દહિસર રેલવે સ્ટેશન વચ્ચે રોકાઇ હતી. ત્યારબાદ તેમણે જોયું કે અન્ય ત્રણ યાત્રીઓને પણ ગોળી મારી દીધી હતી. ત્યારબાદ સિંહ પોતાની સર્વિસ રાઇફલ સાથે ટ્રેક પર ઉતરી ગયો હતો. બાદમાં આરપીએફ અને જીઆરપીએ તેને પકડી પાડ્યો હતો.





